Home /News /dharm-bhakti /

Numerology 2nd June: ગાણિતીક અંક પરથી ભવિષ્ય, કોના માટે બે જૂનનો દિવસ શુભદાયી સાબિત થશે?

Numerology 2nd June: ગાણિતીક અંક પરથી ભવિષ્ય, કોના માટે બે જૂનનો દિવસ શુભદાયી સાબિત થશે?

પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1: (1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  તમારા માટે વિશેષ ઊર્જાઓના સંયોજનનું નિર્માણ થયું છે. જીવનમાં તમારે તમારું મન કહે છે, તે પ્રમાણે જ કરવું જોઈએ. ચંદ્રદેવ અને શુક્ર ગ્રહના સહયોગથી સંભવ છે કે, તમે તમારા જીવનનો આનંદ લઈ શકશો, કમાણી કરી શકશો અને કંપનીમાં ટાર્ગેટ પણ પૂર્ણ કરી શકશો. સફળતા પ્રાપ્ત કરવા માટે ઓફિસમાં તમામ સિનિયર સાથે રહીને કામ કરો તથા મીટિંગ કરવાની યોજના પણ બનાવો. ગ્રાહકો અને સંબંધીઓ સાથે સારા સંબંધ રાખવા માટે અને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે આ સારો દિવસ છે. તમારી પર્સનલ લાઈફ માટે આજનો દિવસ ડિપ્લોમેટીક રહેશે. નવું રોકાણ કરવા માટે અને ઉચ્ચ રિટર્ન મેળવવા માટે તમારુ જ્ઞાન લાભદાયી થશે.

  શુભ રંગ: વાદળી

  શુભ દિવસ: રવિવાર

  શુભ અંક: 1

  દાન: દહીંનું દાન કરો

  નંબર : 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  આજનો દિવસ રોમાન્સ, લાગણીઓ, શોપિંગ, દયાથી ભરપૂર છે. તમારે ભગવાન અને ઘરના વડીલોના આશીર્વાદ માટે તેમનો આભાર માનવો જોઈએ. તમે કમ્યુનિકેશન અને ખરીદી સાથે આજના દિવસની શરૂઆત કરી શકો છો. ઉપરાંત આજે ડિપ્લોમેટીક કમ્યુનિકેશન મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. પ્રિયજનો સાથે સમય વિતાવવાનો આ એક ખૂબ જ સારો દિવસ છે. આજના દિવસે તમારા સપના પણ પૂર્ણ થઈ શકે છે તથા આજે સફેદ કપડા પહેરવા વધુ હિતાવહ છે.

  શુભ રંગ: ટીલ

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 2

  દાન: પશુઓને અને જરૂરિયાતમંદોને દૂધનું દાન કરો

  નંબર : 3 (3, 12, 22, અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  સેલ્સ સાથે સંકળાયેલ વ્યક્તિને આજે સારું વળતર મળી શકે છે. સેલ્ફ એક્સપ્રેશન માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે અને વિવાદોનો અંત પણ આણવો જોઈએ. તમામ પ્રકારની અયોગ્ય બાબતોને ભૂલીને સત્ય બોલવું જોઈએ. મિત્ર વર્તુળ સાથે મળવાનો અને તેમને ઈમ્પ્રેસ કરવા માટે આ સૌથી સારો દિવસ છે. જો તમે ટીચિંગ, પબ્લિક સ્પીકિંગ, ડાન્સિંગ, કુકિંગ, ડિઝાઈનિંગ, એક્ટીંગ, માર્કેટીંગ અને ઓડિટીંગ સાથે સંકળાયેલ છો, તો તમે આજે તમારું ટેલેન્ટ પ્રદર્શિત કરી શકો છો. ફાઈનાન્સ અને યોગાના વિદ્યાર્થીઓને સારા ગુણ મળી શકે છે.

  શુભ રંગ: પીચ કલર

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ અંક: 3 અને 9

  દાન : મંદિરમાં હળદરનું દાન કરવું

  નંબર : 4 (4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  ફ્રેન્ડ અને પાર્ટનર સાથે આજનો દિવસ સ્પેન્ડ કરો અને પોતાની લાગણીઓને વ્યક્ત કરો. આજનો દિવસ સ્ટ્રેટેજીથી ભરપૂર છે. આજનો દિવસ તકોથી ભરપૂર હોવાના કારણે ભવિષ્ય માટે મહેનત કરવાથી બચવું જોઈએ. ક્લાયન્ટ સાથેની મીટિંગ ખૂબ જ સારી રહેશે. મોટા ભાગનો સમય પૈસા કમાવા માટેના વિચાર, કસરત, ઓડિટીંગ, કાઉન્સેલિંગ અને માર્કેટીંગમાં પસાર કરવો જોઈએ. જો તમે ઉત્પાદન, મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, એક્ટીંગ, સ્પોર્ટ્સ અને પોલિટીક્સમાં કામ કરવા ઈચ્છો છો તો નવા કોલાબોરેશન અને પાર્ટનર માટે તપાસ કરવી જોઈએ. વ્યક્તિગત જીવન પણ ખૂબ જ સારું રહેશે. મિત્રો સાથે સમય પસાર કરો ઉપરાંત કેસરની મિઠાઈનું સેવન કરવાથી તે લાભદાયી સાબિત થાય છે.

  શુભ રંગ: વાદળી

  શુભ દિવસ: મંગળવાર

  શુભ અંક: 9

  શેનું દાન કરવું જોઈએ: ગરીબોને કપડાનું દાન કરો

  નંબર : 5 (5, 14, અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  પર્સનલ બાબતોને હેન્ડલ કરવા માટે તમે લાગણીથી ખૂબ જ મજબૂત રહેશો. તમે હંમેશા હસતા રહેશો અને રોકાણમાં પણ લાભ થશે. ઈન્ટરવ્યૂ માટે ખુશીથી બહાર જાઓ. મિલકત સાથે સંકળાયેલ નિર્ણય પણ આજે યોગ્ય સાબિત થશે. જે વ્યક્તિઓને ટ્રાવેલ કરવું પસંદ છે તેઓ વિદેશમાં ફરી પણ શકે છે. આજના સમયમાં જીવનશૈલીમાં ડિસીપ્લીન જરૂરી છે. આજે તમે પ્રોફેશનલ અને તમારા જીવનસાથીનો વિશ્વાસ મેળવી શકશો, જેથી તમારું જીવન વધુ મધૂર બની જશે. જૂના મિત્રોને મળવાનો આજનો દિવસ ખૂબ જ સારો છે.

  શુભ રંગ: એક્વા અને લીલો રંગ

  શુભ દિવસ: બુધવાર

  શુભ અંક: 5

  દાન : અનાથને લીલા ફળનું દાન કરો.

  નંબર : 6 (6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  તમે તમારા ઘરમાં દરેક વ્યક્તિના સૌથી વ્હાલા વ્યક્તિ છે, આ કારણોસર તમને વડીલના આશીર્વાદ અને સ્નેહ પ્રાપ્ત થશે. જેથી આજના દિવસે તમામ કર્તવ્યોનું પાલન કરો અને આનંદ પ્રાપ્ત કરો. તમને અનેક અવસર પ્રાપ્ત થશે. પરિવાર અને મિત્રોનું સમર્થન મેળવીને તમને ખૂબ જ સારું લાગશે. ઓફિસમાં પ્રમોશન મેળવવાનો અને પાર્ટનર સાથે વિતાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. બિઝનેસમાં સફળતા માટે નિર્ણય લેવા માટે તમારી પાસે યોગ્ય લાયકાત છે. શેરબજારમાં રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. તમારા સંબંધને વધૂ મજબૂત કરવા માટે રોમાન્ટીક ડેટ તમને ખૂબ જ પસંદ પડશે.

  શુભ રંગ: એક્વા રંગ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: બાળકો અથવા ભિખારીઓને સુગરનું દાન કરો.

  નંબર : 7 (7, 16, અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  તમે પહેલેથી જ ખૂબ એક્ટીવ છો. માનસિક અશાંતિના કારણે તમે આખો દિવસ કન્ફ્યૂઝ રહો છો, આ સમસ્યા બહુ જ જલ્દી પૂર્ણ થઈ જશે. દેવાઓથી બચવા માટે તમે શેરમાં રોકાણ કરી શકો છો. આ દિવસે ટ્રાવેલ કરી શકાય અને બિઝનેસનો ટાર્ગેટ પ્રાપ્ત કરી શકાય છે. મેડિકલ ફિલ્ડ, મીડિયા, એક્સપોર્ટ-ઈમ્પોર્ટ અને રાજકારણ સાથે સંકળાયેલ મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. ઓપોઝિટ જેન્ડરના સૂચનોનો સ્વીકાર કરો. CAની સલાહ લેવાથી ખાતાઓને યોગ્ય રીતે મેનેજ કરવા માટે મદદ મળી શકે છે. લગ્ન માટેના પ્રસ્તાવો પર વિચાર કરવો જોઈએ. ભગવાન શિવના દર્શન કરવાથી અને અભિષેક કરવાથી આજનો દિવસ સફળ રહેશે.

  શુભ રંગ: લીલો રંગ

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 7

  દાન: ગરીબોને લીલા મસાલાનું દાન કરો.

  નંબર : 8 (8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  વેપારમાં તમારી કુશળતા પ્રશંસનીય છે અને સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે આજના દિવસે આ કુશળતાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પૈસાથી ચૂકવણી કરીને કાયદાકીય બાબતોનું સમાધાન કરવામાં આવશે. ઈગોને સાઈડમાં રાખીને તમારે બિઝનેસ ડીલ પૂર્ણ કરવી જોઈએ. વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને દાન કરો તથા ભગવાનનો આભાર વ્યક્ત કરો. પૈસાની લેવડ દેવડ સાથે તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. આ કારણોસર આજના દિવસનો અંત સંતોષકારક રહેશે. સ્વસ્થ રહેવા માટે શાકાહારી ભોજનનું જ સેવન કરો તથા આજના દિવસે વૃદ્ધાશ્રમમાં જરૂરથી દાન કરો.

  શુભ રંગ: વાદળી

  શુભ દિવસ: શનિવાર

  શુભ અંક: 6

  દાન : જરૂરિયાતમંદોને તેલનું દાન કરો.

  નંબર : 9 (9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  તમારા ખર્ચાળ સ્વભાવને નિયંત્રણમાં રાખો. આજના દિવસે નવા પ્રસ્તાવનો સ્વીકાર કરો, નવા સ્થળની મુલાકાત લો, ઈન્ટરવ્યૂમાં ભાગ લો અને નવા ઘરની પસંદગી કરો. જો તમે કોઈને ખૂબ જ પ્રેમ કરો છો તો આજના દિવસે તેને પ્રપોઝ કરો. બિઝનેસ ડીલ ખૂબ જ યોગ્ય રીતે પૂર્ણ થશે. રાજનીતિ, મીડિયા અને શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે વિકાસ થશે. સરકારી અધિકારીઓના સવાલોના જવાબ પણ આપવાના રહેશે. જેથી કામ પ્રત્યે ઈમાનદાર રહો અને સિનિયર વ્યક્તિઓ સામે ઉમદા છાપ ઉભી કરો. વાલીઓને પોતાના બાળક પર આજે ખૂબ જ ગર્વ થશે તથા બિઝનેસમાં ઓપોઝિટ જેન્ડરના કારણે આજે ખૂબ જ લાભ થશે.

  શુભ રંગ: બ્રાઉન

  શુભ દિવસ: મંગળવાર

  શુભ અંક: 9

  શેનું દાન કરવું જોઈએ: બાળકોને બ્લ્યૂ પેનનું દાન કરો

  સોનાક્ષી સિંહા, નીતિશ ભારદ્વાજ, મણિ રત્નમ, સૌદર્ય રાજનનો 2 જૂનના રોજ જન્મ થયો છે.
  First published:

  Tags: Horoscope, Numerology, Numerology Suggestions, Zodiac signs

  આગામી સમાચાર