Home /News /dharm-bhakti /

Numerology 12 June: નવી ફેક્ટરી ખરીદવા માટે છે એકદમ બેસ્ટ દિવસ, જાણો તમારા માટે કેવો રહેશે દિવસ

Numerology 12 June: નવી ફેક્ટરી ખરીદવા માટે છે એકદમ બેસ્ટ દિવસ, જાણો તમારા માટે કેવો રહેશે દિવસ

પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1 – તમારા તમામ પડતર કામો આજે પૂર્ણ થશે. પ્રોપર્ટીનું લે-વેચ સરળ રહેશે. સોલર એનર્જી, ટ્રેનિંગ, ક્રિએટિવ આર્ટ, એજ્યુકેશન, એગ્રિકલ્ચર બુક્સ, મેડિસિન્સ અને ફાઇનાન્સના બિઝનેસમાં સરળ વૃદ્ધિ જોવા મળશે. શિક્ષકો અથવા કોચ બાળકોની પ્રશંસા કરશે. ગુરુની શક્તિ વધારવા માટે બપોરના ભોજનમાં પીળો આહાર લો.

  માસ્ટર કલર – પીચ અને સ્કાય બ્લૂ

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર – 3

  ડોનેશન – ભીખારીને ઓરેન્જનું દાન આપો.

  નંબર 2 - આજે જ્યાં પણ તમને માર્ગદર્શનની જરૂર હશે ત્યાં તમારી અંતરઆત્મા તમારો આપશે. રમતગમતમાં જીત મળશે. કાનૂની કાર્યો સરળતાથી પૂર્ણ થશે. તમે કોઈ એવી વ્યક્તિને મળશો જે તમને માન આપશે. સ્ત્રીઓએ વડીલ સભ્યોને સહકાર આપવો જોઈએ. સરકારી કરારને તોડવા માટે તમારા જૂના સંબંધોનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ અને રાજનેતાઓને નવી સફળતાઓ મળશે.

  માસ્ટર કલર – સ્કાય બ્લૂ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 6

  દાન – મંદિરમાં દૂધ અથવા તેલનું દાન કરો

  નંબર 3 – સિનિયર અને મેન્ટોર્સ પાસે ઘણી બધી સરાહના મળશે. લોકો તમારી સ્પીચ અને નોલેજથી પ્રભાવિત થશે. નિર્ણયો તરફેણમાં રહેશે. પ્રેમનો એકરાર કરવાનો દિવસ. તમારા ગુરૂનો મંત્ર જપો.

  માસ્ટર કલર – ઓરન્જ અને બ્લૂ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – મહિલા હેલ્પરને કેસરનું દાન કરો.

  નંબર 4 - આ દિવસ જીવનમાં કંઈક નવું પ્રદાન કરશે, જેમાં નવો જીવનસાથી અથવા કાર્યમાં નવી પસંદ મળી શકે છે. ભવિષ્યની યોજનાઓ ઘડવા માટે યોગ્ય દિવસ છે. ખાસ કરીને રાજનીતિ અને મનોરંજન ક્ષેત્રના લોકો માટે અનુકૂળ દિવસ છે. બાંધકામ અથવા શેરબજારના વ્યવસાયમાં ઝડપી હલચલનો રહેશે. મેડિકલ અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. માર્કેટિંગ લોકો તેમના મહિનાના અંતના ટાર્ગેટ મેળવી લે તેવી શક્યતા છે. આજે નોન વેજ ખાવાનું ટાળો.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – શનિવાર

  લકી નંબર – 9

  દાન – ભીખારીને ભોજન આપો.

  નંબર 5 - આજે તમને મિત્રો અને કુટુંબીજનો તરફથી સહકાર અને આદર પ્રાપ્ત થશે. ભૂતકાળની કામગીરીમાંથી લાભ મેળવવાનો દિવસ. કોઈ મિત્ર અથવા સંબંધીને મદદની જરૂર પડી શકે છે. બેન્કર્સ, સંરક્ષણ અધિકારીઓ, મીડિયા અને અભિનય કરનારા લોકોને નસીબનો સાથ મળશે.

  વિદ્યાર્થીઓ પણ આજે તેમની શૈક્ષણિક સિદ્ધિઓનો આનંદ માણશે.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન કરો.

  નંબર 6- પ્રેમ અને આકર્ષણ મળશે. ટ્રાવેલ કરવા જાઓ. બાળકો સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ દિવસ. વિઝા બાબતે સકારાત્મક પરીણામો મળશે. જેઓ નવી ફેક્ટરી સ્થાપવા માટે મિલકત શોધી રહ્યા છે તેઓ એક સારો વિકલ્પ પસંદ કરી શકશે. અભિનેતાઓ અને મીડિયા લોકોને સફળતા મળશે.

  માસ્ટર કલર – બ્લૂ અને પિંક

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – સફેદ મીઠાઇનું ગરીબોને દાન કરો.

  નંબર 7 - જો તમે ભૂતકાળથી સંબંધોમાં પરેશાન હતા તો સોફ્ટ કોમ્યુનિકેશન દ્વારા સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે તમારી જીત માટે તમારા વડીલોના આશીર્વાદ મળશે. ગુરુ મંત્રનો પાઠ કરવો અને જાપ કરવો. રાજકારણીઓ માટે તેમજ જાહેર સભાઓમાં હાજરી આપવા અને પક્ષના વરિષ્ઠોને પ્રભાવિત કરવાનો દિવસ.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – ગરીબોને લેમન રાઇસનું દાન કરો.

  નંબર 8 – નસીબથી ઓછા પ્રયત્નો કરીને પણ આજે બધી રમત જીતી શકશો. સ્પર્ધા કરવી પડશે અને સફળતા પ્રાપ્ત કરવી પડશે. સેમિનાર કે પ્રેઝન્ટેશન આપતી વખતે ડોકટરો, ટેક્નિશિયનો, કલાકારો, જાહેર વક્તાઓ અને શિક્ષકો પ્રશંસા મેળવશે. જાહેર હસ્તીઓ અથવા મોટીવેટર્સ સાંજ સુધીમાં નાણાંકીય લાભ પ્રાપ્ત કરશે.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોને સાઇટ્રસ ફૂડનું દાન કરો.

  નંબર 9 – મોડલ્સ અને ડિઝાઇનર્સને સારો ગ્રોથ મળશે. અચાનક ધનની પ્રાપ્તિ થશે. સરકારી ઓર્ડર લેવા માટે શ્રેષ્ઠ દિવસ. અભિનેતાઓ, સીએ, શિક્ષકો, સ્પોર્ટસમેન અને હોટેલિયરને નસીબનો સાથ મળશે. આજેથી જમણા હાથના કાંડા પર લાલ દોરો પહેરો.

  માસ્ટર કલર – રેડ અને ઓરેન્જ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર - 3 અને 9

  દાન – ગરીબો અથવા હેલ્પર્સને દાડમનું દાન કરો.

  12 જૂને જન્મેલી હસ્તીઓ – અંજના ઓમ કશ્યપ, ગોપીચંદ, સલમાન યુસુફ ખાન, પદ્મિની. નરેન્દ્રસિંહ તોમર.
  First published:

  Tags: Astrology, Horoscope, Numerology, Numerology Suggestions

  આગામી સમાચાર