Home /News /dharm-bhakti /

Numerology 11 August: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology 11 August: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...

  નંબર 1- (1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ) આજના દિવસની શરૂઆત ધીમી થાય , પરંતુ સમય જતા દિવસ ઝડપથી પસાર થાય. કાયદાકીય સુનાવણી હોય, કોન્ટ્રાક્ટની શરૂઆત હોય, સ્ટ્રેટેજી બનાવવાની હોય, નવા રિલેશનની શરૂઆત હોય કે ઈન્ટરવ્યૂની તૈયારી કરવાની હોય આ તમામ બાબતો માટે આજે ગૂંચવણભર્યો દિવસ રહેશે. લોકો આજે તમારી સરાહના કરી શકે છે, પરંતુ કંપનીમાં ટાર્ગેટ પ્રાપ્ત કરવાને કારણે સાથી કર્મચારીઓ તમારી ઈર્ષ્યા કરી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે ઓફિસમાં તમારા સિનિયર્સ સાથે કામ કરો. કર્મચારીઓએ આજે ડિપ્લોમેટીક બનવું પડશે. નવા રોકાણ માટે તમારા જ્ઞાનનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવશે. દરરોજ ભગવાન સૂર્યની પૂજા કરો.


  માસ્ટર કલર: ક્રીમ


  શુભ દિવસ: સોમવાર


  શુભ નંબર: 1


  દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો


  નંબર 2- (2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ) આજે વિજાતીય પાત્ર સાથે વિવાદમાં ના પડશો. હાલના દિવસોમાં તમારા પ્લાન વિરુદ્ધ કામ થઈ રહ્યું છે. આજના દિવસની મ્યુઝીકથી શરૂઆત કરો અને લાઈફ પાર્ટનર સાથે શોપિંગ કરવા જાવ. ઓફિસમાં કાર્યસ્થળ પર વિરોધીઓને હરાવવા માટે ડિપ્લોમેટીક વાતચીત કરવી જરૂરી છે. પ્રિયજનો સાથે સુંદર પળો વિતાવવા માટે આજે સારો દિવસ છે. આજે તમારા સપના પૂર્ણ ના થઈ શકવાના હોવાના કારણે ધીરજ રાખો. ભગવાન શિવ અને ભગવાન ચંદ્રની વિશેષ પૂજા કરો.


  માસ્ટર કલર: સફેદ


  શુભ દિવસ: સોમવાર


  શુભ નંબર: 2


  દાન: ભિક્ષુકો અને પશુઓને દૂધનું દાન કરો


  નંબર 3 - (3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ)


  આજે તમે લગ્ન અને વ્યવસાયિક ભાગીદારી સંબંધિત નિર્ણયો લઈ શકો છો. આજ તમારા સામાનની કાળજી રાખો અને સંપત્તિ સંબંધિત નિર્ણયો અંગે ફરી એકવાર વિચાર કરો. આજે તમારા ગુરુ માટે દીવા કરો. આજે તમે મૌખિક અથવા લેખિત કમ્યુનિકેશનથી તમારા વિશે રજૂઆત કરી શકો છો. અગાઉની ઘટનાઓને ભૂલીને આગળ વધો, આજના દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે તમારા મનની વીતાત રજૂ કરો. તમારા મિત્રોને સોશિયલાઈઝ કરવા અને ઈમ્પ્રેસ કરવા માટે આજે સારો દિવસ છે. નૃત્ય, રસોઈ, ડિઝાઇનિંગ, અભિનય, શિક્ષણ અથવા ઓડિટીંગમાં સારુ કૌશલ્ય ધરાવતા હોવ તો આજે તમે તમારી પ્રતિભાની રજૂઆત કરી શકો છો. ફાઇનાન્સ અને સરકારી પરીક્ષાના વિદ્યાર્થીઓને આજે સારું પરિણામ મળી શકે છે.


  માસ્ટર કલર: પીચ


  શુભ દિવસ: ગુરુવાર


  શુભ નંબર: 3 અને 7


  દાન: મંદિરમાં કંકુનું દાન કરો


  નંબર 4- (4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ)


  કપલ વચ્ચેના સંબંધોમાં સુધાર આવી શકે છે. આજનો દિવસ વ્યાવસાયિક યોજનાઓથી ભરપૂર છે. ગ્રાહકોની રજૂઆત ખૂબ જ સરસ અને સરાહનીય હશે. મોટાભાગનો સમય માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ. જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો મશીનોથી સાવચેત રહેવું જોઈએ. અંગત સંબંધોમાં મૂંઝવણ ઊભી નહીં થાય. કેસરની મિઠાઈ અને સંતરા ખાવાથી આરોગ્ય સુધરે છે અને સમૃદ્ધિ આવે તે માટે થોડો સમય ગ્રીનરીમાં પસાર કરવો જોઈએ.


  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ


  શુભ દિવસ: મંગળવાર


  શુભ નંબર: 9


  દાન: મિત્રને તુલસીના છોડનું દાન કરો


  નંબર 5- (5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ)


  તમારા પૈસા અને તમારી સ્વતંત્રતાનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળો. તમારા વિચાર તમામ વ્યક્તિઓ સાથે શેર ના કરો, જેનાથી અન્યને નુકસાન થવાની શક્યતા. આજે જોખમ ના હોવાને કારણે તમે રોકાણ કરી શકો છો. મીટિંગમાં લીલા કપડા પહેરવાથી ફાયદો થઈ શકે છે. ઈન્ટરવ્યૂ અને પ્રપોઝલ માટે હસતા મોઢે બહાર નીકળો. આજે મિલકત સંબંધિત યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. જે લોકોને ટ્રાવેલ પસંદ છે, તેઓ વિદેશ પ્રવાસ કરી શકે. ખાવાપીવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.


  માસ્ટર કલર: લીલો


  શુભ દિવસ: બુધવાર


  શુભ નંબર: 5


  દાન: અનાથ વ્યક્તિઓને લીલા ફળનું દાન કરો


  નંબર 6- (6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ) ગેરસમજ ના સર્જાય તે માટે આજે લોકોને મળવાનું ટાળવું જોઈએ. તમારી પાસે અનંત ઊર્જા હોવાથી તેનો યોગ્ય ક્ષેત્રે ઉપયોગ કરો. આજે તમામ કમિટમેન્ટ પૂર્ણ કરવાનો દિવસ છે. બાળકો અને સહકર્મીઓનો સહયોગ મળવાથી તમને સારું લાગશે. ગ્લેમર, તાલીમ, નિકાસ આયાત, કાપડ, રિઅલ એસ્ટેટ અને લક્ઝરી આઇટમ્સના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને આજે તેમનું નસીબ સાથ આપી શકે છે. આજે વાહન, મકાન, મશીનરી અથવા જ્વેલરી ખરીદવા માટે સારો દિવસ છે. ડેકોર, કોસ્મેટિક્સ, ગારમેન્ટ્સ અને શેરબજારમાં રોકાણ કરવાથી સારુ પરિણામ પ્રાપ્ત થશે.


  માસ્ટર કલર: એક્વા અને પીચ


  શુભ દિવસ: શુક્રવાર


  શુભ નંબર: 6


  દાન: મંદિરમાં સફેદ મિઠાઈનું દાન કરો


  નંબર 7- (7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ) તમારું નસીબ સાથ આપે તે માટે ઓફિસના ટેબલ વાંસનો છોડ મુકો. પૈસાના સોદામાં તમારા જૂના સંપર્કો અને સ્માર્ટનેસને અમલ કરવાનો દિવસ છે. આજે લીધેલ તર્કસંગત નિર્ણયોથી ધંધામાં જવાબદારીઓ ઓછી થશે. વકીલોના સૂચનોથી ફાયદો થવાનો હોવાને કારણે તે સૂચનો સ્વીકારવાનો પ્રયાસ છે. ભગવાન શિવ મંદિરની મુલાકાત લો અને શિવલિંગ પર જળાઅભિષેક કરવાથી સફળતા પ્રાપ્ત થશે.


  માસ્ટર કલર: લીલો


  શુભ દિવસ: સોમવાર


  શુભ નંબર: 7


  દાન: ગરીબોને સુગરનું દાન કરો


  નંબર 8- (8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ) આજે ટ્રાવેલ કરવાનું અને કાયદાકીય સુનાવણી કરવાનું ટાળો. ફ્લેક્સિબલ એટ્ટિટ્યુડ ના રાખશો. મની સેટલમેન્ટ અને ડિપ્લોમેટીક અપ્રોચ અપનાવવાથી કાયદાકીય મામલાઓનો ઉકેલ આવશે. ઈન્ટ્યુશનની મદદથી બિઝનેસ ડીલ પાર પાડી શકાય છે. તમારું જીવનસાથી તમારી સાદગીથી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. તમે આખો દિવસ અનેક વ્યવહારોમાં વ્યસ્ત રહેશો, જેથી દિવસનો અંત સંતોષકારક થશે. આજે પશુઓને દાન કરવું જરૂરી છે


  માસ્ટર કલર: બ્લ્યૂ


  શુભ દિવસ: શનિવાર


  શુભ નંબર: 6


  દાન: જરૂરિયાતમંદોને ચંપલનું દાન કરો


  નંબર 9- (9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ) તમારું નસીબ કામ કરે તે માટે ખિસ્સામાં લાલ પેન રાખો. તમારા મનની વાત સાંભળશો તો તમને લોકપ્રિયતા જરૂરથી મળશે. જૂના વિવાદોનો ઉકેલ આવે માટે એકબીજા પર વિશ્વાસ કરવાથી તેનો અંત આવી શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, તો તેઓ સામેથી પ્રપોઝ કરી શકે છે. તમારું નસીબ સાથ આપતું હોવાના કારણે બિઝનેસ રિલેશન અને ડીલ કરવામાં આવશે. રાજકારણ, દવાઓ, ડિઝાઇનિંગ, મીડિયા, ફાઇનાન્સ અથવા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકો આગળ વધશે. જે માતા પિતાનું બાળક સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ છે, તેમને તેમના બાળકો પર ગર્વ થશે.


  માસ્ટર કલર: ઓરેન્જ


  શુભ દિવસ: મંગળવાર


  શુભ નંબર: 9


  દાન: તમારી મહિલા મિત્રને લાલ કોસ્મેટીકનું દાન કરો


  11 ઓગસ્ટના રોજ જન્મેલી જાણીતો વ્યક્તિઓ: પરવેઝ મુશર્રફ, સુનીલ શેટ્ટી, શ્રી પ્રકાશ લોહિયા, જોહ્ન અબ્રાહમ, યશપાલ શર્મા


  Published by:kiran mehta
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन