Home /News /dharm-bhakti /

Numerology 11 July: તમારી જન્મ તારીખ પરથી જાણો કેવો રહેશે તમારો દિવસ

Numerology 11 July: તમારી જન્મ તારીખ પરથી જાણો કેવો રહેશે તમારો દિવસ

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફલ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1 (1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકો)

  કરિયરમાં નવી શરૂઆતની અપેક્ષા છે. લક્ઝરી મુસાફરી થઇ શકે છે. આજે તમે તમામ સુખસગવડોનો આનંદ માણશો અને પૈસા મેળવવા અથવા લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ રહેશે, કારણ કે તમારું જ્ઞાન અને નેટવર્કિંગ જાદુઈ રીતે કાર્ય કરશે. સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન સૂર્ય અને ગુરુના આશીર્વાદ લો. રમતરોવીને વિજય મળશે. આત્મવિશ્વાસ વધારવા માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.

  માસ્ટર કલર - પીળો અને ઓરેન્જ

  લકી દિવસ – રવિવાર, ગુરૂવાર

  લકી નંબર – 3

  દાન – સનફ્લાવર તેલનું દાન કરો.

  નંબર 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો)

  આશાવાદ અપનાવો અને બધા અસાઇન્મેન્ટ લો કારણ કે તમને સફળતા મળશે. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધી રાખો. મેનિપ્યુલેશન્સ પણ આજે સારી રીતે કામ કરશે. બાળકો અને સંબંધીઓ સાથે સમય વિતાવવાનો એક શ્રેષ્ઠ સમય. રોકાણ કરવાની શ્રેષ્ઠ તક. લિક્વિડ, સોલર એનર્જી, અગ્રિકલ્ચર, પેટ્રોલ અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો, તો તમને સફળતો મળી શકે છે.

  માસ્ટર કલર – બ્લૂ અને ઓરેન્જ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2

  દાન – પીવાના પાણાનું દાન કરો

  નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલા લોકો)

  ખ્યાતિ મેળવવા માટેના તમારી રચનાત્મક કુશળતા અને જ્ઞાનનો ઉપયોગ કરો. વિદ્યાર્થીઓ અને રમતવીર માટે દિવસ સફળતાથી ભરેલો છે. પાર્ટનરને પ્રભાવિત કરવા માટે ઉત્તમ દિવસ. તમારા પ્રેમનો એકરાર કરો. જો તમે રાજકારણી અથવા સરકારી અધિકારી છો, તો લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહેશો. ઇન્ટરવ્યૂમાં કે પરીક્ષામાં જતા પહેલા ગુરૂમંત્રનો જાપ કરો. ગુરૂનો પ્રભાવ મજબૂત કરવા ગૃહિણીઓએ પીળું ધાન રાંધવું અને પરીવારને પીરસવું.

  માસ્ટર કલર – ઓરેન્જ અને લાલ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – મંદિરમાં ચંદનનું દાન કરો.

  નંબર 4 (4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો)

  તમે આજે સારું આયોજન બનાવી શકો છો. તેથી ભવિષ્ય માટે ઉદ્દેશો નક્કી કરી શકશો. તમે ઘણા લોકો માટે માર્ગદર્શક બની શકો છો, જેઓ તમારા માર્ગદર્શનથી પ્રભાવિત થશે. ડિફેન્સ, પ્રોપર્ટી ડીલર્સ, હોટેલિયર્સ, મેન્યુફેક્ચરર્સ અને ટેલિકોમ બિઝનેસ, આઇટી કર્મચારીઓને સરળતાથી લાભ મળી શકે છે. આજે રોકેલા પૈસા માટે રીટર્નની રાહ જોવી પડી શકે છે. આજે લીલી વસ્તુઓ ખાવી.

  માસ્ટર કલર – બ્રાઉન

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – ગરીબોને લીલા ધાનનું દાન કરો

  નંબર 5 (5, 14, 23 તારીખે જન્મેલા લોકો)

  ભગવાન ગણેશના આશીર્વાદથી આજે તમને સારા સમાચારો મળશે, ખાસ કરીને રાજકારણીઓ અને બિઝનેસમેનને. તમારા સહકર્મીઓથી સાવધાન રહો અને તમારા સિક્રેટ શેર કરવાનું ટાળો. આજે પાર્ટી અને નોન વેજ ખાવાનું ટાળો. રમતના ક્ષેત્રમાં સફળતા મળશે.

  માસ્ટર કલર – લીલો

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – બાળકોને લીલી દ્રાક્ષનું દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)

  માસ મીડિયા બિઝનેસમાં આજે ઉજ્જવળ તક આવશે. સારો પાર્ટનર મળવા બદલ ભગવાનના આભારી રહેશો. ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવા માટે શ્રેષ્ઠ સમય. સરકારી ટેન્ડરોમાં જોખમ લેવા માટે નસીબનો સાથ મળશે. વાહનો, મોબાઇલ, ઘર ખરીદવા અથવા ટૂંકી મુસાફરીની યોજના બનાવવા માટે સારો દિવસ. શેરબજારનું રોકાણ અનુકૂળ રહેશે. રોમેન્ટિક સંબંધો પણ સમૃદ્ધ થતા લાગે છે. જે લોકો અભિનય અને રાજકારણની કારકીર્દિમાં પ્રયાસ કરી રહ્યા છે, તેઓએ આ ઓફર સ્વીકારવી જોઈએ કારણ કે તે ભવિષ્યના વિકાસ માટે શ્રેષ્ઠ સાબિત થશે.

  માસ્ટર કલર – બ્લૂ અને પીચ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – અનાથાશ્રમમાં દૂધનું દાન કરો.

  નંબર 7 (7, 16, 25 તારીખે જન્મેલા લોકો)

  દિવસ ઉત્તેજના અને એનર્જીથી ભરેલો રહેશે. તમારે ખાસ કરીને વ્યવસાયિક સોદામાં સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરવાની જરૂર પડશે. પૈસાની બચત માટે વકીલોની સલાહ લેવી યોગ્ય રહેશે. સોફ્ટરવેર અને રાજકારણ સંબંધિત ડિલ્સ સફળ રહેશે. લગ્ન માટે સારો મેચ મળશે.

  માસ્ટર કલર – પીળો

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – ગરીબોને અથવા મંદિરમાં મેટલનું વાસણ દાન કરો

  નંબર 8 (8, 17, 25 તારીખે જન્મેલા લોકો)

  તમારા વિચારો અને ક્રિયાઓ વચ્ચે મૂંઝવણ ઊભી થશે. સરળતાથી બહાર આવવા માટે તમારી સત્તા અને પૈસાનો ઉપયોગ કરો. કાયદાકિય બાબો ઉકેલાશે. આજે લીધેલા નિર્ણયો સફળ રહેશે. રમતવીરોને સફળતા મળશે. પ્રવાસ રદ્દ અથવા મોડો થાય. દાન કરવું ખાસ જરૂરી છે.

  માસ્ટર કલર – ગ્રીન

  લકી દિવસ – શનિવાર

  લકી નંબર – 6

  દાન – જરૂરિયાત મંદોને ચપ્પલનું દાન કરો

  નંબર 9 (9, 18, 27 તારીખે જન્મેલા લોકો)

  જો તમે આર્ટિસ્ટ છો તો મોટા નિર્ણયો લેવા માટે એક યોગ્ય દિવસ. ભવિષ્યના આયોજન માટે કપલ માટે એક સારી તક. સરકારી ટેન્ડર અને ડીલ્સ સરળ રહેશે. પ્રવાસનું આયોજન સફળ રહેશે.

  માસ્ટર કલર – લાલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – દાડમનું દાન કરો

  10 જુલાઇએ જન્મેલી હસ્તીઓ – સુનિલ ગાવસ્કર , પરવીન સુલતાના, અલોક નાથ, સોફિયા વરગારા
  Published by:ankit patel
  First published:

  Tags: Astrolgoy, Horoscope, Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन