Home /News /dharm-bhakti /

Numerology 19 April : જાણો કેવી રહેશે આપની આજ, અંકશાસ્ત્ર જણાવશે આપનું આજનું ભાગ્ય

Numerology 19 April : જાણો કેવી રહેશે આપની આજ, અંકશાસ્ત્ર જણાવશે આપનું આજનું ભાગ્ય

અંકશાસ્ત્ર મુજબ લકી નંબર (પ્રતિકાત્મક તસવીર)

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : આજે દિવસ દરમ્યાન તમે તાજગી અને કામ પ્રત્યે ઉત્સાહ અનુભવશો. આજે સમય પર તમામ કર્યો અને ટાર્ગેટ પૂર્ણ થશે. કામ કાજની જગ્યાએ નકલી સૂર્યમુખીના ફૂલ મુકશો લાભ થશે.

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : રવિવાર અને સોમવાર

  લકી નંબર : 1

  દાન: ભિક્ષુકોને દૂધનું દાન આપો  નંબર 2 : આજે કામ અને અંગત જીવનમાં ખુબજ સરસ તાલમેલ જાળવી શકશો. પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો. કેમિકલ્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, અથવા દાગીના વ્યવસાયમાં સારો નફો મેળવી શકશો

  માસ્ટર કલર : બ્લૂ અને સફેદ

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 2

  દાન: સૂર્યમુખીના તેલનું દાન કરો  નંબર 3 : આજે માનસિક થાકથી બચવા માટે શરીરને ખુબજ આરામ આપવાની જરુર છે. ધંધામાં કોઈ પણ વ્યવહાર કરતાં પહેલા પાકું લખાણ કરી લેવાની સૂચના આપવામાં આવે છે.

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: મંદિરમાં હળદરનું દાન કરવું

  આ પણ વાંચો:  આ 3 રાશિનાં જાતકો ભાગ્ય કરતાં વધુ કર્મો પર કરે છે વિશ્વાસ, ન્યાયનાં દેવતાની તેમનાં પર રહે છે વિશેષ કૃપા  નંબર 4 : યોગ્ય સંવાદ સાધીને આજે સબંધો મજબૂત કરવા માટે ખાસ દિવસ છે. મોટા ભાગનો સમય મિટિંગ્સ અને પ્રેસેંટેશનમાં જશે

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 3

  દાન: ગરીબોમા અનાજનું દાન કરો  નંબર 5 : આજે તમને નવા પદ, જવાબદારી કે હોદ્દાની ઓફર મળશે. તમારા નજીકના લોકો તમારા સરળ સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે છે માટે સાવધાન રહેશો.

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 05

  દાન: વૃદ્ધાશ્રમમાં મીઠાઈનું દાન કરવું  નંબર 6 : તમામ લોકો પર આંધળો વિશ્વાસ મૂકી દેવો એ તમારી એક નબળાઈ છે. માટે ચાલક બનીને કામ કરવું. સરકારી ટેન્ડરમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લઈ લેવાની સલાહ આપવામાં આવે છે.

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: સફેદ સિક્કાઓનું દાન કરવું  નંબર 7 : દિવસ દરમ્યાન ઘણા ઉતાર ચઢાવ થશે પરંતુ દિવસ અંતમાં બધુ સામાન્ય થઈ જશે અને અંતે ઘણો આરો લાભ પણ મળશે. વિજાતીય લોકો પાસેથી સલાહ મળશે જે તમારા માટે ઘણી લાભકારી સાબિત થશે

  માસ્ટર કલર : પીળો

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 9

  દાન: મંદિરમાં ચંદનનું દાન કરવું  નંબર 8 :  તમે આજે ઘણા બધા લોકોનું નેતૃત્ત્વ કરશો પરંતુ ધ્યાન રાખશો કે તમારો સ્વભાવ સરળ જ રહે. તમે કરેલા નિર્ણયો એકદમ સાચા સાબિત થશે અને તમે તેના પર વધુને વધુ મહેનત કરશો

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 6

  દાન: ગરીબ લોકોમાં તેલનું દાન કરો

  આ પણ વાંચો:  30 વર્ષ બાદ સ્વરાશિ કુંભમાં વિરાજમાન થશે શનિદેવ, આ 4 રાશિવાળા પર થશે ધનનો વરસાદ

  નંબર 9 : આજે આપને ઉચ્ચ હોદ્દા વાળા વ્યક્તિઓ સાથે પરિચય થશે પરંતુ ધ્યાનમાં રાખો કે આવા સબંધોનો દૂરપયોગ નથી કરવાનો. યુવાનોને નવી જવાબદારી મળશે

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: સૂર્યમુખીના તેલનું દાન કરો
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર