Home /News /dharm-bhakti /

Numerology 10 June 2022: આ તારીખે જન્મેલા લોકોના રોમાન્ટીક રિલેશન સારા રહેશે

Numerology 10 June 2022: આ તારીખે જન્મેલા લોકોના રોમાન્ટીક રિલેશન સારા રહેશે

પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1-

  હંમેશા આત્મવિશ્વાસ ઉચ્ચ રાખો અને નાની નાની સમસ્યાઓનો સામનો કરવા માટે મેડિટેશન કરો. તમારે સમયસર ટ્રાવેલ કરીને ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું છે. તમારુ નોલેજ અને નેટવર્કિંગ આજે યોગ્ય રીતે કામ કરી શકતું ના હોવાથી તમે તમામ સુખ સુવિધા મેળવી નહીં શકો અને તમારું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો. સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન સૂર્યના અને ભગવાન શિવના આશીર્વાદ જરૂરથી મેળવો. ખેલાડીઓ પોતાના કોચની મદદથી જ જીત મેળવી શકશે. આજે તમારી મુલાકાત એક સ્પેશિયલ લીડર સાથે થશે. મહિલાઓ પોતાના રસોઈના જાદુથી અન્ય લોકોનું દિલ જીતી લેશે. આત્મવિશ્વાસ વધારવા માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.

  માસ્ટર કલર: પીળો અને નારંગી

  લકી દિવસ: રવિવાર અને ગુરુવાર

  લકી નંબર: 3

  શેનું દાન કરવું જોઈએ: સનફ્લાવર ઓઈલનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2-

  તમે જે પ્રકારે કામ કરી રહ્યા છો અને જે પ્રકારે વિચારી રહ્યા છો, તેની સાથે કોઈ કનેક્શન મળતું નથી. આ કારણોસર ઓફિસનું કામ અને વ્યક્તિગત જીવનને સંતુલિત કરવા માટે તમારે ભાવનાત્મક રીતે નહીં પરંતુ પ્રેક્ટીકલ થવાની જરૂર છે. બાળકો અને સંબંધીઓ સાથે સમય પસાર કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. રોકાણ પર સારું રિટર્ન મળતું હોય તો તમે વધુ રોકાણ કરી શકો છો. શિક્ષણ, પુસ્તક, નાણાકીય, ઈલેક્ટ્રોનિક, મેડિસિન્સ, આયાત નિકાસ, સોલાર એનર્જી, કૃષિ, પેટ્રોલ અને કેમિકલ્સમાં રોકાણ કરવાથી બહોળો ફાયદો થઈ શકે છે.

  માસ્ટર કલર: વાદળ અને નારંગી

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 2

  શેનું દાન કરવું જોઈએ: ભિખારીઓને પીવાના પાણીનું દાન કરો

  3, 11, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3-

  પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા અને પુરસ્કાર મળે તેની રાહ જુઓ. આજે ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, વકીલ, CA, ગાયક, પેઈન્ટર, લેખક અને ડાન્સરને સફળતા મળી શકે છે. તમારા કાર્ય માટે તાત્કાલિક સરાહના કરવામાં નહીં આવે પરંતુ, બાદમાં જરૂરથી કરવામાં આવશે. આ કારણોસર જરૂરથી ભગવાનનો આભાર માનવો જોઈએ. ખેલાડીઓ જૂના કોચની મદદથી જંગ જીતશે. જો તમે સરકારી અધિકારી અથવા રાજનીતિ સાથે સંબંધ ધરાવો છો, તો આજે તમે સરળતાથી મોટાભાગના વ્યક્તિઓનું ધ્યાન નહીં ખેંચી શકો. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પેપર લખવાનું શરૂ કરતા પહેલા ગુરુમંત્રનો જાપ કરવો જોઈએ અને ઈન્ટરવ્યૂમાં હાજર રહેવું જોઈએ. મહિલાઓએ પીળા રંગનું ભોજન બનાવવું જોઈએ અને ગુરુ ગ્રહની શક્તિ વધારવા માટે સમગ્ર પરિવારની સેવા કરવી જોઈએ.

  માસ્ટર કલર: લાલ અને નારંગી

  લકી દિવસ: ગુરુવાર

  લકી નંબર: 3 અને 1

  શેનું દાન કરવું જોઈએ: મંદિરોમાં ચંદનનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4-

  આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. ડિફેન્સ, પ્રોપર્ટી, ડીલર, હોટેલ વ્યવસાયીઓ, નિર્માતાઓ ટેલિકોમ બિઝનેસમેન, IT કર્મચારીઓને આજે લાભ થશે. તમે આજે જે પણ રોકાણ કરો તેનું રિટર્ન મેળવવા માટે તમારે રાહ જોવી પડશે. મોટાભાગનો સમય પ્લાનિંગ કરવામાં પસાર કરવો જોઈએ. જો તમે શેરમાર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો એકવાર નિષ્ણાંતની સલાહ જરૂરથી લેવી જોઈએ. આજનો દિવસ મનપસંદ કામ કરવામાં સમય પસાર કરો.

  માસ્ટર કલર: બ્રાઉન

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  શેનું દાન કરવું જોઈએ: ગરીબોને અનાજનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5-

  રાજનેતાઓ અને ઉત્પાદનકારીઓને આજે નાણાકીય લાભ થઈ શકે છે. સહકર્મીઓ અને પરિચિતોથી સાવધાન રહો અને તેમની સાથે સિક્રેટ ક્યારેય પણ શેર ના કરશો. જે પણ સંબંધીઓ અથવા મિત્રો ગ્લેમર, ફોરેન તથા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ છે, તેમની સાથે હંમેશા પ્રેક્ટીકલ બનો. આજના દિવસે નોન વેજ ના ખાવું જોઈએ અને પાર્ટી ના કરવી જોઈએ. સંપત્તિ સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં રહેશે તથા રમતક્ષેત્રે જીત પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: લીલો

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 5

  શેનું દાન કરવું જોઈએ: ગરીબોને ખાંડનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6-

  આજે વ્યક્તિગત મામલાઓમાં ભાગ્યની પોતાની ભૂમિકા રહેશે અને તમારી ઈમેજના કારણે તમને બિઝનેસમાં સફળતા પણ મળશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે તથા બેસ્ટ પાર્ટનર મળવા માટે તમે ભગવાનનો આભાર માનશો. માતા પિતાને તેમના બાળકો પર ગર્વ થશે તથા પરિવાર અને મિત્રોનો સાથ સહકાર મળશે. આજે ઓફિસમાં પ્રેઝન્ટેશન આપો અને તમારા પાર્ટનર સાથે સમય પસાર કરો. આજે તમે વાહન, મોબાઈલ, ઘર ખરીદી શકો છો અથવા શોર્ટ ટ્રીપ પર પણ જઈ શકો છો. આજનો દિવસ શેરબજારમાં રોકાણ કરવા માટે શુભ છે તથા રોમાન્ટીક રિલેશન પણ ખૂબ જ સારું રહશે. જે લોકો એક્ટીંગ અને રાજનીતિ ક્ષેત્રે કરિઅર બનાવવા ઈચ્છે છે તેમણે આ ઓફર સ્વીકારી લેવી જોઈએ.

  માસ્ટર કલર: વાદળી અને પિચ

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  શેનું દાન કરવું જોઈએ: સિક્કાઓનું દાન કરો

  7, 16 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7-

  આજે તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે. આ કારણોસર ખાસ કરીને બિઝનેસ ડીલ કરતા સમયે સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. મેડિકલ ચેકઅપ સાંજે કરાવવું જોઈએ. આજના દિવસે વડીલની સેવા કરવી જોઈએ અને નિર્ણયો લેવામાં થોડી રાહ જોવી જોઈએ. વિજાતીય પાત્રની સલાહ લેતા સમયે થોડો વિચાર જરૂરથી કરવો જોઈએ. વકીલની સલાહ લેવાથી પૈસાની બચત થઈ શકે છે. સોફ્ટવેર અને રાજનીતિ સાથે ડીલ સફળ થઈ શકે છે. લગ્ન માટેના પ્રસ્તાવ પણ મળી શકે છે. ભગવાન શિવના મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

  માસ્ટર કલર: પીળો

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 7

  શેનું દાન કરવું જોઈએ: ગરીબોને દાળનું દાન કરો

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8-

  તમે જે પણ કામ હાથમાં લો છો તે પૂર્ણ કરીને જ રહો છો. આ કારણોસર તમામ કાર્યોને સમયસર પૂર્ણ કરવા જરૂરી છે. આજે જ્ઞાન અને ધનની શક્તિનો ઉપયોગ કરીને તમે સરળતાથી કોઈ સમસ્યામાંથી બહાર નીકળી શકો છો. નાણાની મદદથી કાયદાકીય સમસ્યાઓનો અંત લાવી શકાશે. મિસ કમ્યુનિકેશનના કારણે તમારું પાર્ટનર તમારાથી રિસાઈ શકે છે. વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં શામેલ થવા માટે ઘાટા રંગના કપડા ના પહેરવા જોઈએ. જો તમારી પાસે કોઈ પણ બાબતનું ઊડું નોલેજ હશે તો તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. વિશેષરૂપે ખેલાડીઓ આજે પોતાની મહેનતથી આગળ વધશે. તમારે આજે દાન જરૂરથી કરવું જોઈએ.

  માસ્ટર કલર: લીલો

  લકી દિવસ: શનિવાર

  લકી નંબર: 6

  શેનું દાન કરવું જોઈએ: ગરીબોને ચંપલનું દાન કરો

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9-

  સહકર્મીઓ અને પાર્ટનર સાથે નિષ્પક્ષરૂપે વાતચીત કરવી જોઈએ. આવું નહીં કરો તો ભવિષ્ય માટે પરેશાની આવી શકે છે. સરકારી ટેન્ડર અને ડીલ પર તમે વિશ્વાસ મુકીને સાઈન કરી શકો છો. ગ્લેમર, એરલાઈન, સોફ્ટવેર, સંગીત, મીડિયા અને શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિઓને આજે લોકપ્રિયતા મળી શકે છે. જે બાળકો સંગીત ક્ષેત્રમાં હશે તેમના માતા પિતાને આજે તેમના પર ગર્વ થશે. ડૉકટર અને સર્જનને આજે તેમના કામ માટે રિવોર્ડ મળી શકે છે.

  માસ્ટર કલર: લાલ

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  શેનું દાન કરવું જોઈએ: લાલ મસૂર દાળનું દાન કરો

  સુંદર પિચાઈ, નંદુમરી બાલક્રિષ્ના, પ્રકાશ પાદુકોણ, મિકા સિંહ, રાહુલ બજાજ અને સુબ્રતા રોયનો જન્મ 10 જૂનના રોજ થયો છે.
  First published:

  Tags: Astrolgoy, Astrology tips, DharmaBhakti, Numerology, Numerology Suggestions

  આગામી સમાચાર