Home /News /dharm-bhakti /

Numerology 26 June 2022: કોને મળશે સંપત્તિ અને સફળતા જુઓ ગાણિતીક સંખ્યા પરથી આજનું ભવિષ્ય

Numerology 26 June 2022: કોને મળશે સંપત્તિ અને સફળતા જુઓ ગાણિતીક સંખ્યા પરથી આજનું ભવિષ્ય

અંકશાસ્ત્ર પરથી રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

    નંબર 1- હંમેશા સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા રહો અને નવી તક આવે તો તેનો સ્વીકાર કરો. અન્ય લોકો તમારા કામમાં અડચણરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં આ બાબત લાભદાયી સાબિત થઈ શકે છે. જો તમે કોઈ નવો કોર્સ શરૂ કરવા ઈચ્છો છો, નોકરી શરૂ કરવા ઈચ્છો છો અથવા નવું ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો તે કાયદેસર છે કે નહીં તે અંગે એકવાર તપાસ કરાવી લેવી જોઈએ. પરિવારનું તે અંગે મંતવ્ય પણ લેવું જોઈએ. ખેતી અને શિક્ષા ક્ષેત્રે આજે નફો થઈ શકે છે.

    માસ્ટર કલર: પીળો અને વાદળી

    શુભ દિવસ: રવિવાર

    શુભ રંગ: 1

    દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો

    નંબર 2- આજે સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારે તમારા ઈમોશન ક્યાં રજૂ કરવા જોઈએ અને ક્યાં રજૂ ન કરવા જોઈએ તેની તમને જાણકારી હોવી જોઈએ. તમારી ઈમાનદારીના કારણે તમને જીત મળી શકે છે. કોઈપણ સમસ્યાનું નિવારણ લાવવા માટે પ્રેક્ટીકલ બનવું જરૂરી છે, લોકો તમારો ખોટો ઉપયોગ કરી શકે છે. સિંગલ લોકોને આજે તેમનો પ્રેમ મળી શકે છે. કાયદાકીય અધિકારીઓ, બિઝનેસ ડીલર, શિક્ષક, આયાત નિકાસ ક્ષેત્રે સંકળાયેલા લોકો, ડોકટર, એન્જિનિયર, દલાલ, ટ્રાવેલ એજન્સીઓ, શેરમાર્કેટ ક્ષેત્રે સફળતા મળી શકે છે. તમારા કારણે તમારા સાથીને દુખ થઈ શકે છે, પરંતુ આ સમસ્યા ટૂંક સમય માટે જ હશે.

    માસ્ટર કલર: બ્રાઉન

    શુભ દિવસ: સોમવાર

    શુભ રંગ: 2

    દાન: પશુઓને પાણીનું દાન કરો

    નંબર 3 - લોકો તમારી ખોટી છાપ ઉભી કરવાનો પ્રયત્ન કરતા હોવાને કારણે તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે. કોઈપણ વ્યક્તિ સાથે ડાયરેક્ટ વાત કરી લો. આજે તમારે કાયદાકીય સલાહ લેવી જોઈએ. તમામ પરિસ્થિતિઓમાં કામ કરવા માટેની ફ્લેક્સિબિલિટીને કારણે તમને સફળતા મળી શકે છે. હાલમાં કન્સ્ટ્રક્શન અને કૃષિ ક્ષેત્રે રોકાણ કરવાથી સારુ રિટર્ન મળી શકે છે. દરરોજ સવારે ગુરુની પૂજા કરો.

    માસ્ટર કલર: બ્રાઉન

    શુભ દિવસ: ગુરુવાર

    શુભ રંગ: 3 અને 9

    દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

    નંબર 4 - તમારે સૌથી પહેલા દાન કરવું જોઈએ. તમારા આરોગ્ય અને પરિવારના જીવનની કિંમત પર આજે તમને ખૂબ જ કમાણી થઈ શકે છે. જે લોકોને સફળતા મળી રહી છે તેમને વધુ સફળતા મળી શકે છે. આજના દિવસે નોનવેજ અને દારૂનું સેવન ના કરો. જે વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવી છે, તેમણે આજે અરજી કરવી જોઈએ. કપડાનું દાન કરવાથી તમને લાભ થઈ શકે છે.

    માસ્ટર કલર: બ્લ્યૂ

    શુભ દિવસ: બુધવાર

    શુભ રંગ: 9

    દાન: ભિખારીઓને ચંપલનું દાન કરો

    નંબર 5 - જો તમે અંગત જીવનમાં કંઈક નવીન ઘટનાની રાહ જોઈ રહ્યા છો, તો તમારા જીવનમાં એક નવીન ઘટના થઈ શકે છે. તમારું નસીબ તમારા રસ્તામાં આવતી અડચણને દૂર કરશે. તમારા લવ પાર્ટનરને પ્રપોઝ કરવાનો આજે શુભ દિવસ છે. સ્ટોક ખરીદવા માટે જમીન ખરીદવા માટે, મેચ રમવા માટે, સંપત્તિ વેચવા માટે, અધિકૃત દસ્તાવેજમાં સહી કરવા માટે આજનો દિવસ શુભ છે. સોફ્ટવેર એન્જિનિયર, નિર્દેશક, ન્યૂઝ એન્કર, એક્ટર, વકીલ અને રાજનેતાના કામની આજે સરાહના થઈ શકે છે. તમારા શબ્દો પર નિયંત્રણ રાખવું જરૂરી છે, જેના કારણે અન્ય લોકોને ઠેસ પહોંચી શકે છે.

    માસ્ટર કલર: ટીલ

    શુભ દિવસ: બુધવાર

    શુભ રંગ: 6

    દાન: બાળકો અને અનાથ આશ્રમમાં ફળનું દાન કરો

    નંબર 6 - આજના દિવસે તમારુ કાર્યક્ષેત્ર વિસ્તારિત થઈ શકે છે અને ભવિષ્યમાં તેનો લાભ પણ થઈ શકે છે. આજે શાનદાર અને રોમેન્ટીક દિવસ છે, જેના કારણે કરિઅર માટે અનેક તક પ્રાપ્ત થઈ શકે છે. ટીમ વર્ક કરવાથી સારુ પરિણામ મળી શકે છે. તમારા સપના પૂર્ણ કરવા માટે હંમેશા તૈયાર રહો. આજના દિવસે તમારા તમામ કાર્યોથી તમને ખુશી મળશે. પરિવાર તરફથી સમ્માન અને સહયોગ મળશે. ગૃહિણીઓ, ડિઝાઈનર, વકીલ, ટેકનિકલ નિષ્ણાંતો, રાજનેતાઓ અને એક્ટર માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.

    માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

    શુભ દિવસ: શુક્રવાર

    શુભ રંગ: 6 અને 9

    દાન: ગરીબોને ખાંડનું દાન કરો

    નંબર 7 - જે પણ નવી તક આવે તેને રિજેક્ટ કરી દો અને વર્તમાન પરિસ્થિતિમાં કામ કરો. જેનાથી કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે. ટૂંક સમયમાં જીવનના તમામ ક્ષેત્રે સંબંધમાં અને આર્થિક પરિસ્થિતિમાં નવો વળાંક આવશે અને ખુશીઓ પ્રાપ્ત થશે. તમારા બિઝી શિડ્યુલ, હાનિકારક ભોજન અને લેટ નાઈટ પાર્ટીઓથી દૂર રહો. વ્યવસાય ક્ષેત્રે પરિવારના જૂના સભ્યનો સહયોગ પ્રાપ્ત થશે અને તે ઉપયોગી સાબિત થશે. ખેલાડીઓને આજે જીત મળશે. વિજાતીય વ્યક્તિ અને વડીલના કારણે નસીબ તરફથી સારું ફળ મળશે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા અર્ચના કરો.

    માસ્ટર કલર: ટીલ

    શુભ દિવસ: સોમવાર

    શુભ રંગ: 3

    દાન: બાળકોને પીળા કલરની પેન્સિલનું દાન કરો

    નંબર 8 - પૈસા કમાવા માટે શોર્ટકટ રસ્તાનો ઉપયોગ ના કરશો. જવાબદારી લેવાને કારણે આજનો દિવસ ખૂબ જ બિઝી રહેશે. જો કોઈ ઓફર મળે તો તેની સાથે જોડાઈ જવું વધુ યોગ્ય રહેશે. તમારી આસપાસ તમામ લોકો વફાદાર હોવાથી લીડરશીપનો આનંદ લો. સ્વસ્થ જીવનશૈલી પાળવાનો અને પરિવાર સાથે સમય પસાર કરવાની જરૂર છે. ઘરનું કામકાજ કરતા લોકો પ્રત્યે દયા રાખો.

    માસ્ટર કલર: વાયોલેટ

    શુભ દિવસ: શુક્રવાર

    શુભ રંગ: 6

    દાન: ગરીબોને કાળી દાળનું દાન કરો

    નંબર 9 - માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરો. સામાજિક કાર્યને કારણે તમને લાભ થઈ શકે છે. આ કારણોસર હંમેશા દયાળુ બનો. આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. આજના દિવસે તમારો ઉદ્દેશ્ય પૂર્ણ કરવાની કોશિશ કરો. આર્થિક લાભ અને સંપત્તિની નોંધણી થવાની સંભાવના છે.

    માસ્ટર કલર: લાલ

    શુભ દિવસ: મંગળવાર

    શુભ રંગ: 9

    દાન: લાલ રૂમાલનું દાન કરો

    આજના દિવસે જન્મેલી હસ્તીઓ: તરુણ સાગરજી, સુરેશ ગોપી, કુણાલ કપૂર, બંકિમ ચંદ ચેટર્જી, અર્જુન કપૂર
    First published:

    Tags: Astrology, Horoscope, Numerology, Numerology Suggestions

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन