Home /News /dharm-bhakti /

Numerology 11 June 2022 : આ તારીખે જન્મેલા લોકોનો દિવસ રહેશે દરેક કામ માટે સફળ

Numerology 11 June 2022 : આ તારીખે જન્મેલા લોકોનો દિવસ રહેશે દરેક કામ માટે સફળ

આ અંકના લોકોને આજે માર્કેટમાં રોકાણ અપાવશે લાભ, જાણો કેવું રહેશે આપનું ભવિષ્ય

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1 (1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકો)

  આજે આખો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે અને તમારું પ્રદર્શન આજે ખૂબ સારું રહેશે. રોકાણ હોય, નવી ઓફર હોય, કોન્ટ્રાક્ટ કરવાનાં હોય, માર્ગદર્શકનું માર્ગદર્શન લેવાનું હોય, નવી સ્ટ્રેટેજી બનાવવાની હોય, નવા સંબંધો સ્થાપવાના હોય કે પછી ઇન્ટરવ્યુ માટેની તૈયારી હોય આ બધામાં સફળતા મળશે. આજે તમારા ધાર્યા તમામ કામો પાર પડશે. તમારી પર્સનલ લાઇફમાં થોડા ડિપ્લોમેટિક બનવાની જરૂર જણાશે. ભગવાન સૂર્યની પૂજા કરવાનું ભૂલશો નહીં

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર – 1

  દાન – પીળા ફળોનું દાન કરો.

  નંબર 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો)

  આજનો દિવસ સારા સંગીત સાથે શરૂ કરો અને તમારા પાર્ટનર સાથે શોપિંગનો આનંદ માણો. કોન્ટ્રાક્ટ અથવા ટેન્ડર માટે શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરો. તમારા સપનાઓ સાકાર થશે, તેથી થોડી ધીરજ રાખશો. આજના દિવસે સફેદ રંગના વસ્ત્રો પહેરવા વધુ લાભદાયી સાબિત થશે. ચંદ્ર અને ભગવાન શિવની ખાસ પૂજા કરો.

  માસ્ટર કલર- સફેદ અને લીલો

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2

  દાન -ગરીબોને દૂધનું દાન કરો

  નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલા લોકો)

  ભાગ્ય તમારી સાથે છે, જેથી તમારા નેટવર્કને વિસ્તૃત કરવા માટે આ દિવસનો ભરપૂર ઉપયોગ કરો. આસપાસથી જ્ઞાન આપવા અને લેવાનો દિવસ છે. સામાનની સંભાળ રાખશો. ભૂતકાળની ઘટનાઓ ભૂલી જાઓ અને દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે તમારા મનની વાત કરો. જો તમે ડાન્સ, રસોઈ, ડિઝાઇનિંગ, અભિનય, શિક્ષણ અથવા ઑડિટીંગમાં છો તો પ્રતિભા દર્શાવવાની શ્રેષ્ઠ તક છે. ફાઇનાન્સ અને સરકારી પરીક્ષાના વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવી શકશે.

  માસ્ટર કલર – પીચ અને એક્વા

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 9

  દાન – મંદિરમાં કંકુનું દાન કરો

  નંબર 4 (4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકો)

  અંગત જીવનમાં રહેલા જૂના મતભેદો દૂર કરીને તમે નવી શરૂઆત કરી શકો છો. બિઝનેસ પ્લાન્સ સંબંધિત એક્શન્સ માટે ખાસ દિવસ છે. તમારો આજનો દિવસ માર્કેટિંગ, નફો મેળવવા, પ્રોપર્ટીઝ જોવા, નવા કે જૂના સોદાને પાર પાડવા અને કરારો પર હસ્તાક્ષર કરવામાં પસાર થઇ શકે છે. ટ્રાવેલિંગ અને મશીન સાથે કામ કરતી સમયે કાળજી રાખો.

  માસ્ટર કલર – સ્કાય બ્લૂ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – લીલા અનાજનું દાન કરો

  નંબર 5 (5, 14 અને 23 તારીખે જન્મેલા લોકો)

  પ્રમોશન અને અપ્રેઝલ મળી શકે છે. તમારા નાણા અને શક્તિનો વધારે પડતો ઉપયોગ કરવાનું ટાળશો. સ્ટોક માર્કેટ, બિડિંગ, રમત, ગ્લેમર, મીડિયા અને સરકારી નોકરીમાં તમારું નસીબ સાથ આપશે. રોકાણ કરવા માટે બેસ્ટ દિવસ છે. સી ગ્રીન કપડા પહેરવાથી મીટીંગમાં મદદ મળશે. ટ્રાવેલ લવર્સને વિદેશ ફરવાનો અવસર મળી શકે છે.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – અનાથ લીલા ફળોનું દાન કરો

  નંબર 6 (15 અને 24 તારીખને જન્મેલા લોકો)

  જીવનમાં તમે આશીર્વાદ અને પૂરતો સહકાર મેળવી શકશો. તમારી બધી કમીટમેન્ટ્સ પૂરી કરી સફળતા મેળવશો. બાળકો અને સહ કર્મીઓના સપોર્ટથી તમને રાહત મળશે. ગ્લેમર, ટ્રેનિંગ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, ક્લોથ, રીયલ એસ્ટેટ અને લક્ઝરી આઇટમ્સ સંબંધિત બિઝનેસ ધરાવતા લોકોને નમીબનો સાથ મળશે. વાહન, ઘર, મશીનરી અને જ્વેલરી ખરીદવા માટે સારો દિવસ છે.

  માસ્ટર કલર – એક્વા

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોને અથવા મંદિરમાં ખાંડનું દાન કરો

  નંબર 7 (7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો)

  જૂના સંપર્કોનો ઉપયોગ કરવા અને સોદામાં સફળતા મેળવવા માટે આજનો દિવસ સારો છે. આજે લીધેલા તર્કસંગત નિર્ણયોથી ધંધામાં જવાબદારીઓ ઓછી થશે. વકીલોના સૂચનો સ્વીકારવાનો પ્રયાસ કરો, તેનાથી ફાયદો થશે. લગ્નના પ્રસ્તાવો સફળ થશે. ભગવાન શિવ મંદિરની મુલાકાત અને અભિષેક કરવાથી સફળતા માટે જરૂરી ગ્રહ નેપ્ચ્યુન મજબૂત થશે.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – ગરીબોને મીઠું દાનમાં આપો

  નંબર 8 (8, 17 અને 25 તારીખે જન્મેલા લોકો)

  સફળતા અન ઉદ્દેશો પ્રાપ્ત કરવા આગળ વધો. કાયદાકિય બાબતોનો ઉકેલ આવશે. તમારો જીવનસાથી તમારી સાદગીથી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં સફળ થશે. તમે આખો દિવસ ઘણા વ્યવહારો કરવામાં વ્યસ્ત રહેશો, તેથી દિવસનો અંત થકાન ભર્યો રહેશે.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – શનિવાર

  લકી નંબર -6

  દાન – જરૂરિયાતમંદને ચપ્પલનું દાન કરો

  નંબર 9 (9, 18, 27 તારીખે જન્મેલા લોકો)

  જો તમે અભિનેતા, રાજકારણીઓ, માર્કેટર, જાહેર વ્યક્તિ અથવા મીડિયા વ્યક્તિ છો, તો પછી નિર્ણય લેવામાં સાહસ કરો, કારણ કે તે ભવિષ્યમાં મોટી સફળતા અપાવશે. પ્રેમનો એઝહાર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. રાજકારણ, લિક્વિડ, દવાઓ, ડિઝાઇનિંગ, મીડિયા, ફાઇનાન્સ અથવા શિક્ષણ ઉદ્યોગમાં સંકળાયેલા લોકોને મોટી સફળતા મળશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – મંદિરમાં લાલ કપડાનું દાન કરો.

  11 જૂને જન્મેલા સેલિબ્રિટીઝ – લાલુ પ્રસાદ યાદવ, મહાબલી શેરા, જુલિયા માર્ગરાટે, રામ પ્રસાદ બિસમિલ, રાજા મોહન રેડ્ડી
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Numerology, Numerology Suggestions

  આગામી સમાચાર