Home /News /dharm-bhakti /

Numerology 17 April :અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો દિવસ, જાણો શું દાન કરવું રહેશે લાભકારી?

Numerology 17 April :અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો દિવસ, જાણો શું દાન કરવું રહેશે લાભકારી?

જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, ભાગ્ય ચમકાવવા કરો આ વસ્તુનું દાન

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : મોટા ભાગની મુશ્કેલીઓનો અંત નજીક આવતો જણાશે. જીવનમાં ટૂંક સમયમાં કઈક  નવી શરૂઆત થવા જઈ રહી છે.

  માસ્ટર કલર : બ્લૂ અને લાલ

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર :9

  દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો  નંબર 2 : તમારી મહેનત અને પ્રમાણિક્તા  જ તમારી સફળતાનું કારણ છે. તમારી ઈમાંદારીને વળગીને રહો. તમારા ભોળપણનો કોઈ ફાયદો ઉઠાવી શકે માટે ચેતીને રહો

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 2

  દાન: ઢોરને પાણી પીવડાવવું  નંબર 3 : તમારું વાક્ચાતુર્ય અને સરળ સ્વભાવ તમારા બોસ અને ઘરના વાડીલને પ્રસન્ન કરી શકે છે. તમે દરેક પરિસ્થિતીમાં પોતાની જાતને અનુકૂળ રાખી શકશો.

  માસ્ટર કલર : નારંગી

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3  અને 9

  દાન: ગરીબ લોકોમાં સૂર્યમુખીના તેલનું દાન કરો  નંબર 4 : ઉચ્ચ હોદ્દા વાળી વ્યક્તિ વધુને વધુ ઊંચા હોદા પર જશે. તમારા આર્થિક આયોજનો કોઈ સમક્ષ ખુલ્લા ના કરશો. સરકારી નોકરીની તૈયારી કરતાં લોકોને સારા સમાચાર મળી શકશે

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: ભિક્ષુકોને પગરખાંનું દાન કરો

  આ પણ વાંચો: Astrology: આ નામના લોકો જન્મે છે ‘રાજયોગ’ સાથે, કિસ્મતથી જ હોય છે ધનવાન

  નંબર 5 : દિવસ દરમ્યાન આવતી મુશ્કેલીઓને ટાળવા તમારું  નસીબ સારી રીતે કામ કરશે. જમીન મકાન તેમજ મશીનરી ખરીદવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે.

  માસ્ટર કલર : ટીલ

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: અનાથાશ્રમમાં બાળકોને ફ્રૂટનું દાન કરો  નંબર 6 : બપોર પછીના તામામાં કાર્યોમાં આપના સફળતા મળતી જણાશે. ડિઝાઇનર, વકીલ, તેમજ રાજકારણીઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.

  માસ્ટર કલર : સ્કાય બ્લૂ

  શુભ દિવસ :  શુક્રવાર

  લકી નંબર : 6 અને 9

  દાન: ગરીબોમા સફેદ ચોખાનું દાન કરવું  નંબર 7 : નજીકના સબંધો વચ્ચે ચાલતા મન-દુખનો ટૂંક સમયમાં અંત આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 3

  દાન: તાંબા પિત્તળની ધાતુનું દાન કરો

  આ પણ વાંચો: Astrology: પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે આ નામનાં પુરુષો, રાખે છે વિશેષ ખ્યાલ

  નંબર 8 : કામ કાજની જગ્યાએ થોડો થાક અનુભવશો, જે તમારા કામ પર પણ અસર કરશે. તમારી આસપાસ તમને વફાદાર લોકોનો જમાવડો થશે જેથી તમારી લીડરશિપ પણ મજબૂત થશે.

  માસ્ટર કલર : પર્પલ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: ગરીબોને છત્રીનું દાન કરવું  નંબર 9 : ડોક્ટર્સ, સ્પોર્ટમેન્સ, વકીલો માટે આજનો દિવસ ખુબજ સારો સાબિત થશે. આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોના કામ સરળતાથી થઈ શકશે.

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: લાલ રૂમાલનુ દાન કરો
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર