Home /News /dharm-bhakti /

Numerology 19 June 2022: આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે બિઝનેસ સફળતા?

Numerology 19 June 2022: આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે બિઝનેસ સફળતા?

આંકડાશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  1, 10, 19, અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1- હંમેશા આત્મવિશ્વાસનું સ્તર ઉચ્ચ રાખો અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પોતાના પર હાવી ના થવા દો. વેપાર માટે બહાર જવાની યોજના તૈયાર કરો. તમને તમામ પ્રકારની સુખ સુવિધા અને સમૃદ્ધિ મળશે પરંતુ અંગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન સૂર્ય અને ભગવાન શિવના આશીર્વાદ મેળવો. રોમાન્ટીક લાઈફને સાઈડમાં રાખીને તમારા કામ પર ધ્યાન આપો. ખેલાડીઓને આજે જીત મળી શકે છે. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં ઉત્તર તરફની દીવાલ પર સૂર્યમુખીનું નકલી ફૂલ લગાવો.

  શુભ રંગ: લાલ અને નારંગી

  શુભ દિવસ: રવિવાર અને સોમવાર

  શુભ નંબર: 1

  દાન: સૂર્યમુખી તેલનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2- જો તમારી કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થાય કે જે, તમારા પર રોફ જમાવે. તો એ પરિસ્થિતિમાંથી તાત્કાલિક બહાર નીકળી જવું જોઈએ. તેનાથી તમને ભવિષ્યમાં પરેશાની થઈ શકે છે. કામ અને અંગત જીવનમાં સંતુલન જળવાવું જરૂરી છે. ચાંદનીરાતમાં પોતાનો મુડ ઠીક કરવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. હાલમાં તમને રોકાણ પર કંઈ ખાસ રિટર્ન મળી શકે તેમ નથી. આ કારણોસર ઘર અને કોમર્શિયલ પ્રોપર્ટી મામલે પાછળ હટી જવું જરૂરી છે. જો તમે લિક્વિડ, ઈલેક્ટ્રિક, અનાજ, દાગીના, કેમિકલ, મેડિસિન અથવા આયાત નિકાસનું કામ કરો છો તો તમને ભવિષ્યમાં નફો થવાની સંભાવના છે.

  શુભ રંગ: વાદળી અને પીળો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: ભિખારીઓને દૂધનું દાન કરો

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3- તમારા શાનદાર વ્યક્તિત્વને કારણે તમારી સાથે કામ કરતા લોકો, બોસ અને પાર્ટનર ઈમ્પ્રેસ થઈ શકે છે. આ કારણોસર તમારું કામ સરળતાથી પાર પડી શકે છે. આજના દિવસે ડોક્યુમેન્ટ અને દાગીનાનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે કરેલા કામની સરાહના કરવામાં આવશે અને સન્માન પણ આપવામાં આવશે. બિઝનેસ ડીલમાં માત્ર લેખિત કમ્યુનિકેશન પર જ ધ્યાન આપવું જોઈએ. જો તમે સરકારી અધિકારી અથવા રાજનીતિ સાથે સંકળાયેલા છો તો, આજે તમે જનતાનું ધ્યાન તમારી તરફ ખેંચી શકો છો. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં લખવાનું શરૂ કરતા પહેલા ગુરુમંત્રનો જાપ કરવો જોઈએ. ગુરુ ગ્રહની પ્રબળતા વધારવા માટે પીળા રંગનું ભોજન બનાવો અને પરિવારને આપો.

  શુભ રંગ: નારંગી

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: ગરીબોને દાળનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4- તમને તમારી નાણાકીય યોજના અનુસાર રિટર્ન પ્રાપ્ત થશે અને તમામ નિર્ણય યોગ્ય હશે. સરકારી આદેશોને નજરઅંદાજ કરવા માટે પૈસો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોટાભાગનો સમય મીટિંગ અને પ્રેઝન્ટેશનમાં પસાર કરવો જોઈએ. જો તમે કોઈ કાયદાકીય મામલાઓને પતાવવાની કોશિશ કરી રહ્યા છો તો અન્ય લોકોની સલાહથી સાવધાન રહેવું જોઈએ. અંગત જીવનમાં કેટલીક સમસ્યા પણ આવી શકે છે, જેથી વાતચીત કરતા રહેવું જરૂરી છે. દિવસમાં થોડો સમય કસરત કરવી જરૂરી છે.

  શુભ રંગ: વાદળી અને નારંગી

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: ગરીબોને લીલા અનાજનું દાન કરો

  5, 14અને 13 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5- વર્ક ફ્રોમ હોમ બંધ કરી દેવું જોઈએ અને નોકરી શરૂ કરવી જોઈએ. સેલ્સ પર્સનને સારા પરિણામ મળવાની સંભાવના છે. નવી પરિસ્થિતિ, નવા કાર્યસ્થળ અને નવા કામ માટે તમારે તૈયાર રહેવું પડશે. સીનિયર તમને ઈમોશનલી મૂર્ખ બનાવી શકે છે, જેથી તેમનાથી સાવધાન રહેવું જોઈએ. આજે ઈન્ટરવ્યૂ આપો. લીલા રંગના કપડા પહેરવાથી અંગતરૂપે અને મીટિંગમાં ફાયદો થશે. આજે કોઈપણ પાર્ટી હોય તો કેન્સલ કરી દો અને માંસાહારી ભોજનનું સેવન ના કરો. સંપત્તિ સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં હશે.

  શુભ રંગ: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: વૃદ્ધાશ્રમમાં છોડનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6- તમારે કામ કરવાની રીત બદલવી જોઈએ, આ રીતથી સીનિયરનો તમારા પર અવિશ્વાસ ઊભો થશે. પાર્ટનરની પસંદગી કરવામાં પ્રેક્ટીકલ અને સ્માર્ટ બનો. જો તમારી સાથે તમારા પરિવાર, મિત્રો અને સહકર્મીઓ છે, તો તમે ખૂબ જ નસીબદાર છો. તમામ લોકોની જવાબદારી લેવાથી બચવું જોઈએ. પાર્ટનર સાથે સમય પસાર કરો અને પ્રેઝન્ટેશન આપો. સરકારી ટેન્ડરમાં જોખમ ઉઠાવવા માટે તમારી પાસે મર્યાદિત સમય હશે. તમે વાહન, મોબાઈલ, ઘર ખરીદવાની અથવા નાની ટ્રીપ પર જવાની યોજના બનાવી શકો છો. શેરબજારમાં રોકાણ કરવા માટેનો યોગ્ય સમય છે.

  શુભ રંગ: એક્વા

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  શેનું દાન કરવું જોઈએ: સફેદ સિક્કાનું દાન કરો

  7, 16 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7- સોલાર પાવર, વાસ્તુ, મેડિસિન, અભિનય, ફૂડનો બિઝનેસ કરતા લોકોને આજે ફાયદો થઈ શકે છે. પૈસાની લેવડ દેવડ કરતા સમયે સમજદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. કાયદાકીય ડોક્યુમેન્ટ ફરી એકવાર વાંચી લેવા જોઈએ. આજનો દિવસ વડીલો સાથે પસાર કરો અને તેમની સલાહ અનુસાર કામ કરો. તમારા બોસના સૂચનોને ફોલો કરવા માટે તમારે સમજદારીપૂર્વક કામ કરવાનું રહેશે. સોફ્ટવેર, ડિફેન્સ, ગોલ્ડ, પેટ્રોલ, ઠંડા પીણાનો બિઝનેસ કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે. તમારે લગ્ન માટેના પ્રસ્તાવ પર જરૂરથી વિચાર કરવો જોઈએ. ધન પ્રાપ્તિ માટે ભગવાન શિવના દર્શન જરૂરથી કરો.

  શુભ રંગ: પીળો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  શેનું દાન કરવું જોઈએ: મંદિરમાં પીળા કપડાનું દાન કરો

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8- તમારા પદ અને ધનનો બિલ્કુલ પણ દુરુપયોગ ના કરશો. અનેક લોકો માટે તમે માર્ગદર્શક સાબિત થશો. પ્રભાવશાળી લોકો અથવા પૈસાના જોરે તમામ મામલાઓને નિપટાવવામાં આવશે. તમારુ પાર્ટનર તમને પૈસે ટકે મદદ કરશે. વિદ્યાર્થીઓએ વિદેશ જવાની કોશિશ કરવી જોઈએ. તમારે તમારા સપના પૂર્ણ કરવા માટે ઉચ્ચ ફી ચૂકવવી પડશે. તમે ખૂબ જ મહેનત કરો છો આ કારણોસર તમામ નિર્ણય યોગ્ય હશે. રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને સફળતા પ્રાપ્ત થશે. આજે દાન કરવું ખૂબ જ જરૂરી છે.

  શુભ રંગ: લીલો

  શુભ દિવસ: શનિવાર

  શુભ નંબર: 6

  શેનું દાન કરવું જોઈએ: જરૂરિયાતમંદોને તેલનું દાન કરો

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9- વિદ્યાર્થીઓનું નસીબ કામ કરે તે માટે વિદ્યાર્થીઓએ જમણા હાથમાં લાલ દોરો બાંધવો જોઈએ. આજના દિવસે વિકાસમાં વૃદ્ધિ થવી જરૂરી છે. અધિકારનો દુરુપયોગ ના કરશો અને નિ:સ્વાર્થ રહો. બિઝનેસ ડીલ ખૂબ જ યોગ્ય રીતે પૂર્ણ થશે. સોલાર પાવર, સરકારી, શિક્ષણ, ગ્લેમર, સોફ્ટવેર, મ્યુઝિક, મીડિયા અને શિક્ષણ ક્ષેત્રે લોકપ્રિયતા મળશે. યુવાઓને આજે નવી પોસ્ટ માટે રજૂઆત કરવામાં આવશે. તમે આજે જે પણ કરશો તે તમને તે બરાબર કરી રહ્યા હોવાનું લગાશે.

  શુભ રંગ: નારંગી

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  શેનું દાન કરવું જોઈએ: ઘરના કામકાજમાં મદદ કરતા વ્યક્તિને લાલ કપડાનું દાન કરો

  રાહુલ ગાંધી, સલમાન રશિદ, કાજલ અગ્રવાલ, આશિષ વિદ્યાર્થી, મુકેશ ખન્ના, યશોધરા રાજે સિંધિયાનો જન્મ 19 જૂનના રોજ થયો છે.
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Horoscope, Numerology, Numerology Suggestions, Zodiac signs

  આગામી સમાચાર