Home /News /dharm-bhakti /

Numerology 27 July 2022: આજનો દિવસ કોના માટે શુભ છે અને બિઝનેસમાં કેવી થશે પ્રગતિ

Numerology 27 July 2022: આજનો દિવસ કોના માટે શુભ છે અને બિઝનેસમાં કેવી થશે પ્રગતિ

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1-

  આજનો દિવસ ફ્રેન્ડલી છે, જેથી મોટાભાગના કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે. તમારે લોકોને મળવું જોઈએ, ઈવેન્ટ્સમાં જવું જોઈએ અને લોકો સાથે વાતચીત કરવી જોઈએ. તમારી વાણીની રચનાત્મક શૈલીથી લોકો સામે ખૂબ જ સારી છબી ઊભી થશે. કપલે લવ રિલેશનનો આનંદ માણવો જોઈએ. કલાકારો, ડાન્સર્સ, સોલાર એનર્જી ડીલરો, લેખકો, સરકારી અધિકારીઓ, ડોકટરો, મ્યુઝિશિયનને અને ગ્લેમર ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓને આજે ભવ્ય લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકશે.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: રવિવાર અને મંગળવાર

  શુભ નંબર: 1 અને 9

  દાન: ગરીબોને ઓરેન્જનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2-

  તમારુ પરફોર્મન્સ દિવસે દિવસે સારુ થતું હોવાને કારણે અન્ય લોકો તમારી ઈર્ષ્યા કરે છે. જેથી તે લોકો તમારી ટીકા કરે તો તેને અવગણી દેવી જોઈએ. તમારા ઈમોશન્સને કાબૂમાં રાખો અને અન્ય લોકોને મદદ કરો. કાર્યસ્થળ પર સીનિયર્સની મદદથી તમને સફળતા મળશે. છેતરપિંડી કરવી તમારા સ્વભાવમાં નથી, તેથી અંગેનો વિચાર તમારા મનમાં લાવવો અયોગ્ય છે. તમારા બાળકો અને સંબંધીઓ સાથે સમય પસાર કરો, કૌટુંબિક કાર્યોમાં હાજર રહો, શોર્ટ ટ્રીપ પ્લાન કરો, સ્ટોકમાં રોકાણ કરો અને તમારા લાઈફ પાર્ટનરને સરપ્રાઈઝ ગિફ્ટ આપો. ભાગીદારીમાં રોકાણ કરો અને એક્સપોર્ટ બિઝનેસ ડીલ કરો.

  માસ્ટર કલર: ગુલાબી

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: ભિખારીઓને દહીનું દાન કરો

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3-

  આ દિવસ કામના કારણે બિઝી રહેશે, તમારે તમારું ટેલેન્ટ રજૂ કરવાની જરૂરિયાત છે. આધ્યાત્મિકતા અને જ્ઞાન વધારવા માટે મુસાફરી કરવાનો સમય છે. કારકિર્દીના વિકલ્પ તરીકે આધ્યાત્મિકતા કાઉન્સેલિંગનો વિકલ્પ શોધવો જોઈએ. ગાયક, કોચ, શિક્ષણવિદ, રાજકારણીઓ અને વકીલો માટે આજે અત્યંત શુભ દિવસ છે. કપડાં, દાગીના, પુસ્તકો, અનાજ ખરીદવા અથવા મુસાફરી માટે બુકિંગ કરવા માટે આજે શુભ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલિયર્સ, એન્કર, જીવન અને રમતગમતના કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થશે. આજના દિવસની શરૂઆતમાં હળદરનું સેવન કરો.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 9

  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4-

  કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ શુભ છે. બિઝનેસ ડીલ અને ગવર્નમેન્ટ ઓર્ડર કેન્સલ થઈ શકે છે. જો આજે નાણા સંબંધિત મહત્વના નિર્ણયો લેવામાં આવે તો તેમાં ઘણી રાહ જોવી પડી શકે છે. સેલ્સ સાથે સંકળાયેલ કર્મચારીઓ, IT કર્મચારીઓ, થિયેટર કલાકાર અથવા અભિનેતાઓ, ટીવી એન્કર અને ડાન્સરોને આજે અનેક લાભ અને તક મળી શકે છે. કન્સ્ટ્રક્શન સામગ્રી, મેટલ અને કપડાના ઉત્પાદકોને આજે બિઝનેસમાં નવી ઓફર મળી શકે છે. સ્વસ્થ રહેવા લીલા પત્તાદાર શાકભાજીનું સેવન કરો.

  માસ્ટર કલર: જાંબલી

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: મિત્રને મની પ્લાન્ટનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5-

  સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે જ રહેવાની આદતને ભૂલી જવી જોઈએ અને અન્ય લોકો સાથે રહેવાની આદત વિકસાવવી જોઈએ. લાંબા ગાળાની સમસ્યાઓના ઉકેલ માટે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. નાણાંકીય નફો સાધારણ લાગી શકે છે, પરંતુ આયાત નિકાસમાં રોકાણ પર વળતર મળવાની સંભાવના છે. તમને જે પણ સન્માન આપવામાં આવી રહ્યું છે, તે માટે પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ. આજે તમે શેરબજાર, રમતગમત, ઈવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટરવ્યૂમાં તમારું નસીબ અજમાવી શકો છો.

  માસ્ટર કલર: લીલો અને ઓરેન્જ

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: અનાથ આશ્રમ અને પ્રાણીઓને દૂધનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6-

  તક નાની હોય કે મોટી ભવિષ્યમાં ઉપયોગી થશે, જેથી તે તકનો લાભ લેવો જોઈએ. આજનો દિવસ આરામદાયક છે, જેનાથી જીવનમાં સુખ અને સંપૂર્ણતા આવશે. આજે ગ્રાહકોની વ્યવસાયિક સમસ્યાઓ હળ કરવાનો સમય છે, આજે ડિનર બહાર કરવું જોઈએ અને શોપિંગ કરવી જોઈએ. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ડર્મિટોલોજિસ્ટ, ડિઝાઈનર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને તેમના વિકાસ માટે નવા એસાઈનમેન્ટ આપવામાં આવશે. રિલેશનશીપ રોમેન્ટીક હશે તો ઘરમાં ખુશીઓ આવવાની સંભાવના છે.

  માસ્ટર કલર: વાયોલેટ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન કરો

  7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7-

  મોટા અંગત નિર્ણયો લેતા પહેલા તમારે આજે માતા પિતાની મંજૂરી લેવી જરૂરી છે. તમને જે પણ ચેલેન્જ આપવામાં આવે તેનો સ્વીકાર કરો, તમે તમારી બુદ્ધિમતાથી આ ચેલેન્જ જીતી શકો છો. માતા અને અન્ય વડીલ જે પણ સલાહ આપે તેને ધ્યાનથી સાંભળો. આજે જે સમસ્યા મોટી લાગે છે તે સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે. કોઈ તમારો પગ ખેંચીને નીચે લાવવાની કોશિશ કરી શકે છે, પરંતુ તે તેમાં સફળ થશે નહીં. જ્વેલર, વકીલ, કુરિયર, પાયલોટ, રાજકારણીઓ થિયેટર આર્ટિસ્ટ, સીએ, સોફ્ટવેર સાથે સંકળાયેલા લોકોને તેમનું નસીબ સાથ આપી શકે છે.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7 અને 9

  દાન: કોપર અને મેટલના નાના પીસનું દાન કરો

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8-

  દિવસની શરૂઆતમાં દાન કરો. મોટી કંપનીઓ સાથે જોડાવાથી હાલમાં તમને આ સમય સંઘર્ષમય લાગી શકે છે, પરંતુ તમને ભવિષ્યમાં સારું વળતર મળી શકે છે. મિલકત અને મશીનરી ખરીદવા સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં રહેશે. અનેક જવાબદારીઓને કારણે તમે તણાવમાં રહી શકો છો, કાયદાકીય વિવાદોનો ટૂંક સમયમાં અંત આવશે. ડોક્ટરો અને મેન્યુફેક્ચરરને સિદ્ધિ પ્રાપ્ત થશે. ભાગીદારો સાથે આમને સામને દલીલો થવાની શક્યતા હોવાથી ગુસ્સો કાબૂમાં રાખવો જોઈએ. આજે અનાજનું દાન કરો અને ખાટા ફળનું વધુ સેવન કરો.

  માસ્ટર કલર: જાંબલી

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: જરૂરિયાતમંદ માણસોને છત્રીનું દાન કરો

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9-

  નુકસાન થવાની સંભાવના હોવાને કારણે તમારે આજે ભીડભાડથી દૂર રહેવું જોઈએ. પ્રેમ કરનારાઓએ આજે તેમના મનની વાત વ્યક્ત કરવી જોઈએ. બિઝનેસ રિલેશન અને બિઝનેસ ડીલ પૂર્ણ થવા માટે વધુ સમયની જરૂર છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયા સાથે સંકળાયેલા લોકોને આજે લોકપ્રિયતા પ્રાપત થશે. રાજકારણીઓને આજે સારી તક પ્રાપ્ત થશે. જાહેર જીવન સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ આજે પ્રગતિ મેળવવા માટેના પ્રયાસ કરવા જોઈએ. વિદ્યાર્થીઓ, ટ્રેનર્સ, મ્યુઝિશિયન, લેખક, ડિઝાઇનર્સ, ડોક્ટર્સ, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓ ફેમસ થઈ શકે છે.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: લાલ મસૂર દાળનું દાન કરો

  રાહુલ બોઝ, કૃતિ સેનોન, કે. એસ. ચિત્રા, ઉદ્ધવ ઠાકરે, વિશ્વા મોહન ભટ્ટનો જન્મ 27 જુલાઈના રોજ થયો છે.
  First published:

  Tags: Astrology, Numerology, Numerology Suggestions, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन