Home /News /dharm-bhakti /

Numerology 13 June 2022: આજનો તમારો દિવસ કેવો રહેશે અને શેનું દાન કરવાથી ભવિષ્ય ઊજ્જવળ બનશે

Numerology 13 June 2022: આજનો તમારો દિવસ કેવો રહેશે અને શેનું દાન કરવાથી ભવિષ્ય ઊજ્જવળ બનશે

આંકડાશાસ્ત્ર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર-1

  બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં આજે નાણાંકીય લાભ પ્રાપ્ત થવાની કોઈ સંભાવના નથી. ભવિષ્યમાં આગળ વધવા માટે તમારે ઓફિસ અને પરિવારમાં સિનિયર વ્યક્તિઓની સલાહ લેવી જોઈએ. તમે સરળતાથી સંપત્તિ ખરીદી શકશો અને વેચી શકશો. તમારા બાળકોને આજે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત તઈ શકે છે. કૃષિ, ડીલરશીપ, બાંધકામ, પુસ્તક, દવાઓ અને નાણાકીય ક્ષેત્રે રિકવરી જોવા મળશે. શિક્ષકો અને કોચને સરાહના પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: ટીલ

  લકી દિવસ: રવિવાર

  લકી નંબર: 3

  દાન: જરૂરિયાતમંદ વ્યક્તિઓને પીળા ફળનું દાન કરો

  નંબર-2

  આજે તમારે તમારા વિચાર બોસ સામે રજૂ ન કરવા જોઈએ. કાયદાકીય પ્રતિબદ્ધતાઓને કારણે તમે પરેશાન થશો અને દેવાઓમાં ઘટાડો થશે. તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થશે, જેના કારણે તમારા સમ્માનને ઠેસ પહોંચશે. મહિલાઓએ પરિવારના અન્ય મહિલા સભ્યોનૌ સહયોગ કરવો જોઈએ. આજે તમે તમારા સવાલના જવાબ શોધી શકો છો. એક્સપોર્ટ ઈમ્પોર્ટ બિઝનેસમાં અને રાજનેતાઓને સફળતા પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 6

  દાન: ગરીબોને ખાંડનું દાન કરો

  નંબર-3

  તમને તમારા માતા-પિતા અને ગુરુના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે. આજે વિદ્યાર્થીઓ, રાજનેતાઓ અને ખેલાડીઓને ઉચ્ચ સફળતા મળવાની સંભાવના છે. તમારા જ્ઞાનની મદદથી તમારા સિનિયર વ્યક્તિઓ પણ ખુશ થશે. આજે જે પણ નિર્ણય લેવામાં આવશે તે સંગીતકાર અને લેખકના પક્ષમાં રહેશે. આજે જે પણ રોકાણ કરવામાં આવે તેમાં ઉચ્ચ લાભ થશે. પ્રેમ કરનાર વ્યક્તિઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ. ડીલ કરવામાં સરકારી અધિકારીઓને લાભ થઈ શકે છે. તમારા ગુરુના નામનો જાપ કરો અને દિવસની શરૂઆત કરતા પહેલા માથા પર ચંદનનું તિલક કરો.

  માસ્ટર કલર: નારંગી

  લકી દિવસ: ગુરુવાર

  લકી નંબર: 3 અને 1

  દાન: મહિલા સહાયકને કેસરનું દાન કરો

  નંબર-4

  આજે દગો મળવાની સંભાવના હોવાથી તમારે સંબંધોમાં સાવધાન રહેવું જોઈએ. તમને મોટી સંખ્યામાં નાણાં પ્રાપ્ત થાય છે, પરંતુ નવા ક્ષેત્રે રોકાણ કરવા માટે એક દિવસની રાહ જોવી. રાજનીતિ અને મનોરંજન ક્ષેત્રે યાત્રા કરવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ સારો નથી. શેરબજારમાં આજે ધીમી ગતિનો સામનો કરવો પડી શકે છે. મેડીકલ અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક ફેરફાર જોવા મળશે. વિદ્યાર્થીઓ જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે તેમણે કાગળ પર લખી લેવા જોઈએ. જેનાથી તેઓ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. માર્કેટિંગ સાથે જોડાયેલ વ્યક્તિઓ આ મહિનાના અંત સુધીમાં પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આજે નોન વેજ આહારનું સેવન ન કરવું.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  લકી દિવસ: શનિવાર

  લકી નંબર: 9

  દાન: ભિખારીઓને ધાબળાનું દાન કરો

  નંબર-5

  શું તમે ખૂબ જ નિરાશાજનક ફીલ કરી રહ્યા છો. તો આજનો દિવસ ઉજ્જવળ હોવાથી અગાઉના તમામ નુકસાનોને ભૂલીને આગળ વધવું જોઈએ. અગાઉના કામનું આજે તમને સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. આજે તમારા જીવનમાં એક નવો મિત્ર આવી શકે છે. બેન્કર અને અભિનેતાઓ માટે આજનો દિવસ સારો છે. વિદ્યાર્થીઓને આજે શૈક્ષણિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: ગ્રીન

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 5

  દાન: લીલા શાકભાજીનું દાન કરો

  નંબર-6

  વિવાદોનો અંત લાવવા માટે, ઘર અને સ્ટોક ખરીદવા માટે, ટ્રાવેલ કરવા, ટુર્નામેન્ટ રમવા, ઓડિશન આપવા, ફિલ્મ સાઈન કરવા, પ્રેઝન્ટેશન આપવા માટે, જીતની ઊજવણી કરવા માટે આજનો દિવસ શુભ છે. બાળકો સાથે સમય પસાર કરવા માટે આજનો દિવસ સારો છે. જો તમે વિઝા માટે રાહ જોઈ રહ્યા છો તો, તમે પોઝિટીવ મુવમેન્ટ સાથે આગળ વધી શકો છો. જે વ્યક્તિઓ આજે નવી ફેક્ટરીની સ્થાપના કરવા માટે સંપત્તિની શોધ કરે છે, તેઓ અન્ય વિકલ્પની પસંદગી કરી શકે છે. અભિનેતા અને મીડિયાના લોકો સફળતાનો આનંદ લઈ શકે છે.

  માસ્ટર કલર: ટીલ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: ગરીબોને મિઠાઈનું દાન કરો

  નંબર-7

  જો કોઈ વ્યક્તિ તમને દગો આપવાની કોશિશ કરશે તો તે ક્યારેય પણ સફળતા નહીં મેળવે. રમત અને શિક્ષા ક્ષેત્રે જીત મેળવવા માટે વડીલોના આશીર્વાદ મેળવો. સંબંધ વધુ મજબૂત થશે અને ભાગ્ય વધુ ઊજ્જવળ થશે. ગુરુમંત્રનો જાપ કરો. મૃદુ અને દયાળુ શબ્દોથી તમે આખી બાજી તમારા ફેવરમાં કરી લીધી છે. રાજનેતાઓ સાથે સાર્વજનિક સભાઓમાં ભાગ લેવા માટે અને પાર્ટીના સિનિયર લીડને ઈમ્પ્રેસ કરવાનો આજે શુભ દિવસ છે.

  માસ્ટર કલર: ઓરેન્જ

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 7

  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  નંબર-8

  નાણાં સાથે સંબંધિત તમામ ઉદ્દેશ્ય આજે સરળતાથી પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં સામંજસ્ય સ્થાપિત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આજના દિવસ દરમિયાન એક્સિલેન્ટ કમ્યુનિકેશન અને ધૈર્યની મદદથી તમને પુરસ્કાર પ્રાપ્ત થઈ શકે છે. આજે તમે વધુમાં વધુ સમય ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પસાર કરશો. સેમિનાર દરમિયાન ડૉકટરોને સમ્માન પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: ભિખારીઓને ખાટા ફળનું દાન કરો

  નંબર-9

  આજે તમારી કાર્યશૈલીમાં ફ્લેક્સિબલ રહો અને દાન પુણ્ય કરો. સરકારી આદેશ મેળવવા માટેનો આજનો દિવસ શુભ છે. આજનો દિવસ સારો હોવાથી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટેશનમાં આગળ વધવું જોઈએ. CA, અભિનેતાઓ, ટીચર, સ્પોર્ટ્સમેન આજે પોતાનું લક અજમાવી શકે છે.

  માસ્ટર કલર: લાલ અને ઓરેન્જ

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 3 અને 9

  શું દાન કરવું જોઈએ: બાળકોને લાલ પેનનું દાન કરો.

  પિયુષ ગોયલ, રાજકુમાર રાવ, દિશા પટણી, તરુણ આદર્શ અને રાજ રેડ્ડીનો જન્મ 13 જૂનનો રોજ થયો છે.
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Numerology, Numerology Suggestions

  આગામી સમાચાર