Home /News /dharm-bhakti /

Numerology 26 April : કળાક્ષેત્રે સંકળાયેલા લોકો થશે માલામાલ, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ?

Numerology 26 April : કળાક્ષેત્રે સંકળાયેલા લોકો થશે માલામાલ, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ?

સંખ્યાઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : કળાક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે નામ, ખ્યાતિ, ભાગ્ય અને  પૈસા ખુબજ પ્રમાણમાં મેળવશે. શેર બજારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ લાભકારી રહેશે.

  માસ્ટર કલર : મરુન

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9 અને 6

  દાન: નાની બાળાઓને સફેદ રૂમાલનુ દાન કરવું  નંબર 2 : સિનિયર અધિકારીઓએ સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સાંભળીને કરવો, જે તમારી ભવિષ્યમાં તમારી નોકરી પર અસર કરશે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખુબજ સારી રીતે પસાર થશે.

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 7

  દાન: વૃદ્ધાશ્રમમાં તેલનું દાન કરો

  આ પણ વાંચો: Astrology: મે મહિનામાં આ 5 રાશિના જાતકો પર ધન કુબેર વરસાવશે કૃપા, જાણો આપની રાશિ છે ને?

  નંબર 3 : આજે  તમારા ઇષ્ટદેવના નામના સ્મરણ સાથે દિવસની શરૂઆત કરવી. મહિલા વર્ગ પોતાના વ્યવસાયમાં ઘણો લાભ મળતો અનુભવશે. નાના એકમો ને આજે આર્થિક લાભ મળતો જણાશે

  માસ્ટર કલર : નારંગી

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 8

  દાન: તાંબાના વાસણનું દાન કરવું  નંબર 4 :  આજે સમગ્ર દિવસ દરમ્યાન તમે દરેકના ધ્યાન આકર્ષિત કરશો. આજે તમે તમારી મહેનત અને કુશળતાને કારણે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકશો

  માસ્ટર કલર : સ્કાય બ્લૂ

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર :  1 અને 5

  દાન: મનિરમા પીળા ફળનું દાન આપવું  નંબર 5 :  આજે તમારા શિરે ઘણી મહત્વની જવાબદારીઓ આવશે પરંતુ તમે તેને હોંશે હોંશે પૂર્ણ કરશો. આજે તમામ ટાર્ગેટ સમયસર પુર્ણ થશે અને તમે આનંદિત મહેસુસ કરશો

  માસ્ટર કલર : સ્કાય બ્લૂ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6 અને 2

  દાન: બાળકોને બ્લૂ પેન્સિલ કે પેન નું દાન કરવું  નંબર 6 : કારકિર્દીમાં અચાનક જ સુખદ વણાંક આવતા જણાશે, આજે મનગમતી વ્યક્તિ સાથે શોપિંગનો આનંદ માણી શકશો. આજે જૂના નજીકના મિત્ર સાથે મુલાકાત થઈ શકશે.

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: લીલા છોડનું દાન કરવું


  આ પણ વાંચો: સૂર્ય-રાહુની ખતરનાક યુતિથી થશે વર્ષનું પહેલું ગ્રહણ, 30 દિવસ સુધી આ રાશિઓ પર ‘ગ્રહણ યોગ’નો રહેશે પ્રભાવ
  નંબર 7
  : તમારી યોજનાઓને આજે અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ છે. યુવાન લોકોએ ખરાબ સંગતોથી દૂર રહેવું. વ્હાના ધ્યાનપૂર્વક ચલાવવું

  માસ્ટર કલર : ટીલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: ગરીબોમા શાકાહારી ભોજનનું દાન કરો

  નંબર 8 : સંવાદના અભાવના લીધે આજે તમારા નજીકના સબંધો પર અસર થઈ શકશે. કળા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખુબજ લાભકારી રહેશે.

  માસ્ટર કલર : બ્રાઉન

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: આશ્રમમાં નારંગી ફળનું દાન કરવું

  નંબર 9 : મહિલા વર્ગ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે જેથી તે ઘરે કે કામ કાજની જગ્યાએ સૌને પોતાની આવડતથી પ્રસન્ન કરી શકશે. વાલીઓને પોતાના બાળકો ની સફળતાથી ખુશીઓ મળશે

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 2 અને 6

  દાન: ગરીબોને મીઠાનું દાન કરવું
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર