Home /News /dharm-bhakti /

Numerology 12 August : આ રાશિના જાતકોએ આજે સામાજિક વ્યવહારોમાં રાખવું વિશેષ ધ્યાન, જાણો આજનું રાશિફળ

Numerology 12 August : આ રાશિના જાતકોએ આજે સામાજિક વ્યવહારોમાં રાખવું વિશેષ ધ્યાન, જાણો આજનું રાશિફળ

અંકશાસ્ત્ર પરથી રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1: તમારી પ્રોફાઇલને વધુ સારી બનાવવા માટે તમારા વડીલો અને સિનિયર્સની સલાહને આંખ બંધ કરીને માની લો. વૈજ્ઞાનિકોને જોખમી નિર્ણયો લેવાનું સૂચવવામાં આવે છે. રમતગમતમાં જીતવાની ઉચ્ચ સંભાવના છે. વ્યાપાર, શિક્ષણ, બાંધકામની તાલીમ, કૃષિ પુસ્તકો, દવાઓ અને ફાઇનાન્સમાં સરળ કામકાજ રહેશે. બાળકો શિક્ષકો અથવા કોચ તરફથી પ્રશંસા મેળવશે.

  માસ્ટર કલર્સ : બેઇજ

  લકી દિવસ: રવિવાર

  લકી નંબર: 3

  દાન: ભિખારીઓને નારંગીનું દાન કરો

  નંબર 2: ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા હોય તો અભ્યાસમાં સમય આપવાનું શરુ કરો. કાગળ પર જ્ઞાનને ઉતારવા માટેનો એક સુંદર દિવસ. તેથી સ્પર્ધામાં ભાગ લેવો જ જોઈએ. કાનૂની કામકાજ સરળતાથી પૂર્ણ થશે. તમે કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા સન્માનને ઠેસ પહોંચાડી શકે છે, તેથી સાવચેત રહો. સ્ત્રીઓએ વડિલ સભ્યોને સહકાર આપવો જોઈએ. આ દિવસ તમારા સંપર્કોનો ઉપયોગ સરકારી કરારો મેળવવા માટે કરવાનો છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસ અને રાજકારણીઓ સફળતા મેળવશે

  માસ્ટર કલર્સ: સ્કાય બ્લુ

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 6

  દાનઃ મંદિરમાં દૂધ કે તેલનું દાન

  નંબર 3: ડોકટરો અને વૈજ્ઞાનિકો માટે ખાસ દિવસ. તમારી સામાજિક સ્થિતિને સુધારવા માટે પહેલ કરવાનો દિવસ છે. સામાજિક સબંધો અને શૈક્ષણિક લાયકાત બંને યોગ્ય છે. માસ્ટર ગ્રહો સાથે જોડાવા માટે ઘરમાં લાકડાની વસ્તુ મૂકો. લોકો તમારા જ્ઞાનની સાથે-સાથે વાણીથી પ્રભાવિત થશે. આજે લેવાયેલા તમામ નિર્ણયો ખાસ કરીને વિદ્યાર્થીઓ, સલાહકારો, જાહેર વ્યક્તિઓ, વૈજ્ઞાનિકો, સંગીતકારો અથવા લેખકોની તરફેણમાં આવશે. આજે કરેલા રોકાણનું સારું પરિણામ મળશે. પ્રેમમાં હોય તેઓએ પ્રેમની અભિવ્યક્તિ માટે ગિફ્ટની આપ-લે કરવી જોઈએ. સરકારી અધિકારીઓ તમામ વ્યવહારોમાં નસીબનો સાથ મેળવશે. દિવસની શરૂઆત કરતા પહેલા તમારા ગુરુના નામનો જાપ કરવાનું અને કપાળ પર ચંદન લગાવાનું ભૂલશો નહીં.

  માસ્ટર કલર્સ: નારંગી

  લકી દિવસ: ગુરુવાર

  લકી નંબર: 3 અને 1

  દાન: ઘરમાં સહાય કરતી સ્ત્રીને કેસરનું દાન કરો

  નંબર 4: નિર્ણયો લઈને નિષ્ક્રિય થવાનું બંધ કરો અને શિસ્તનું પાલન કરો. આજે સમયનું આયોજન કરવાની જરૂર છે, તેથી અપોઈન્ટમેન્ટ સારી રીતે ગોઠવો. આજે વાવેલા બીજનું ભવિષ્ય માં ફળ મળશે. ખાસ કરીને રાજનીતિ અને મનોરંજન ક્ષેત્રના લોકો માટે પ્રવાસ કરવા માટે પ્રતિકૂળ દિવસ છે. કન્સ્ટ્રક્શન, મેડિકલ, આઈટી, હાર્ડવેર અને એગ્રીકલ્ચર સેક્ટરમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. માર્કેટિંગના લોકો તેમના મહિનાના ટાર્ગેટ પૂરા કરે તેવી શક્યતા છે. આજે નોન વેજ ખાવાનું ટાળો.

  માસ્ટર કલર્સ: વાદળી

  લકી દિવસ: શનિવાર

  લકી નંબર: 9

  દાન: ભિખારીને ધાબળો દાન કરવો આવશ્યક છે

  નંબર 5: જીદ ને હાવી ન થવાનું યાદ રાખો અને અન્યના સૂચનોનો આદર કરો. ભૂતકાળની કામગીરીથી ઓળખ અને લાભ મેળવવાનો દિવસ. કોઈ મિત્ર કાનૂની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે. બેન્કર્સ અને મીડિયા વ્યાવસાયિકો નસીબનો લાભ મેળવશે. સેલ્સમાં અને ખાસ કરીને રમતગમત માટે ઝડપી હિલચાલ કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ પણ આજે તેમની શૈક્ષણિક સફળતાનો આનંદ માણશે.

  માસ્ટર કલર્સ: સી ગ્રીન

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 5

  દાનઃ લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન અવશ્ય કરવું

  નંબર 6: નવી નોકરી, નવું ઘર, ઓડિશનમાં હાજરી આપવા, પ્રેઝન્ટેશન આપવા, જ્વેલરી ખરીદવા, મીડિયાનો સામનો કરવા અને વિજયની ઉજવણી કરવા માટેનો એક ઉત્તમ દિવસ છે. પારિવારિક કાર્યોમાં સમય પસાર કરવા માટે સારો દિવસ છે. જો તમે વિઝાની રાહ જોઈ રહ્યા છો તો તમે સકારાત્મક સમાચાર મેળવીને સુરક્ષિત અનુભવશો. જેઓ નવી ફેક્ટરી સ્થાપવા માટે મિલકત શોધી રહ્યા છે તેઓ એક સરસ વિકલ્પ પસંદ કરી શકશે. અભિનેતાઓ અને મીડિયાના લોકો સફળતાનો આનંદ માણશે.

  માસ્ટર કલર્સ: સ્કાય બ્લુ અને પીચ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: ગરીબોને ખાંડનું દાન

  નંબર 7: તમે સરેરાશ કરતા વધારે બુદ્ધિશાળી વ્યક્તિથી છો, તેથી ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવું જોઈએ અને વ્યવસાયિકોને સ્કિલ્સ વધારવા માટે કામ કરવું જોઈએ. તમારા જીવનસાથી તમને સમર્થન આપે.આજે તમારા સંબંધ ખીલશે અને વિજાતીય વ્યક્તિ આજે તમારા માટે ભગ્યશાળી હશે. ગુરુ મંત્ર અને કેતુ મંત્રનો પાઠ અને જાપ અવશ્ય કરો. સૌમ્ય ભાષા અને દાન આજે કામ આવશે. રાજકારણીઓ માટે જાહેર સભાઓમાં હાજરી આપવા અને પક્ષના વરિષ્ઠોને પ્રભાવિત કરવા માટેનો એક સુંદર દિવસ છે.

  માસ્ટર કલર્સ: નારંગી

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 7

  દાન: ગરીબોને લીલા ફળો અથવા શાકભાજી દાન કરો.

  નંબર 8: ગઈકાલના થાક ને દૂર કરવા માટે દૂધના પાણીથી સ્નાન કરો. સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે પરંતુ તમારી મજબૂત સામાજિક ઇમેજની મદદથી તમને દિવસના અંત સુધીમાં ફળ મળશે. તમે ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધુ સમય પસાર કરશો. સેમિનાર આપતી વખતે ડોકટરો પ્રશંસા મેળવશે. સેલેબ્રિટીઓને સાંજ સુધીમાં નાણાકીય લાભ પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર્સ: સી બ્લ્યુ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: ભિખારીને સાઇટ્રસ ફળો દાન કરો

  નંબર 9: દિવસ મૂંઝવણ અને અધીરાઈથી ભરેલો છે. પરંતુ અચાનક પૈસા અથવા સફળતા અપેક્ષિત છે. સ્પોર્ટ્સમેન, કાઉન્સેલર્સ, ડોકટરો, ડાન્સર્સ, અભિનેતાઓ અને વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટશનમાં આગળ વધવું જોઈએ, કારણકે આજે તેમના માટે ખુબ સારો દિવસ છે. અભિનેતાઓ, CA, શિક્ષકો, ખેલૈયાઓ અને હોટેલીયર્સને આજે નસીબનો ભારે સાથ મળશે.

  માસ્ટર કલર્સ: લાલ અને વાદળી

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 3 અને 9

  દાન: ઘરમાં કામ કરનારને અથવા ભિખારીઓને દાડમ દાન કરો.

  12મી ઓગસ્ટે જન્મેલી હસ્તીઓ: વિક્રમ સારાભાઈ, સારા અલી ખાન, તેજી બચ્ચન, સીતારામન યેચુરી, ડૉ નરેશ ત્રેહાન, ક્રિષ્ના મુખર્જી
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन