Numerology Suggestions 24 May: આ આંકના લોકોની નામનામાં થશે વધારો, જાણો તમારે શું દાન કરવાની જરુર છે?
Numerology Suggestions 24 May: આ આંકના લોકોની નામનામાં થશે વધારો, જાણો તમારે શું દાન કરવાની જરુર છે?
આ આંકના લોકોની નામનામાં થશે વધારો, જાણો તમારે શું દાન કરવાની જરુર છે?
Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ
નંબર 1: તમે આજે તમારા વ્યક્તિત્વની વિશેષતા અને જીવન માર્ગ વચ્ચે ઝોલા ખાશો તેથી તમારે તમારી યોજનાઓ વિરુદ્ધમાં જીવન જીવવાની ફરજ પડશે. તમારું શાણપણ જ તમારા દરેક નિર્ણયને સચોટ બનાવશે. આજે તમે તમારા કાનૂની અથવા ઓફિશિયલ મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરી શકે તેવા વ્યક્તિને મળશો. અભિનેતાઓએ નવી ઑફર્સ નકારી જોઈએ કારણ કે તેમાં છેતરપિંડીનો ભય રહેલો છે. આકર્ષણ વધારવા ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો. સૂર્યદેવની આરાધના કરો અને તેમના આશીર્વાદ હંમેશા લેવા.
માસ્ટર કલર : વાદળી અને પીળો
લકી દિવસ : રવિવાર
લકી નંબર : 3
દાન: આશ્રમોમાં કેસરની મીઠાઈઓનું દાન કરો
નંબર 2 : બજારમાં તમારી મજબૂત બ્રાન્ડ અને પ્રામાણિક નામને કારણે કાયદાકીય દાવાઓ જીતી જશો અને તમે જે ઈચ્છો છો તે તમને પ્રાપ્ત થશે. જીવનમાં સંતોષ લાવવા માટે આજે ઘર અને કુટુંબની જવાબદારી લેવી જ જોઇએ. તમારી લાગણીઓને વાસ્તવિકતામાં બદલવા માટેનો આજનો રોમેન્ટિક દિવસ છે. બિઝનેસ કમિટમેન્ટ સરળતાથી પૂર્ણ થશે. મોટી કંપની સાથે ભાગીદારીમાં પડવાનો આ શ્રેષ્ઠ સમય છે. દલીલો ટાળો. રાજકારણીઓ, રિટેલ વેપારીઓ, શિક્ષણવિદો , ડોકટરો અને જ્વેલર્સોએ કાગળો પર સહી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ
માસ્ટર કલર : સ્કાય બ્લુ
લકી દિવસ : સોમવાર
લકી નંબર : 2 અને 6
દાન : મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદને ચાંદીનો સિક્કો દાન કરો
નંબર 3 : પ્લાન બનાવવા અને તેને અમલમાં મૂકવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આજનો દિવસ સંપૂર્ણપણે તમારી તરફેણમાં રહેશે તેથી આનંદ કરો અને આરામ કરો. થિયેટરના કલાકારો માટે નવી ઈનિંગની રાહ જોઈ રહી છે. નવા રસ્તે તમને નવા સંબંધ પણ મળશે. ભાગ્ય સાથ આપશે પરંતુ યાદ રાખો કે વર્તમાન સમય ધીરજ અને સકારાત્મકતા પણ માંગી લેશે. મ્યુઝિશિયન, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકો વ્યક્તિગત જીવનમાં વિશેષ જાહેરાત કરે તેવી શક્યતા છે. સ્ત્રીઓએ દિવસ શરૂ કરતા પહેલા કુમકુમ લગાવવું જોઈએ.
નંબર 4 : નવી તકોને બે હાથેથી વધાવી લો. ધાબળાનું દાન કરવાથી જાદુઈ રિટર્ન મળશે. બાંધકામ, મશીનરી, ધાતુ, સોફ્ટવેર અને દલાલી જેવા બિઝનેસોમાં આજે કોન્ટ્રાકટ પર હસ્તાક્ષર કરવાનું ટાળવું. આધ્યાત્મિકતા આજે તમારા જીવનને ભરી દેશે, સાથે સાથે ગૌરવવંતા માતા-પિતા હોવાનો પણ સુંદર અનુભવ થશે. સ્પોર્ટસમેને પડકાર સ્વીકારવો જોઈએ કારણ કે તે અંતે તમને સફળતા અપાવશે.
નંબર 5 : પરિવાર, મિત્રો, બોસ, સહકર્મીઓ પાસેથી આજે ભરપુર સહકાર મળશે. જોકે જેમ-જેમ દિવસ પસાર થશે તેમ તમે મૂંઝવણ અનુભવશો તેથી મિલકતના રોકાણ અંગેના મોટા નિર્ણયો લેવાનું આજના દિવસે ટાળવું. સ્પોર્ટ્સમેન અને ટ્રાવેલર્સ માટે બેસ્ટ દિવસ છે. મીટિંગમાં નસીબ વધારવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરો. જો તમે પ્રેમ સંબંધોમાં ગંભીર છો તો જીવનસાથી સાથે પારદર્શિતા જાળવવી જોઈએ કારણ કે શંકા-કુશંકા મુશ્કેલી સર્જી શકે છે.
નંબર 6: ટૂંક સમયમાં ન્યાય મળી શકે છે. તમને તમારા સિવાય બીજું કોઇ શાંતિ આપી શકશે નહી, એ વાત યાદ રાખવા જેવી છે. આ સાથે જ ઘણી જવાબદારીઓ સરળતાથી ઓછી થઇ જશે. જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો માટે પોતાની કુશળતા દર્શાવવા માટેનો દિવસ છે. એક પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે માર્ગદર્શન આપી શકે છે, જે તેમના જીવન માટે અનુકુળ નીવડી શકે છે.
માસ્ટર કલર: વાદળી અને સમુદ્ર લીલો
લકી દિવસ: શુક્રવારનો
લકી નંબર 6
દાન: કૃપા કરીને આશ્રમને સ્ટીલના પાત્રનું દાન કરો
નંબર 7: તમારા ભૂતકાળમાંથી બહાર આવો અને બદલાની લાગણીને ભૂલી જતા શીખો. પોતાના દુ:ખનું કારણ દૂર કરવું હવે જરૂરી લાગી રહ્યું છે. નોકરીયાત લોકો કાર્યસ્થળ પર બોસ અથવા વડીલો સાથે ચર્ચા કરવાનું ટાળો. કપલ વચ્ચે પોતાની પ્રામાણિકતાના કારણે સન્માન મળશે. આજે દસ્તાવેજો પર વિશ્વાસ કરવાની જરૂર નથી કારણ કે દિવસને ઓડિટની જરૂર છે. ડોક્ટર, આધ્યાત્મિક શાળાઓ, ખેતી, અનાજમાં કામ કરનાર લોકો માટે આ એક ઉત્તમ દિવસ છે. તમે લાગણીશીલ નહી રહો ત્યાં સુધી જ વ્યવસાયિક સંબંધો સ્વસ્થ રહેશે.
નંબર 8: તમારી જીદને બાજુ પર રાખીને વ્યવસાય/ નોકરી-ધંધામાં આગળ વધો કારણ કે, રસ્તામાં ઘણી તકો દેખાઇ રહી છે. ઓછી મહેનતે તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી શકશો. તમારી સાથે કોઈ વરિષ્ઠ માર્ગદર્શક તરીકે કામ કરતુ હોય તો તેને અનુસરો. વ્યવસાયમાં વ્યવહારો સફળ થશે. આજે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. આજે મુસાફરી ટાળો. આધ્યાત્મિકતા અને પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધારવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ.
નંબર 9: કોઇ તમારી સાથે ખરાબ કરશે તો તેનાથી તમે દુ:ખી થઇ શકો છો. શિક્ષણ, કાયદો, કાઉન્સેલિંગ અને ફાઇનાન્સ ઉદ્યોગના લોકો જીવનમાં પ્રગતિ જોઇ શકશે. કલાકારો માટે આશાઓથી ભરેલો દિવસ કહી શકાય. નોકરીમાં સત્તા મેળવવા માટે જૂના મિત્રો અથવા સાથીઓનો સંપર્ક કરવા માટે સારો દિવસ છે. દિવસની શરૂઆત લાલ વસ્ત્ર પહેરીને કરો. તમારા લગ્નની યોજના પરિવાર સાથે શેર કરવાનો દિવસ છે કારણ કે તેમનો સપોર્ટ તમારા ભવિષ્યને સરળ બનાવશે. ક્રોધ પર નિયંત્રણ રાખો અને ભોજનમાં પાંદડાવાળા અને ખાટાં શાકભાજીને અપનાવો.