Home /News /dharm-bhakti /

Numerology 24 July : જુઓ આજનો દિવસ કોના માટે શુભ છે અને શેનું દાન કરવાથી મળશે સફળતતા

Numerology 24 July : જુઓ આજનો દિવસ કોના માટે શુભ છે અને શેનું દાન કરવાથી મળશે સફળતતા

નંબરોલોજી

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1

  ભવિષ્યમાં આગળ વધવા માટે નવી તક અનુસાર પોતાના વિચારોને ઢાળવા જરૂરી છે. ધનની લેવડ દેવડ માટે આજનો દિવસ કઠિન હોવાના કારણે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. તમામ બાબતે પ્રેક્ટીકલ થવું જરૂરી છે અને પાર્ટનરશીપ ન કરવી જોઈએ. તમને સોશિયલ સપોર્ટ મળી શકે છે, જે કાયદાકીય અથવા અધિકૃત બાબતોનું નિવારણ લાવી શકે છે. ડિઝાઈનર, ખેલાડી, એક્ટર, બિલ્ડર અને નેતાઓએ નવો પ્રોજેક્ટ સ્વીકારતા પહેલા બે વાર વિચારવું જોઈએ નહીં તો બદનામી થઈ શકે છે. લોકોમાં આકર્ષણ જમાવવા માટે ચામડાની વસ્તુનો ઉપયોગ ના કરવો જોઈએ. ભગવાન સૂર્યની પૂજા કરો અને તેમના મંત્રનો જાપ કરીને તેમના આશીર્વાદ મેળવો.

  માસ્ટર કલર: યલો અને બ્લ્યૂ

  શુભ દિવસ: રવિવાર

  શુભ અંક: 9

  દાન: મંદિરમાં કંકુનું દાન કરવું.

  નંબર 2

  આજનો દિવસ સમૃદ્ધિથી ભરપૂર છે. ગૃહિણીઓએ સભાનું આયોજન કરવું જોઈએ અને મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવું જોઈએ. એકલા હાથે વ્યવસાય કરવા કરતા ભાગીદારી પેઢીમાં વધુ સફળતા મળશે. જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે ઘર અને પરિવારની જવાબદારી લેવી જોઈએ. તમારી પ્રેમની લાગણીઓને લગ્નજીવનમાં પરિવર્તિત કરવાનો આજનો દિવસ ખૂબ જ રોમેન્ટીક છે. વ્યવસાય ક્ષેત્રે કરેલી કમિટમેન્ટ પૂર્ણ થવામાં સમય લાગશે. મોટી કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરવાનો સમય છે. ટ્રાવેલ કરવાનું ટાળવું જોઈએ. રાજકારણીઓ, વકીલો, છૂટક વેપારી, ડોકટરો અને જ્વેલર્સે કાગળો પર સહી કરતા સમયે સાવચેતી રાખવી જરૂરી છે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 2 અને 6

  દાન: મંદિરમાં અથવા જરૂરિયાતમંદોને દહીંનું દાન કરવું.

  નંબર 3

  તમારી ક્રિએટિવિટી, ફ્લેક્સિબિલિટી, એકેડમીક નોલેજ, શારીરિક દેખાવ અને તમારા શબ્દોના કારણે લોકો તમારા તરફ આકર્ષિત થાય છે. આજે ખાસ કરીને અંગત જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે. જ્યારે તમે તમારા વ્યક્તિત્વને આકર્ષક અને મોહક રૂપે રજૂ કરશો, ત્યારે તમારું નસીબ તમારો સાથ આપશે. યોગા ટીચર, માર્કેટિંગ અને વેચાણ ક્ષેત્રે સંકળાયેલા લોકો, સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, રાજકારણીઓ, એક્ટર, કલાકાર, ગૃહિણીઓ અને લેખકોની કારકિર્દીમાં આજે લાભ થશે. કપાળ પર ચંદન લગાવીને દિવસની શરૂઆત કરો.

  માસ્ટર કલર: લાલ અને બ્લ્યૂ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ અંક: 3 અને 1

  દાન: મંદિરમાં પીળા ચોખાનું દાન કરવું.

  નંબર 4

  તમે સિસ્ટમને સંપૂર્ણપણે ફોલો કરો છો. સરકારી અથવા વિશાળ બ્રાન્ડ્સ સાથે કામ કરતા સમયે તમે હંમેશા આનંદમાં રહેશો. નવા સ્ત્રોતો અથવા નવીન આઈડિયાથી પૈસા કમાવવાનો દિવસ છે. તમારો મિત્ર અથવા બોસ જે પણ ઓફર કરે તેનો સ્વીકાર કરો. અનાજનું દાન કરવાથી લોકોના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. બ્રોકર્સ, બાંધકામ, મશીનરી, મેટલ્સ, સોફ્ટવેર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકોએ કરાર ન કરવા જોઈએ.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ અંક: 9

  દાન: મંદિરમાં શ્રીફળનું દાન કરવું.

  નંબર 5

  તમારે ફિટનેસ ક્ષેત્રે જાગૃત થવાની જરૂર છે, જે માટે સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવું જોઈએ. સોશિયલ નેટવર્કના કારણે આજે તમને ખ્યાતિ મળશે અને કારકિર્દી આગળ વધશે. કોઈપણ બાબતે મૂંઝવણમાં ના પડશો, તમારી ઈચ્છા અનુસાર સંપત્તિમાં રોકાણ કરવાનો નિર્ણય લો. સ્પોર્ટ્સમેન અને ટ્રાવેલર્સે સારી તકની રાહ જોવી પડશે. મીટિંગમાં નસીબ જોર કરે તે માટે લીલા કલરના કપડા પહેરો. આજનો દિવસ સારો પસાર થાય તે માટે આળસ કરવાનું ટાળવું જોઈએ.

  માસ્ટર કલર: લીલો અને સફેદ

  શુભ દિવસ: બુધવાર

  શુભ અંક: 5

  દાન: મંદિરમાં અથવા મિત્રને તુલસીના છોડનું દાન કરવું.

  નંબર 6

  આજના દિવસે ફ્લેક્સિબલી કામ કરો. તમારા વ્યક્તિગત જીવનને આજે પરિપૂર્ણ કરવું મુશ્કેલ લાગે છે. આજે ઘરેથી કામ કરો અથવા ઓનલાઇન કામ કરવું જોઈએ. એક ટીમ લીડર, કોમ્યુનિટી લીડર, અને અપ્રિસીએશનના ભાગરૂપે તમે ખૂબ જ નસીબદાર છો. સ્પોર્ટ્સમેન, સંરક્ષણ અધિકારીઓ, સોફ્ટવેર એન્જિનિયરો, ગૃહિણીઓ, શિક્ષકો, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ માટે આજનો દિવસ શુભ છે.

  માસ્ટર કલર: બ્લ્યૂ અને પીળો

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: આશ્રમમાં સ્ટીલના વાસણનું દાન કરવું,

  નંબર 7

  હંમેશા નમતા રહેતા શીખવું જોઈએ અને બીજાની લાગણીઓને સમજવી જોઈએ. જો કોઈ વ્યક્તિ સૂચન આપે તો તે સૂચનોને સ્વીકારવા જોઈએ. તમે નાના ગૃપ સાથે કામ કરવાનું પસંદ કરો છો, કામ માટે આજે તમને અન્ય સાથીઓની જરૂરિયાત રહેશે. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તમારા બોસને ઈમ્પ્રેસ કરી શકશો. લગ્નજીવનમાં વિશ્વાસ અને આદર રાખવાથી સંબંધો વધુ મજબૂત બનશે. કોઈપણ પ્રકારની રાહ જોયા વગર અને ઓડિટ વગર આજે દસ્તાવેજો પર સહી કરી શકો છો. મોટીવેશન, ઓકલ્ટ વિજ્ઞાન, આધ્યાત્મિક શાળાઓ, ખેતી, અનાજ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ ઉત્તમ છે. જ્યાં સુધી જીભ પર મિઠાશ રાખવામાં આવશે ત્યાં સુધી બિઝનેસ રિલેશન જળવાયેલા રહેશે.

  માસ્ટર કલર: ઓરેન્જ અને બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 7

  દાન: આશ્રમમાં પુસ્તક અને સ્ટેશનરીનું દાન કરવું.

  નંબર 8

  ગુસ્સો ઓછો કરવા માટે સ્ટ્રીટ પ્રાણીઓની સેવા કરવી જોઈએ. બ્રાન્ડ જેટલી મોટી હશે તેટલી તમારી વૃદ્ધિ પણ થશે. નવી તક અને નવા સંબંધો બનાવતા સમયે હંમેશા સાવચેત રહેવું જોઈએ. તમારી મહત્વાકાંક્ષાને કારણે તમારા સપના પૂર્ણ થાય છે. તમારી સાથે જે સિનિયર વ્યક્તિ કામ કરે છે તેમની સલાહ લઈને કામ કરવું જોઈએ. વેપારમાં લેવડ-દેવડ કરવાથી સફળતા મળશે. કૌટુંબિક કાર્યક્રમો અથવા મિત્રની પાર્ટીમાં હાજર રહીને આજનો દિવસ પસાર થઈ શકે છે. સોશિયલ નેટવર્ક અને લવ રિલેશનમાં વિશ્વાસ હોવો જરૂરી છે. આજના દિવસે દારૂ પીવાનું અને નોન વેજ ખાવાનું ટાળવું.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: પશુઓને પીવાના પાણીનું દાન કરવું.

  નંબર 9

  તમારા હાથમાં નાળાછડી પહેરો અને મંગળ ગ્રહની ઊર્જા વધારવા માટે મોબાઈલ કવર લાલ કલરનું રાખો. સમસ્યાઓનો અંત આવતો હોવાને કારણે આજે તમે વધુ રિલેક્સ રહેશો. શિક્ષણ, કાયદો, કાઉન્સેલિંગ અને ફાઇનાન્સ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે. વ્યવસાય અથવા નોકરીમાં એક સારી પોસ્ટ મેળવવા માટે તથા જૂના મિત્રો અથવા સાથીઓ સાથે કોન્ટેક્ટ કરવાનો આજે શુભ દિવસ છે. આજના દિવસની શરૂઆત લાલ કપડા પહેરીને કરવી જોઈએ. તમારા લગ્નની યોજના પરિવાર સાથે શેર કરવી જોઈએ જેથી ભવિષ્યમાં તેમનો સપોર્ટ મળી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી છે અને શાકાહારી ભોજનનું સેવન જ કરવું જોઈએ.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ અંક: 9 અને 6

  દાન: ગરીબોને તરબૂચનું દાન કરવું.

  KTR, મનોજ કુમાર, અઝીમ પ્રેમજી, પંકજ અડવાણી, કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈના રોજ થયો છે.
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन