Home /News /dharm-bhakti /

Numerology 12 July 2022: તમારી જન્મ તારીખ પરથી જાણો કેવો રહેશે તમારો દિવસ અને શું છે તમારો લકી નંબર

Numerology 12 July 2022: તમારી જન્મ તારીખ પરથી જાણો કેવો રહેશે તમારો દિવસ અને શું છે તમારો લકી નંબર

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફલ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1

  તમારા વ્યક્તિત્વની લિડરશિપ બાજુ પ્રદર્શિત કરવાનો અને પ્રશંસા મેળવવાનો દિવસ છે. આજે ડર્યા વિના વ્યવસાયમાં પહેલ કરો. કામ પરના લોકો અને સંબંધોમાં બંને તમારા માટે આદર કરશે. ટેન્ડર, ઇવેન્ટ્સ, સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં હાજરી આપવી, લોન લેવી કે ઇન્ટરવ્યૂ માટે અરજી કરવી, બધું જ સફળ રહેશે. સંપત્તિ ખરીદવી અને સંપત્તિ વેચવાનું બંને હોલ્ડ પર રાખવું જોઈએ. પુસ્તકોનો વ્યવસાય, ડિજિટલ માર્કેટિંગ, તાલીમ, જવેલરી અને સ્પોર્ટ્સ એસેડેમીઝને સારો નફો થશે.

  માસ્ટર કલર – ઓરેન્જ, ગ્રીન

  લકી દિવસ – રવિવાર અને સોમવાર

  લકી નંબર – 3

  દાન – ઓરેન્જ રંગનું કાપડ કોઇ મહિલાને દાન કરો

  નંબર 2

  અસમંજસ ટાળવા માટે મૌખિકને બદલે લેખિત વાતચીત કરો. તમને લાગશે કે ઘણી જવાબદારીઓ વહન કરવી પડશે તેથી વધુ રોકાણ કરી શકશો નહીં. કાર્યસ્થળ પર તમે સિનિયરના દબાણ હેઠળ હશો. પરંતુ તેમ છતાં નસીબને કારણે સારું પ્રદર્શન આપી શકશો. સ્ત્રીઓ અને બાળકોએ આજે તેમના સ્વાસ્થ્યને સાચવવું જોઇએ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ, કેમિકલ, ડોક્ટર્સ, ટીચર્સ, શેર માર્કેટ અને પોલિટિશિયન્સને નવી ઊંચાઇ જોવા મળશે. વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રદર્શનમાં ઉચ્ચ રેટિંગ્સ મળશે.

  માસ્ટર કલર – પીચ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2

  દાન – મંદિરમાં નારિયેલનું દાન કરો

  નંબર 3

  તમારી માર્કેટિંગ કુશળતા બતાવવાનો સમય છે. તમારી માતા, ભગવાન અને ગુરુના આશીર્વાદથી તમને સફળતા મળશે. શનિવારના દિવસે કપાળ પર ચંદન લગાવો. લોકો આજે તમારા ભાષણથી આશ્ચર્યચકિત અને પ્રભાવિત થશે. આજે આયોજિત રોકાણમાં વળતરમાં વધારે લાગે છે. કોઈ પણ ક્ષેત્રના સરકારી અધિકારીઓ અને કલાકારોએ ખ્યાતિ અને પૈસા મેળવવા માટે હાથમાં જોખમ લઇ શકો છો.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – ડોમેસ્ટિક હેલ્પરને પીળા ભાત દાન કરો

  નંબર 4

  જો તમે રાજકારણ અને રમતગમત સાથે સંકળાયેલા લોકો માટે આયોજન કરવા માટે એક ઉત્તમ દિવસ છે. ખાસ કરીને રાજકારણ અને મનોરંજન ઉદ્યોગના લોકો માટે પ્રવાસ કરવાનો શ્રેષ્ઠ દિવસ. વિદ્યાર્થીઓ, સલાહકારો, સરકારી અધિકારીઓ, બેન્કરો, શેફ, હોટેલિયર્સ, બાંધકામ અને તબીબી વ્યવસાયને બહારના કોઈ વ્યક્તિનો ટેકો મળશે. વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. માર્કેટિંગ સાથે સંકળાયેલ વ્યક્તિ ટાર્ગેટ પૂર્ણ કરી શકશે. નોન-વેજ અને દારૂનું સેવન ટાળો.

  માસ્ટર કલર - બ્લૂ

  લકી દિવસ – શનિવાર

  લકી નંબર – 9

  દાન - પશુઓને લીલા પાંદડાનું દાન કરો

  નંબર 5

  આજે તમારા ભોજનમાં સફેદ મીઠાઈનો સમાવેશ કરો. યાત્રાની યોજના સફળ રહેશે. પ્રેમ, સંપત્તિ, કીર્તિ, સમૃદ્ધિ, વૈભવ અને માન્યતા આ બધું જ આજે તમારું છે. લોન જેવી જવાબદારીઓ અંગે શંકા ન કરો. કારણ કે લોન તમને સપના પૂરા કરવામાં મદદ કરશે. નસીબ તેની ભૂમિકા ભજવશે તમે માત્ર કામ પર ફોકસ કરો. પ્રેમસંબંધની મીઠાશ જળવાશે.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર -5

  દાન – લીલા શાકભાજી અને ફળોનું દાન કરો

  નંબર 6

  આજે તમે તમારા કામમાં સારી છાપ છોડશો. ભૂતકાળને ભૂલીને સંબંધોમાં આગળ વધો. પાર્ટનર અને બાળકો સાથે સમય વિતાવવાનો યોગ્ય દિવસ. વિદ્યારથીઓ, ડાન્સર્સ, રાઇટર્સ, સંગીતકારો, ડિઝાઇનર્સ, રાજકારણી, વેપારી, ડેર્મીટોલોજીસ્ટ, બ્યુટિશ્યન અને રેસ્ટોરન્ટ સંચાલકોને નવી તકો મળશે. પ્રોપર્ટીની શોધ કરી રહેલા લોકો ડીલ પૂરી કરી શકશે.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – આશ્રમમાં ખાંડનું દાન કરો

  નંબર 7

  સંરક્ષણ અને કાયદાના લોકો ઊંચા માર્જિનથી જીત મેળવશે. સિનિયર સાથે ચર્ચા કરી ઉકેલો શોધવા. કોઈ પણ જાતની દલીલો કર્યા વિના સંબંધ ફરી થી પરિપૂર્ણ થશે. ગુરુ મંત્રનો જાપ કરો. સ્પોર્ટસમેનને ઈનામ મળશે. રાજકારણીઓ અને અભિનેતાઓ માટે તેમજ જાહેર સભાઓમાં ભાગ લેવા અને પાર્ટીના વરિષ્ઠોને પ્રભાવિત કરવા માટે એક સુંદર દિવસ. નાણાં ધીરનાર અને બેન્કરોએ આજે સાવચેત રહેવું જોઈએ.

  માસ્ટર કલર – ટીલ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – આશ્રમમાં ઘઉંનું દાન કરો

  નંબર 8

  શિક્ષણવિદો, અભિનેતાઓ, દિગ્દર્શકો, ઇજનેરો, વૈજ્ઞાનિકો, સંરક્ષણ અધિકારીઓ, ડોકટરો અને ઉત્પાદકોએ મોટી બ્રાન્ડ સાથે નવું મર્જર કરી શકે છે. ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મંદિરની મુલાકાત લેવી જ જોઇએ કે જેમણે તમારા પરિવારના સભ્યોના પૈસા, ખ્યાતિ, સમજ, આદર અને સ્નેહ આપ્યા છે. પ્રવાસ થશે. તમને તમારું જીવન સંપૂર્ણ અને સંતોષકારક લાગશે. ડોકટરો અને ફાઇનાન્સરોને સફળ ઓપેરાટીઓઝની પ્રશંસા મળશે. પબ્લિક ફીગર્સને સાંજ સુધીમાં નાણાકીય લાભ પ્રાપ્ત થશે. તમારી રોમેન્ટિક લાગણીઓને વાસ્તવિકતામાં ફેરવવા માટેનો એક સુંદર દિવસ.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – પશુઓને કાચા કેળાનું દાન કરો.

  નંબર 9

  લાલ વસ્ત્રો પહેરીને દિવસની શરૂઆત કરો. તમારું નસીબ આજે તમને સફળતા અપાવશે. પબ્લિક ફીગર્સની પોપ્યુલારિટી વધશે. વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, એક્ટર્સ, આર્કિટેક્ટ્સ અને સ્પોર્ટ્સમેનને તેમની મહેનનું ફળ મળશે. સ્ટોક માર્કેટમાં નવું રોકાણ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

  માસ્ટર કલર – પર્પલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 3

  દાન – ઘરેલું મદદનીશને લાલ સારી દાન કરો.

  12 જુલાઇએ જન્મેલી હસ્તીઓ

  વિનાયક પાઠક, શિવારાજ કુમાર, મુનાફ પટેલ, સુજીતા, એવલિન શર્મા
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarati Rashifal, Horoscope, Rashi bhavishya, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन