Home /News /dharm-bhakti /

Numerology 17 June 2022: આ અંકના લોકોએ ના કહેતા શીખવું પડશે, જાણો આજે શું દાન કરવું?

Numerology 17 June 2022: આ અંકના લોકોએ ના કહેતા શીખવું પડશે, જાણો આજે શું દાન કરવું?

આંકડાશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

    નંબર 1: આજે તમે બીજાના સહયોગથી ઘણું પ્રાપ્ત કરશો. મોટાભાગની સમસ્યાઓનો અંત આવવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ જીવનમાં કંઈક નવું શરૂ થશે. જેમાં નવી જગ્યા, પદ, મિત્ર અથવા વ્યવસાયમાં નવું રોકાણ, નવી નોકરી કે નવું ઘર હોઈ શકે છે. સંપત્તિની બાબતો અને પૈસાના લાભ મધ્યમ છે, પણ આ લાભ કોઈ વિવાદ વગરના છે. મેડિકલ પ્રેક્ટિશનર્સને આજે ખાસ નવી ઓફર મળશે. ખેતી અને શિક્ષણ ઉદ્યોગને નફો થતો જણાય છે.

    મુખ્ય રંગ: વાદળી

    લકી દિવસ: શુક્રવાર

    લકી નંબર: 6

    દાન: આશ્રમમાં ભોજનનું દાન કરો

    નંબર 2 : આજે ભોળા ભાવે વર્તવું નહીં. લોકો તમારી નિર્દોષતાનો અને વધુ પડતા મદદરૂપ સ્વભાવનો લાભ લેશે. તમારે "ના" કહેવાનું શીખવાની જરૂર છે. લોકો તમારી નિર્દોષતાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરશે તેથી હોંશિયાર રહેજો. એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, બ્રોકર્સ, ટ્રાવેલ એજન્સીઓ, સ્ટોક માર્કેટ અને પાર્ટનરશિપ કંપનીઓને સફળતા મળશે. જીવનસાથી અથવા નજીકના વ્યક્તિ દ્વારા લાગણી દુભાઈ શકે છે.

    મુખ્ય કલર: વાદળી

    લકી દિવસ: સોમવાર

    લકી નંબર: 2

    દાન: પશુઓને પાણી પીવડવો

    નંબર 3 : આજે સાંજે તમારા ગુરુની સામે દીપ પ્રાગટ્ય કરો. આજે તમારા મિત્રોના ઇરાદાઓનું અનુમાન કરી શકાય તે માટે કામના સ્થળે જજમેન્ટલ બનો. ક્રિએટિવ વિચારો તમારા બોસ અને કુટુંબને આકર્ષિત કરશે. તમે બધી પરિસ્થિતિઓમાં કામ કરવા માટે અનુકૂળ બનશો, સફળતા બહુ દૂર નથી. પોતાની પાસે પૈસા રાખતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. સર્જનાત્મક લોકો અને જાહેર વ્યક્તિઓ ખ્યાતિ મેળવશે. રમતગમતના કોચ વિજય અને પૈસા મેળવશે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રે રોકાણ માટે સારો સમય છે.

    મુખ્ય કલર: નારંગી અને ભૂરો

    લકી દિવસ: ગુરુવાર

    લકી નંબર: 3 અને 9

    દાન: ગરીબોને સૂર્યમુખીનું તેલ દાન કરો

    નંબર 4: બિઝનેસમાં પ્લાનિંગ આજે ગ્રોથમાં વધારો કરશે. સરકારી નોકરીઓ અને રાજકારણમાં રહેલા લોકોએ આજે તેમના લક્ષ્ય માટે સતત કામ કરવું જોઈએ, તેમને સફળતા મળશે. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો વધુને વધુ વૃદ્ધિ પામશે. તમારા પૈસાની બાબતમાં કોઈની સાથે પ્લાન શેર કરશો નહીં. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સરકારી નોકરી માટે અરજી કરવી જ જોઇએ જે અનુકૂળ હશે. લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન ભાગ્ય ખિલવવામાં મદદ કરશે. સ્પોર્ટસમેનનો આર્થિક લાભ દેખાય છે અને પ્રદર્શન માટે તમારી પ્રશંસા પણ કરવામાં આવશે. તમે પરિવાર અને મિત્ર સાથે સમય પસાર કરવામાં ખૂબ વ્યસ્ત રહેશો, તેથી શાંતિથી તેમની ફરિયાદો સાંભળો. આજે દાન કરવું આવશ્યક છે.

    મુખ્ય કલર: વાદળી

    લકી દિવસ: મંગળવાર

    લકી નંબર: 9

    દાન: ભિક્ષુકને ફૂટવેરનું દાન કરો

    નંબર 5:  રાજકારણમાં કામ કરનારને સફળતા અને સંતોષ મેળવવા માટે આજે સખત મહેનત કરવાની જરૂર છે. જીવનસાથીને તમારી લાગણીઓ દર્શાવવા આજે આદર્શ દિવસ છે. મશીનરી ખરીદવા, સંપત્તિ વેચવા, સત્તાવાર દસ્તાવેજો પર સહી કરવા તેમજ પ્રવાસ માટે બહાર જવા માટે ઉત્તમ દિવસ છે. ન્યૂઝ એન્કર, એક્ટર્સ, હેન્ડીક્રાફ્ટ આર્ટિસ્ટ, એન્જિનિયર્સને વાહવાહી મળશે. ભોગવિલાસને ટાળજો કારણ કે તે તમને દુશ્મનો દ્વારા ફસાવવાની તરીક હોઈ શકે છે. તમારી નેતૃત્વની ભૂમિકાથી આસપાસના ઘણાને ફાયદો થશે. રમતગમતના કોચે નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રાજકારણીઓ માટે અત્યારે જોખમ લેવા અને ભવિષ્યમાં ફાયદો મેળવવાનો ખાસ દિવસ છે.

    મુખ્ય કલર: ટીલ

    લકી દિવસ: બુધવાર

    લકી નંબર: 5

    દાન: અનાથાશ્રમમાં બાળકોને લીલા ફળોનું દાન કરો

    નંબર 6: આજનો દિવસ વૈભવ-વિલાસ અને તકોથી ભરપૂર છે. જો તમારું કામ વેચાણ, ફૂડ, માર્કેટિંગ, ટ્રેડિંગ, ડિસ્ટ્રિબ્યુશન, ડિફેન્સ, એરલાઇન્સ, જ્વેલરી, કોસ્મેટિક્સ અને હોમ ડેકોરેશનના ક્ષેત્રમાં હોય તો આજે સારા પરિણામો મળશે. આજે તમારા સપના પૂરા કરવા માટે તૈયાર રહો કારણ કે આજે સમય તમારી સાથે છે. તમે આજના દિવસે તમામ પ્રકારના લાભ મેળવશો. પારિવારિક સ્નેહ અને સહયોગ સમૃદ્ધિ લાવશે. દિવસ વૈભવ-વિલાસમાં પસાર થશે. ડિઝાઇનર્સ, વકીલો, ટેક્નિશિયન્સ, રાજકારણીઓ અને અભિનેતાઓને વખાણ અને સ્થિરતા મળશે.

    મુખ્ય રંગ: આસમાની વાદળી

    લકી દિવસ: શુક્રવાર

    લકી નંબર: 6 અને 9

    દાન: ગરીબોને દહીંનું દાન કરો

    નંબર 7: તમારા પર્સમાં ગોળ આકારનો તાંબાનો સિક્કો રાખવાનું ભૂલતા નહીં. આજે જૂની સંપત્તિમાં આર્થિક આર્થિક લાભના સંકેત છે. ટૂંક સમયમાં જ જીવનના તમામ ક્ષેત્રોમાં સંબંધો, પ્રદર્શન અને નાણાકીય લાભનો સમય આવી જશે. આજે વ્યવસાયમાં સંબંધીઓ અને મિત્રોથી સાવચેત રહો, સ્પોર્ટ્સમેને વધુ વિવાદો ટાળવા માટે હરીફોથી દૂર રહેવું. વિજાતીય પાત્ર ભાગ્ય વધારવામાં મદદ કરશે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવ અને કેતુની વિધિ કરવી.

    મુખ્ય કલર: પીળો

    લકી દિવસ: સોમવાર

    લકી નંબર: 7

    દાન: અનાથાશ્રમમાં કપડાં દાન કરો

    નંબર 8: બધુ સારું થઈ જશે, મનને હળવું કરો અને વિચારવાનું બંધ કરો. આસપાસના બધા લોકો તમારા વફાદાર અનુયાયીઓ છે, નેતૃત્વ મળી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. પરિવાર અને સંબંધીઓ સાથે સમય વિતાવશો. દાન ભાગ્યના દરવાજા ખોલી નાંખશે. બગીચાની આસપાસ થોડો સમય વિતાવો. તમારે આજે શક્ય તેટલા જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ અને માઇક પકડવું જોઈએ.

    મુખ્ય કલર: જાંબલી

    લકી દિવસ: શુક્રવાર

    લકી નંબર: 6

    દાન: ગરીબોને છત્રીનું દાન કરો

    નંબર 9: આજનો દિવસ વાતચીત, વાંચન, પ્લાનિંગ, હીલિંગ આર્ટ, કસરત, ઘરકામ, ઘરેલુ જવાબદારીઓ પૂરી કરવા, પાર્ટીનું આયોજન, સામાજિક કાર્ય કરવા, સ્ટોકમાં ટ્રેડ કરવામાં વધુ પસાર થશે. ડર્મેટોલોજિસ્ટ્સ, ઓડિટર્સ, સાયન્ટિસ્ટ્સ સર્જન, રાજકારણીઓ અને સ્પોર્ટ્સમેનને ઈનામ મળશે અને વખાણ થશે. આજેનો દિવસ આનંદ, ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર છે. આજના દિવસને તમારા ઉદ્દેશ્ય તરફ એક દિશામાં ચેનલાઇઝ કરવા માટે ઉપયોગ કરો. આજે નાણાકીય લાભ અને સંપત્તિની નોંધણીઓ સરળતાથી થવાની સંભાવના છે.

    મુખ્ય કલર: લાલ અને વાદળી

    લકી દિવસ: મંગળવાર

    લકી નંબર: 9

    દાન: ઘરકામ કરતી મહિલાને લાલ રૂમાલ દાન કરો

    17મી જૂને જન્મેલા જાણીતા વ્યક્તિઓ : લિએન્ડર પેસ, કૈલાશનાથ કાત્જુ, મજરૂહ સુલતાનપુરી, લિસા હેડન, અમૃતા રાવ.
    Published by:ankit patel
    First published:

    Tags: Astrology, DharmaBhakti, Numerology, Numerology Suggestions, Zodiac signs

    આગામી સમાચાર