Home /News /dharm-bhakti /

Numerology Suggestions : અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ બાબતોનુ રાખવાનું છે ધ્યાન

Numerology Suggestions : અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ બાબતોનુ રાખવાનું છે ધ્યાન

પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.

  નંબર 1: આ અંકના લોકોએ ફાઇનાન્સની કાળજી લેવાની ખાસ જરૂરિયાત છે, આ લોકોએ અકાઉન્ટ ઓપન કરાવી સ્ટેટમેન્ટ ચેક કરવા જોઈએ અને તેના પર ફરીથી વિચાર કરવો જોઈએ. આ દિવસે તમારે હીલિંગ સેશન્સ, સરકારી કરારો, સ્પોન્સર ઇવેન્ટ્સ અને ટૂર્નામેન્ટ રમવામાં દિવસ પસાર કરવો જોઈએ. કાનૂની અથવા અન્ય કોઈ સમસ્યાઓના નિરાકરણ માટે તમારે સંબંધિઓઓની મદદ કરવી જોઈએ. આ દિવસે તમારે ખાસ કરીને ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનુ ટાળવું જાઈએ.

  લકી રંગ: કેસરી

  લકી દિવસ : રવિવાર

  લકી નંબર : 7

  દાન: આશ્રમમાં પીળા ચોખાનુ દાન કરવું

  નંબર 2: અન્ય લોકો પર વિશ્વાસ રાખી તેમને જવાબદારી સોંપવાનું ટાળો. આજે તમારે વ્યક્તિગત સમસ્યાઓને થોડો સમય માટે અવગણો. જો તમે તમારી કારકિર્દીના માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમારી વૃધ્ધિ અને પ્રતિનિધિ તકો દેખાઈ રહી છે. તમારી લાગણીઓને વાસ્તવિકતામાં ફેરવવા માટે આજનો દિવસ ખૂબ જ સારો અને રોમેન્ટિક બની રહેશે. તમારી બિઝનેસ કમિટમેન્ટને તમે સરળતાથી પૂરી કરી શકશો, આ સાથે જ કોઈ મોટી કંપની સાથે પણ તમારી ભાગીદારી થઈ શકશે. ભવિષ્ય અંગેની તમારી યોજનાઓ શેર કરવાનું ટાળો અને રાજકારણ સાથે જોડાયેલા લોકોએ કોઈપણ કાગળો પર સહી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.

  લકી રંગ- વાદળી અને પીળો

  લકી દિવસ- સોમવાર

  લકી નંબર - 2 અને 6

  દાન- ગરીબોને અથવા મંદિરમાં ખાંડનુ દાન કરો

  નંબર 3- તમારી અંતર ભાવનાઓ આજે ઉચ્ચ અને સ્પષ્ટ રહેશે, જેથી તમારા અંતર મનની વાતને અવગણશો નહીં અને તેને માનો. આજે તમે જ્યાં પણ જશો, ત્યાં તમારો સારો પ્રભાવ પાડી શકશો. થિયેટર આર્ટિસ્ટને નવી શરુઆત કરવાનો મોકો મળશે. આજે કોઈ નવો સંબંધ બંધાય તેવી પણ શક્યતાઓ છે. પબ્લિક ફિગર અને વકીલો માટે ભાગ્ય અનુકૂળ રહેશે.

  સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, સમાચાર એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકો માટે કરિયર ગ્રોથ માટે આ દિવસ ખાસ રહેશે.

  લકી રંગ - લાલ

  લકી દિવસ - ગુરૂવાર

  લકી નંબર - 3 અને 1

  દાન - જરૂરિયાતમંદને આખી હળદરનુ દાન આપો

  નંબર 4- કર્મચારીઓને કામ તરફથી વધુ પ્રેશર રહી શકે છે. લીલા શાકભાજી અને ખાટા ફળોના સંવનથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો આવશે. બાંધકામ, મશીનરી, ધાતુઓ, સોફ્ટવેર અને બ્રોકર્સ જેવા વ્યવસાયોએ આજે ​​કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. વ્યાવસાયિક જીવન ખૂબ જ સારુ રહેશે, સાથે જ તમને સંતાનો તરફથી પણ ગોરવનો અનુભવ થશે.

  લકી રંગ- વાદળી

  લકી દિવસ- મંગળવાર

  લકી નંબર - 9

  દાન- ગરીબોને ખાટાફળોનુ દાન કરવું.

  નંબર 5- તમારે તમને મળતી તમામ તકો અને સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. તમારા કામની સરાહના કરવામાં આવશે અને તેની માટે તમને પુરસ્કાર પણ આપવામાં આવશે. પૈસાના લાભ તરીકે પ્રોપર્ટી અથવા સ્ટોક રોકાણ કરવાનો સારો દિવસ. સ્પોર્ટ્સમેન અને ટ્રાવેલર્સને શ્રેષ્ઠ પરિણામ મળશે. મીટિંગમાં પોતાનુ લક અજમાવવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરવા યોગ્ય છે. આજે તમે તમારા પ્રેમના પ્રપોઝ પણ કરી શકો છો, પરિણામો હકારાત્મક બની રહે તેવી પ્રબળ શક્યતાઓ છે. તમારા જીવન અને કરિયરમાં પ્રગતિનો તમે ભરપૂર આનંદ માણી શકશો.

  લકી રંગ- સી ગ્રીન

  લકી દિવસ- બુધવાર

  લકી નંબર - 5

  દાન- ગરીબોને લોટનુ દાન કરો

  નંબર 6- રોમાંસ અને પ્રોમીસ આજે તમારા મન પર રાજ કરશે, પરંતુ છેતરપિંડી અને વિશ્વાસધાતથી સાવધાન રહેવાની ખાસ જરૂર છે. વ્યવસાય અને નોકરીમાં સારી તકોનુ નિર્માણ થશે. જો કે જીવનના અંગત મુદ્દાઓ આજે વધુ જટિલ બની રહેશે, તેથી દલીલોથી દૂર રહેવાનું વધુ યોગ્ય છે. તમારા ખભા પર એકસાથે વધુ જવાબદારીઓ ન લેશો. હોટેલીયર, ટ્રાવેલર્સ, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો માટે તેમની કુશળતા પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. આજનો દિવસ તમારા માટે ભાગ્યોદય લઈને આવશે. જીવનમાં સમય અનુકૂળ રહેશે.

  લકી રંગ- વાદળી

  લકી દિવસ- શુક્રવાર

  લકી નંબર - 6

  દાન- ચાંદીના સિક્કાનું દાન કરો

  નંબર 7 - વકીલો, સોફ્ટવેર એન્જિનિયરો, વિદ્યાર્થીઓ, સ્પોર્ટ્સમેન અને સીએ માટે એકંદરે સારો દિવસ રહેશે. તમારું નેતૃત્વ અને વિશ્લેષણાત્મક કૌશલ્ય તમારી ઓળખ બની રહેશે. આ દિવસ પૈસાના નિર્ણયો કરતી વખતે બુધ્ધિમત્તા અને શાણપણ રાખવુ. સાથે જ બને ત્યા સુધી વિવાદોથી દૂર રહો. બિનજરૂરી વિવાદોને કારણે તમારી છબીને નુકસાન થશે. પ્રેમ સંબંધ તમારી પ્રામાણિકતાના બદલામાં વિશ્વાસ અને સન્માન આપશે. કોર્ટ, થિયેટર, ટેક્નોલોજી, સરકારી ટેન્ડરો, રિયલ એસ્ટેટ, શાળાઓ, આંતરિક વસ્તુઓ, અનાજમાં કામ કરતા લોકો માટે આ એક ઉત્તમ દિવસ છે. જ્યાં સુધી તમે ભાગીદારીમાં નહીં રહો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો સ્વસ્થ રહેશે.

  લકી રંગ- વાદળી અને કેસરી

  લકી દિવસ- સોમવાર

  લકી નંબર - 7

  દાન- પીળા વસ્ત્રોનુ દાન કરો

  નંબર 8 - તમે દૈનિક સમસ્યાઓ હલ કરવામાં વ્યસ્ત રહેશો. ટૂંકા ગાળાના ધ્યેય પ્રાપ્ત થશે, પરંતુ લાંબાગાળાના લક્ષ્યો પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. સ્વાસ્થ્યની કાળજી લેવાનો અને સ્વસ્થ જીવનશૈલીને અનુસરવાનો સમય છે. વ્યવસાયમાં વ્યવહારો સારા થશે. કૌટુંબિક કાર્યો, પ્રસ્તુતિઓ, સરકારી કરારો અથવા ઇન્ટરવ્યુમાં હાજરી આપવાની શક્યતાઓ છે. આજે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. જો કે લોંગ ડ્રાઈવ પર જવાનનુ ટાળો. પ્રેમ સંબંધોને મજબૂત કરવા આજે શ્રેષ્ઠ દિવસ છે.

  લકી રંગ- સી બ્લૂ

  લકી દિવસ- શુક્રવાર

  લકી નંબર - 6

  દાન- લીલા કઠોળનુ દાન કરો

  નંબર 9- નોકરી અને વ્યક્તિત્વને લઈને લોકપ્રિયતા મળતી દેખાય છે. તમે આજના દિવસે સારુ આકર્ષણ જમાવી શકો છો. મીડિયા, રમતગમત, બાંધકામ, તબીબી, રાજકારણ અને ગ્લેમર ઉદ્યોગના લોકો નવી ઊંચાઈઓ પર પહોંચશે. આજનો દિવસ સિદ્ધિઓથી ભરેલો દિવસ રહેશે. વ્યવસાય અથવા નોકરીમાં સારી તકોના નિર્માણ માટે કૌટુંબિક સંબંધો ઉપયોગી સાબિત થશે. દિવસની શરૂઆત કરવા માટે લાલ વસ્ત્રો પહેરવા જોઈએ

  લકી રંગ- લાલ

  લકી દિવસ- મંગળવાર

  લકી નંબર - 9 અને 6

  દાન- કેસરી કપડાનું દાન કરો

  16મી તારીખે જન્મેલી હસ્તીઓ: વિકી કૌશલ, મુક્તાનંદ, નટવર સિંહ, સોનલ ચૌહાણ, ધર્મેશ દર્શન
  First published:

  આગામી સમાચાર