Home /News /dharm-bhakti /

Numerology 10 July 2022: જન્મતારીખ પરથી જાણો ભવિષ્ય અને જુઓ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે

Numerology 10 July 2022: જન્મતારીખ પરથી જાણો ભવિષ્ય અને જુઓ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે

અંકશાસ્ત્ર પરથી રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

    નંબર 1 (1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    નવા મિત્ર સાથે અંગત જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે. ડીલ કરવાની હોય, કોઈની સલાહ લેવાની હોય, પાર્ટનરશીપ કરવાની હોય કે પછી ઈન્ટરવ્યૂની તૈયારી કરવાની હોય, તમામ બાબતોમાં શાનદાર રિટર્ન મળી શકે છે. એક ટીમ તરીકે કામ કરવા માટે તમારે ખૂબ જ શીખવાની જરૂર છે. સફળતા પ્રાપ્ત કરવા માટે ઓફિસમાં સીનિયર અને જૂનિયર સાથે કામ કરવાનું રહેશે. તમારા અંગત જીવનમાં તમારે ડિપ્લોમેટીક રહેવું પડશે. નવું રોકાણ કરવા માટે તમારું નોલેજ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવશે. ભગવાન સૂર્યની જરૂરથી પૂજા કરવી જોઈએ.

    માસ્ટર કલર: ક્રીમ અને સ્કાય બ્લ્યૂ

    શુભ દિવસ: રવિવાર

    શુભ નંબર: 1

    દાન: કેળાનું દાન કરવું

    નંબર 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    તમારી એનર્જીના કારણે તમે દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ છો. સંગીતની સાથે શરૂઆત કરવા અને પાર્ટનર સાથે ખરીદી કરવા માટે આજનો દિવસ શુભ છે. કરાર કરવા અને ટેન્ડર પાસ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છો. તમારા કાર્યસ્થળ પર તમારા વિરોધીઓનો વિરોધ કરવા કૂટનીતિથી જવાબ આપવો જોઈએ. તમારા પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે તમારા સપના પૂર્ણ થાય તે માટે તમારે ધીરજ રાખવી જરૂરી છે. આજે સફેદ કપડા પહેરવા જોઈએ અને ભગવાન શિવ તથા ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ.

    માસ્ટર કલર: સફેદ

    શુભ દિવસ: સોમવાર

    શુભ નંબર: 2

    દાન: ગરીબોને મિઠાઈનું દાન કરવું.

    નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    આજના દિવસે જૂની સંપત્તિનું વેચાણ કરવું જોઈએ અને કાયદાકીય વિવાદોનું નિવારણ લાવવું જરૂરી છે. તમામ બાબતોને ભૂલીને આજના દિવસે તમારા દિલની વાત કરો. મિત્રો સાથે હળવા મળવા અને તેમને ઈમ્પ્રેસ કરવા માટે આજનો દિવસ શુભ છે. જો તમારામાં ડાન્સિંગ, કુકીંગ, ડિઝાઈનિંગ, એક્ટીંગ, ટીચિંગ અથવા ઓડિટીંગનું ટેલેન્ટ છે, તો તમારે તમારું ટેલેન્ટ રજૂ કરવું જોઈએ. સરકારી પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને આજે સારા માર્ક્સ મળી શકે છે.

    માસ્ટર કલર: પીચ

    શુભ દિવસ: ગુરુવાર

    શુભ નંબર: 3 અને 9

    દાન: મંદિરમાં કાચા કેળાનું દાન કરવું.

    નંબર 4 (4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    તમારે ગુસ્સા પર કંટ્રોલ કરવો જરૂરી છે અને જીવનમાં આગળ વધવા માટે ભૂતકાળને ભૂલી જવો જોઈએ. આજના દિવસે બિઝનેસ પ્લાનને રજૂ કરવો જોઈએ. ગ્રાહકો સાથેની બેઠકો શાનદાર રહેશે. તમારે મોટા ભાગનો સમય કાઉન્સેલિંગમાં પસાર કરવો જોઈએ. હેલ્ધી રહેવા માટે હરિયાળીવાળા વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ.

    માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

    શુભ દિવસ: મંગળવાર

    શુભ નંબર: 9

    દાન: ગરીબોને લીલા અનાજનું દાન કરવું.

    નંબર 5 (5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    તમારે અંગત જીવનમાં ઈમોશનલી વિચારવું જોઈએ. શબ્દોમાં કટુતા ન હોવી જોઈએ, જો શબ્દોમાં કટુતા હશે તો તમને ખોટા સમજવામાં આવશે. મીટીંગમાં સી ગ્રીન કલરના કપડા પહેરીને બેસવાથી તમને ફાયદો થઈ શકે છે. ઈન્ટરવ્યૂ માટે અને પ્રેઝન્ટેશન માટે હસતા મોઢે બહાર નીકળો. આજે સંપત્તિ સંબંધિત જે નિર્ણય લેવામાં આવશે તે યોગ્ય હશે. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે.

    માસ્ટર કલર: સી ગ્રીન

    શુભ દિવસ: બુધવાર

    શુભ નંબર: 5

    દાન: ગરીબોને સફેદ હાથરૂમાલનું દાન કરવું.

    નંબર 6 (6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    આજના દિવસે ધન અને ભાગ્ય તમારો સાથ આપી શકે છે. આજના દિવસે કોઈપણ વિવાદનું નિવારણ લાવી દેવું જોઈએ. બાળકો અને વડીલની સહાયતા પ્રાપ્ત થવાને કારણે આજે તમે ખુશ થઈ શકો છો. શિક્ષક, ગૃહિણીઓ, તાલીમ, આયાત નિકાસ, કપડા, રિઅલ એસ્ટેટ અને લક્ઝરી વસ્તુઓના બિઝનેસ ક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે તેમનું નસીબ સાથ આપી શકે છે. ઘરેણા, ઘર, કપડા અથવા સામાન ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. તમે આજે સાંજે રોમેન્ટીક ડેટ પર જઈ શકો છો અને જેનાથી તમને ખૂબ જ ખુશી મળશે.

    માસ્ટર કલર: એક્વા

    શુભ દિવસ: શુક્રવાર

    શુભ નંબર: 6

    દાન: મંદિરમાં દહીનું દાન કરવું.

    નંબર 7 (7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    આજના દિવસે લાંબા અંતરની યાત્રા કરવાનું ટાળવું જોઈએ અને એક દિવસ વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ. આજના દિવસે મહત્વના નિર્ણય લેવાથી બિઝનેસમાં દેવું ઓછું થઈ શકે છે. સફળતામાં પ્રાપ્ત કરવા માટે પાર્ટનર અથવા ક્લાયન્ટ સાથે જોખમ લેવું જોઈએ. વકીલ જે પણ સૂચન કરે તેનો સ્વીકાર કરવાથી લાભ થઈ શકે છે. વિવાહનો પ્રસ્તાવ સાકાર થઈ શકે છે. ભગવાન શિવના મંદિરમાં જવા અને તેમનો અભિષેક કરવાથી સફળતાના ગ્રહ વધુ મજબૂત થઈ શકે છે.

    માસ્ટર કલર: સી ગ્રીન

    શુભ દિવસ: સોમવાર

    શુભ નંબર: 7

    દાન: ગરીબોને તેલનું દાન કરવું.

    નંબર 8 (8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    આજે તમે લોકોની નજરમાં સૌથી વધુ કેન્દ્રિત છો, આ કારણોસર આસપાસના તમામ લોકો તમને શુભકામનાઓ અને આશીર્વાદ આપશે. સરકારી કનેક્શનની શક્તિનો ઉપયોગ કરો. મની સેટલમેન્ટ અને ડિપ્લોમેટીક એપ્રોચનો ઉપયોગ કરીને નિવારણ લાવવામાં આવશે. તમારી આંતરિક શક્તિને કારણે આજે બિઝનેસ ડીલ કેન્સલ થઈ શકે છે. તમારું પાર્ટનર તમારી સફળતાથી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રમાં સફળતા મેળવશે. આજે તમે આખો દિવસ બિઝી રહી શકો છો અને દિવસના અંતમાં તમને સંતોષ મળશે.

    માસ્ટર કલર: સી બ્લ્યૂ

    શુભ દિવસ: શનિવાર

    શુભ નંબર: 6

    દાન : જરૂરિયાતમંદોને ચંપલનું દાન કરવું.

    નંબર 9 (9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

    જૂના વિવાદોનું નિવારણ લાવવા માટે તમારે એકબીજા વિશ્વાસ પર કરવો જોઈએ. જે લોકો લીડરશીપ કરી રહ્યા છે, તેમનામાં આત્મવિશ્વાસ કેળવાશે અને ફોલોઅર્સ પોતાની ઈમાનદારી દાખવશે. રાજનીતિ, દવાઓ, ડિઝાઈનિંગ, મીડિયા, નાણાંકીય અને શિક્ષા ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા મળી શકે છે. જે બાળક રમત ગમત ક્ષેત્રે સંકળાયેલું છે, તે બાળકના માતા પિતાને બાળક પર ગર્વ થશે.

    માસ્ટર કલર: ઓરેન્જ

    શુભ દિવસ: મંગળવાર

    શુભ નંબર: 9

    દાન: મંદિરમાં લાલ કાપડનું દાન કરવું.

    અમિતાવ ઘોષ, બેજાન દારૂવાલા, ઝુંપા લહિરી, માનવ ગોહિલ અને સુરેશ પ્રભુનો જન્મ 11 જુલાઈના રોજ થયો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati Rashifal, Numerology, Numerology Suggestions, Rashi bhavishya, Zodiac signs

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन