Home /News /dharm-bhakti /

Numerology 21 July 2022: આ લોકોને મીઠી વાણી બોલવાથી લાભ થઈ શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology 21 July 2022: આ લોકોને મીઠી વાણી બોલવાથી લાભ થઈ શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1-

  પરિવારના વડીલની મદદથી જૂની સંપત્તિ વિશેનું નિરાકરણ આવી શકાય છે. હાલનો સમય સંપત્તિ ખરીદવા માટે નહીં પરંતુ સંપત્તિ વેચવા માટે અનુકૂળ છે. રમત ગમતમાં જીત મળવાની પ્રબળ સંભાવના રહેલી છે. શાળા, કલા નિર્માણ ક્ષેત્રે, સોનુ, ઈલેક્ટ્રોનિક્સ, કૃષિ ક્ષેત્રે ઉચ્ચ લાભ થઈ શકે છે. આજે સૂર્યાસ્ત પહેલા મહત્વપૂર્ણ અસાઈનમેન્ટ પૂરું કરી લેવું જોઈએ.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: રવિવાર

  શુભ અંક: 1

  દાન: આજે મંદિરમાં હળદરનું દાન કરવું જ જોઈએ

  નંબર 2-

  તમારા ઈનોસેન્ટ સ્વભાવને કારણે તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. કાયદાકીય વિવાદોનું યોગ્ય રીતે નિરાકરણ આવી શકશે. આજે કોઈ વ્યક્તિ તમારા માન સન્માનને ઠેસ પહોંચાડી શકે છે આ કારણોસર તમારે સાવચેત રહેવાની જરૂર છે. મહિલાઓ અને વિદ્યાર્થીઓએ પબ્લિક મંચ પર આવવું જોઈએ અને લોકપ્રિયતા મેળવવી જોઈએ. આયાત નિકાસ, વેપાર યાત્રા, એરલાઈન્સ, રમત ગમત, રિટેઈલ, મેડિકલ અને રાજનીતિ ક્ષેત્રે સંકળાયેલા લોકોને લાભ થઈ શકે છે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 2

  દાન: મંદિરમાં દૂધ અથવા તેલનું દાન કરવું જોઈએ

  નંબર 3-

  આજે લીડર તરીકે કામ કરો અને તમામ બાબતે જીત મેળવો. તમારા આસપાસના લોકો તમારા ટેલેન્ટને કારણે તમારાથી ઈર્ષાનો અનુભવ કરી રહ્યા છે. આ કારણોસર તમારે રોજ સાંજે દૂધ અને પાણીથી સ્નાન કરવું જોઈએ. કાર્યસ્થળ પર સફળતા મળી શકે છે. તમારા જ્ઞાન અને વાણીથી લોકો પ્રભાવિત થશે. આજે જે પણ નિર્ણય લેવામાં આવશે તે તમારા પક્ષમાં રહેશે. જો તમે મ્યુઝિશિયન, બેન્કર અથવા લેખક છો તો આજે તમને રોકાણમાં ફાયદો થઈ શકે છે. જે લોકો પ્રેમ કરે છે તેમણે દિલ ખોલીને પોતાની વાત રજૂ કરવી જોઈએ. સરકારી અધિકારીઓને લેવડ દેવડમાં ફાયદો થશે. ગુરુના નામનો જાપ જરૂરથી કરવો જોઈએ. આજનો દિવસ શરૂ કરતા પહેલા કપાળ પર ચંદનનો ચાંદલો કરો.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ અંક: 3 અને 1

  દાન: બાળકોને પેન અથવા પેન્સિલનું દાન કરવું જોઈએ

  નંબર 4-

  આજે તમને તમારી મહેનતનું ફળ મળશે. હાલ તમારી પાસે આરામ કરવાનો સમય નથી સારા ભવિષ્ય માટે મહેનત કરો. ખાસ કરીને રમતગમત, રાજકારણ અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મુસાફરી કરવા માટેનો આજનો દિવસ શુભ છે. કન્સ્ટ્રક્શન અથવા શેરબજારના બિઝનેસમાં વૃદ્ધિ થશે. મીડિયા, મેટલ, મેડિકલ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે નવી તક પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ અને માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલા પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. આજના દિવસને નોનવેજનું સેવન ના કરવું જોઈએ.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શનિવાર

  શુભ અંક: 9

  દાન: ભિખારીઓને કપડાનું દાન કરવું જોઈએ

  નંબર 5-

  આજે તમને નવી ઓફર્સ મળી શકે છે. જે તમારી પ્રોફાઇલને પ્રમોટ કરશે, આ કારણોસર આ ઓફર સ્વીકારી લેવી જોઈએ. જૂનો મિત્ર અથવા સંબંધી તમને મદદ કરવા માટે આગળ આવી શકે છે, તમારે તેની મદદ લેવી જોઈએ. બેંકર્સ, સ્પોર્ટ્સમેન, અભિનેતાઓ અને રાજકારણીઓને તેમનું નસીબ સાથ આપશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ મળશે.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ અંક: 5

  દાન: લીલા પત્તાદાર શાકભાજીનું દાન કરવું જોઈએ

  નંબર 6-

  તમારા મદદ કરવાના સ્વભાવને કારણે લોકો તમને પસંદ કરે છે, આ કારણોસર તમારા દુશ્મનો પણ ઊભા થઈ રહ્યા છે. કૌટુંબિક કાર્યોમાં હાજરી આપવા, પ્રેમની લાગણી વ્યક્ત કરવા, ટ્રાવેલ કરવા, સ્કીલ રજૂ કરવા, પ્રેઝન્ટેશન કરવા માટે આજનો દિવસ શુભ છે. બાળકો અને લાઈફ પાર્ટનર સાથે સમય પસાર કરવા માટે આજનો દિવસ શુભ છે. જો વિઝા માટે રાહ જોઈ રહ્યા હોવ તો તમારે તેનું ફોલો અપ લેવું જરૂરી છે. જો તમે નવી ફેક્ટરી સ્થાપવા માટે મિલકત શોધી રહ્યા હોવ તો આજે તમારી રાહનો અંત આવી શકે છે. અભિનેતાઓ અને મીડિયાના ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: ટીલ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: ગરીબોને સફેદ મિઠાઈનું દાન કરવું જોઈએ

  નંબર 7-

  તમે તમારા કાર્યોને સારી રીતે જજ કરી શકો છો, તેથી તમારો વિજય તમારા હાથમાં છે. કાયદાના દાવપેચ માટે તમારી બુદ્ધિમતા અને વિશ્લેષણની માંગ છે. તમારા ભાગ્યને કારણે તમને રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે વિજય પ્રાપ્ત થઈ શકે છે. સંબંધોમાં વધુ રોનક આવશે. વિજાતીય પાત્રના કારણે તમારું ભાગ્ય ખુલી શકે છે. ગુરુ મંત્રનો જાપ કરવો. રાજનેતાઓ માટે આજનો દિવસ શુભ છે, આજે મીઠી વાણી બોલવાથી તમને લાભ થઈ શકે છે. આજે માતાપિતાના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 7

  દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરવું જોઈએ

  નંબર 8-

  આજે જ્યાં પણ મહેનતની જરૂર છે ત્યાં તમારી બુદ્ધિમતા અને પંક્ચ્યુઆલિટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમને નાણાકીય લાભ થઈ શકે છે. જો તમે મેન્યુફેક્ચરર છો તો તમારી શાખના કારણે દિવસના અંત સુધીમાં તમને લાભ મળશે. ઉચ્ચ સ્તરનું જ્ઞાન મેળવવામાં વધુ સમય પસાર કરો. સેવાઓ પ્રદાન કરતી વખતે ડોકટરોના કાર્યની સરાહના કરવામાં આવશે. જાહેરક્ષેત્રે સંકળાયેલી વ્યક્તિઓ સાંજ સુધીમાં નાણાકીય લાભ પ્રાપ્ત કરશે. તમારી પાસે સમય ના હોવાથી કૌટુંબિક મેળાવડા માટે કમિટમેન્ટ આપવાનું ટાળવું જોઈએ.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: ગરીબોને તરબૂચનું દાન કરવું જોઈએ

  નંબર 9-

  મહિલાઓ પાસે પરિવારમાં આયકન બનવાની તક છે. આ દિવસ અભિવાદન અને વૃદ્ધિથી ભરેલો છે. સરકારી આદેશો માટે સંપર્ક કરવાનો આજે શુભ દિવસ છે. સ્પોર્ટ્સમેન અને વિદ્યાર્થીઓએ તક મેળવવા માટે આગળ વધવું જોઈએ. મહિલા કલાકારો, ગાયકો, CA, શિક્ષકો, રમતગમત અને હોટેલ ક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે તેમનું નસીબ સાથ આપી શકે છે.

  માસ્ટર કલર: લાલ અને ઓરેન્જ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ અંક: 3 અને 9

  દાન: ઘરકામ કરનારને લાલ મસૂરની દાળનું દાન કરવું જોઈએ

  21 જુલાઈના રોજ જન્મેલા લોકો: સંગ્રામ સિંહ, વરુણ સંદેશ, આનંદ બક્ષી, આશિષ ચૌધરી, શંકર સિંહ વાધેલા.
  First published:

  Tags: Astrology, Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन