Home /News /dharm-bhakti /

Numerology 19 July 2022: આજનો દિવસ કોના માટે શુભ છે અને શેનું દાન કરવાથી મળશે સફળતા

Numerology 19 July 2022: આજનો દિવસ કોના માટે શુભ છે અને શેનું દાન કરવાથી મળશે સફળતા

અંકશાસ્ત્ર પ્રમાણે આજનું રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1

  આજે તમે વ્યાપાર ક્ષેત્રે યોજનાઓ બનાવી શકો છો. ભીડમાં તમે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. તમારું ટેલેન્ટ આજે આકર્ષક રૂપે કામ કરી શકતું હોવાથી આજે તમે તમામ સુખ સુવિધા મેળવી શકશો અને ધન તથા લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકશો. સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન સૂર્યના આશીર્વાદ લેવા જરૂરી છે. આજે તમારો દિવસ ખૂબ જ સુંદર રહેશે. ખેલાડીઓ જીત મેળવીને ઘરે પરત આવશે. સભાને હોસ્ટ કરીને તમે મહિલાઓનું દિલ જીતી શકો છો. કાર્યસ્થળ પર કૃત્રિમ સૂરજમુખીના ફૂલ જરૂરથી લગાવવા જોઈએ.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: રવિવાર અને સોમવાર

  શુભ નંબર: 1

  દાન : મંદિરમાં દીવેલનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2

  આજે તમારો દિવસ ખૂબ જ ઈમોશનલ રહેશે, તમે ખૂબ જ સ્નેહ ભરી યાદોથી ઘેરાયેલા રહેશો. આજના દિવસે તમે કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી શકશો. બાળકો અને મિત્રો સાથે દિવસ પસાર કરવા માટે આજનો દિવસ શુભ છે. રોકાણ પર વધુ રિટર્ન મળશે, આ કારણોસર તમારા કોમર્શિયલ એકાઉન્ટની રકમમાં વૃદ્ધિ થઈ શકે છે. જો તમે ઈલેક્ટ્રોનિક, કરિયાણું, જ્વેલરી, કેમિકલ્સ, મેડિસીન્સ અને આયાત નિકાસ ક્ષેત્રે ડીલ કરો છો, તો આજે તમને નફો થઈ શકે છે.

  માસ્ટર કલર: બ્લ્યૂ અને સફેદ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: મંદિરમાં શ્રીફળનું દાન કરો

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3

  શાળામાં દાન કરીને દિવસની શરૂઆત કરો. તમારી કોશિશની સરાહના કરવામાં આવશે, તમે જે ઈનસિક્યોરિટી ફીલ કરો છો, તેના કારણે તમને મુશ્કેલી થઈ શકે છે. વેપાર ક્ષેત્રે ડીલ કરવામાં આવે તો લેખિત કમ્યુનિકેશન પર જ આધાર રાખવો જોઈએ. આજે તમે લોકોનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરી શકો છો. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં લખતા પહેલા ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ અને આજે જ ઈન્ટરવ્યૂ આપવું જોઈએ. ગુરુ ગ્રહની શક્તિ મજબૂત કરવા માટે પીળા રંગનું ભોજન બનાવવું જોઈએ અને પરિવારને આપવું જોઈએ.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: આશ્રમમાં સ્ટેશનરીની વસ્તુઓનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4

  તમારું નસીબ તમારો સાથ આપી રહ્યું છે. આ કારણોસર તેનું સન્માન કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ. ઓરલ કમ્યુનિકેશન અને કોઈ કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. સરકારી આદેશનો અનાદર કરવા માટે પૈસૌ મહત્વની ભૂમિકા ભજવશે. મોટાભાગનો સમય મીટિંગ અને પ્રેઝન્ટેશનમાં પસાર કરવો જોઈએ. કાયદાકીય મામલાઓનું સમાધાન લાવી રહ્યા છો, તો અન્ય લોકોની સલાહ લેવાનું ટાળવું જોઈએ. અંગત સંબંધોમાં ઈમોશનલ મોડ આવી શકે છે, જેથી વાતચીત કરતા રહેવું જરૂરી છે. તમારું મગજ શાંત રાખો અને કસરત કરવામાં સમય પસાર કરો.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન : ગરીબોનું ઘઉંનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5

  આળસને ભૂલીને તમારા નસીબનો ઉપયોગ કરો. આજે તમારે નવી નવી ઓફર અને ડીલને રજૂ કરવા માટે તૈયાર રહેવું પડશે. તમારા સહકર્મીઓ તમને ઈમોશનલી ફૂલ બનાવી શકે છે. આ કારણોસર તેમનાથી સાચવીને રહેવું. પ્રોફેશનલ કામ હોય કે, પર્સનલ કામ હોય આજે લીલા રંગના કપડા પહેરવાથી તમને ફાયદો થઈ શકે છે. આજે પાર્ટીમાં જવાનું અને નોનવેજ ખાવાનું ટાળવું જોઈએ. તમારા રોમેન્ટીક સંબંધ વધુ મજબૂત થઈ શકે છે. સંપત્તિ સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: આજે બાળકોને દૂધનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6

  તમારી સ્માઈલ અને તમારો પોઝિટીવ એટીટ્યુડ તમારી તાકાત છે, આ કારણોસર તમે તમારા આસપાસના લોકોમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહો છો. પાર્ટનરની પસંદગી કરવામાં તમારે વ્યાવહારીક અને સ્માર્ટ બનવું જોઈએ. તમને તમારા પરિવાર, મિત્રો અને સહકર્મીઓનું સમર્થન મળતું હોવાને કારણે તમે ખૂબ ભાગ્યશાળી છો. તમારું ભાગ્ય તમારું સાથ આપતું હોવાને કારણે તમે સરકારી ટેન્ડરનું જોખમ ઉઠાવી શકો છો. વાહન, મોબાઈલ, ઘર ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. શેર બજારમાં રોકણ કરવાનો આજે શુભ દિવસ છે.

  માસ્ટર કલર: એક્વા અને ગુલાબી

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને દહીંનું દાન કરવું.

  7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7

  આજનો દિવસ ખૂબ જ સારો છે, દિવસના અંતે આજે તમને નફો થઈ શકે છે. પૈસાની લેવડ દેવડ કરતા સમયે વરિષ્ઠોનું સમર્થન મળવું અને કાયદાકીય દસ્તાવેજોને બે વાર ચેક કરવા જરૂરી છે. આજનો દિવસ મિત્રો સાથે પસાર કરવો જોઈએ અને જીવનનો આનંદ લેવો જોઈએ. સોફ્ટવેર, સુરક્ષા, સોનુ, પેટ્રોલ, બેવરેજીસ અને કોસ્મેટીક્સ ક્ષેત્રે વ્યાપારિક સમજૂતી સફળ થશે. લગ્ન માટેની વાત આવે તો તેના પર વિચાર જરૂરથી કરવો જોઈએ. ધન મેળવવા માટે ભગવાન શિવના મંદિરે જઈને દર્શન જરૂરથી કરવા જોઈએ.

  માસ્ટર કલર: પીળો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન : મંદિરમાં ચંદનનું દાન કરવું.

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8

  આજે મોટી સફળતા મેળવવા માટે તમને નસીબ અને સ્માર્ટ વર્કનો સાથ મળશે. તમે એક નેતા અને મેન્ટર છો, પરંતુ તમારે વધુ કઠોર ન થવું જોઈએ. પ્રભાવશાળી લોકો અથવા પૈસાના જોર પર કાયદાકીય મામલાઓને શાંત પાડી શકાય છે. તમારું પાર્ટનર તમને ધન વૃદ્ધિમાં સહયોગ કરશે. વિદેશ જવા માટે મહેનત કરતા વિદ્યાર્થીઓએ વધુ ફી ચૂકવવાની રહેશે, જેનાથી તમારા સપના પૂર્ણ થઈ શકશે. તમે ખૂબ જ મહેનત કરતા હોવાને કારણે તમારા તમામ નિર્ણય યોગ્ય રહેશે. રમત ગમતમાં ખેલાડીઓ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરશે. આજના દિવસે દાન જરૂરથી કરવું જોઈએ.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: શનિવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને અથવા જરૂરિયાતમંદોને તલના તેલનું દાન કરવું.

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9

  તમે ખૂબ જ બુદ્ધિશાળી અને માનસિકરૂપે સતર્ક છો. તમારે તમારા ટેલેન્ટને લોકો સામે રજૂ કરવાની જરૂરિયાત છે. આજના દિવસે ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક સાધવો જોઈએ. સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ. તમામ બિઝનેસ ડીલ યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે. સૌર ઊર્જા, સરકાર, શિક્ષણ, ગ્લેમર, સોફ્ટવેર, મ્યુઝિક, મીડિયા અને એજ્યુકેશન સાથે સંકળાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે. તમે આજે જે કંઈપણ કરશો તે એક યોગ્ય નિર્ણય તરીકે રજૂ થશે. માતા પિતાને તેમના બાળકો પર ગર્વ થશે. ડોકટર અને સર્જનને તેમના કામ માટે પુરસ્કાર પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: આજના દિવસે સનફ્લાવર ઓઈલનું દાન કરવું.

  હર્ષા ભોગલે, રજત તોકસ, રોગર બિન્ની, સંધુ તોલાની, નદીમ બેઈગ, રાજા ક્રિષ્નામૂર્તિનો જન્મ 19 જુલાઈનો રોજ થયો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Astrology, Astrology tips, Gujarati Rashifal, Numerology, Numerology Suggestions, Rashi bhavishya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन