Home /News /dharm-bhakti /

Numerology 24 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો આજનો દિવસ ? પુણ્ય મેળવવા શું કરશો દાન?

Numerology 24 April : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો આજનો દિવસ ? પુણ્ય મેળવવા શું કરશો દાન?

જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, ભાગ્ય ચમકાવવા કરો આ વસ્તુનું દાન

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ આજે પૂર્ણ થતી જણાય. પ્રેમીઓમાં ચાલતા અણબનાવનો અંત આવશે અને પ્રેમ વધશે

    માસ્ટર કલર : પીળો

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: મંદિરમાં પીળો કાપડનું દાન કરવું



    નંબર 2 : પ્રેક્ટિકલ વિચાર અને સરળ ભાષા તમારા માટે સફળતાના દ્વાર ખોલી દેશે. કાયદાકીય મેટર પૈસા અને તમારા સંપર્કો થકી પાર પડશે.

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 7

    દાન: જરૂરિયાતમંદને અનાજનું  દાન કરો



    નંબર 3 : ધંધા કે નોકરીમાં આવતા અવરોધોને તમારા મજબૂત સંપર્કો દ્વારા ટાળી શકો છો. લગ્ન લાયક યુવાનો માટે સારા સબંધો આવી શકે છે.

    માસ્ટર કલર : કેસરી

    શુભ દિવસ : શનિવાર

    લકી નંબર : 7

    દાન: તાંબા કે તાંબાના ટુકડાનું દાન કરવું



    નંબર 4 :  આજનો દિવસ ખૂબ જ આરામદાયક રીતે પસાર થશે. તમારા પ્રિયજનને કરેલા વાયદાઓ આજે પૂર્ણ થશે

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: સફેદ વસ્ત્રનું દાન કરો



    નંબર 5 : આર્થિક રીતે આજે આપનો દિવસ ઘણો મજબૂત છે. વ્યાપારમાં પણ સારો દેખાવ કરી શકશો. મોટા ભાગનો સમય આજે માર્કેટિંગમાં પસાર થશે.

    માસ્ટર કલર : સ્કાય બ્લૂ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબોને અનાજનું દાન આપો



    નંબર 6 : તમારા સાથી કર્મચારીઓ કે નજીકના લોકો આજે તમારો વિશ્વાસ તોડી શકે છે માટે સાવધાન રહેવું. મિટિંગ કે ઇન્ટરવ્યુ પર વાદળી રંગના કપડાં પહેરવા આજે લાભકારીઓ રહેશે.

    માસ્ટર કલર :  લીલો

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: અનાથાશ્રમમાં ફળનું દાન કરો



    નંબર 7 : આપની આસપાસથી જ્ઞાન મેળવવાનો અને જ્ઞાન આપવાનો દિવસ છે. જૂના મન દુ:ખ ભૂલીને આજે ફરીથી સબંધો મજબૂત કરો જે ભવિષ્યમાં આપને સારો લાભ આપી શકશે.

    માસ્ટર કલર : પિચ

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 9

    દાન: મહિલાઓને હળદરનું દાન કરો



    નંબર 8 : આજે આપને બધી જ બાજુથી સફળતા મળતી જણાશે. લોકોની ઈર્ષાથી બચવા માટે તમારા ઇષ્ટદેવનું સમરણ કરવું લાભકારી રહેશે.

    માસ્ટર કલર : પીળો અને વાદળી

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 1

    દાન: મંદિરમાં સૂર્યમૂખીના તેલનું દાન કરો



    નંબર 9 : સબંધો સાચવવા માટે આજે તમારા ઘણો સંયમ રાખવો પડશે. વધુ પડતાં વાદ-વિવાદમાં ઊતરવું નહીં. સફેદ કપડાં પહેરવા આજે તમારા માટે લાભકારી સાબિત થશે

    માસ્ટર કલર : સફેદ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: ભિક્ષુકોને આજે દૂધનું દાન કરો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર