Home /News /dharm-bhakti /

Numerology 1 August : આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology 1 August : આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1-

  માર્કેટિંગ એક્ટિવિટીઝ અને બિઝનેસ માટે બજેટિંગમાં સમય પસાર કરો. નોકરિયાત વ્યક્તિઓ કાર્યસ્થળે સુધાર અને વૈભવ પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ ચેલેન્જ સામનો કરવા માટે આજે તમારામાં ભરપૂર ઊર્જા અને ઉત્સાહ છે. આ કારણોસર આગળ વધો અને બિઝનેસમાં જોખમ ઉઠાવો. આજે કપલ વચ્ચે સમસ્યા ઉભી થઈ શકે છે. આ કારણોસર એકબીજાની ભૂલને અવગણીને આગળ વધવું જોઈએ. સફળતા મેળવવા માટે ભગવાન સૂર્યના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ રાખો અને ગરીબોને પીળા રંગનું ભોજન કરાવો. આસપાસના અનેક લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે, આ કારણોસર સાંજે દૂધ અને પાણીથી સ્નાન કરવું જોઈએ. રમતગમત સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.

  માસ્ટર કલર: ક્રીમ

  શુભ દિવસ: સોમવાર અને શુક્રવાર

  શુભ નંબર: 1

  દાન: આશ્રમમાં ખાંડનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2-

  પરિવાર અને મિત્રો સાથે દિવસ પસાર કરો. જે લોકો ડેટ કરી રહ્યા છે, તે લોકોએ પોતાના રિલેશનને લઈને એક સીરિઅસ નિર્ણય કરી લેવો જોઈએ. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જળવાશે. નવી નોકરી માટે અરજી કરવા અને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં હાજરી આપવા માટે પણ આજે શુભ દિવસ છે. રોકાણ પર એવરેજ રિટર્ન મળી શકે છે. જો તમે કોસ્મેટીક્સ, ઈલેક્ટ્રોનિક, દવાઓ અને આયાત નિકાસ, સૌર ઊર્જા, કૃષિ, કેમિકલ્સનો બિઝનેસ કરો છો, તો તમે નફો કમાઈ શકો છો.

  માસ્ટર કલર: ક્રીમ અને સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: ભિખારીઓ અને પશુઓને પીવાના પાણીનું દાન કરો

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3

  ઘરમાં એક તુલસીનો છોડ રાખવો જ જોઈએ અને સાંજે તેમાં દીવો કરો. તમારા સર્જનાત્મક વ્યક્તિત્વને પ્રદર્શિત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. વિદ્યાર્થીઓને આજે સફળતા મળી શકે છે. તમારા પ્રયત્નોને સરાહનીય ગણવામાં આવશે, જેથી તમારા માર્ગદર્શકનો આભાર જરૂરથી માનવો જોઈએ. તમારા જીવનસાથીને તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વથી ઈમ્પ્રેસ કરવા માટે આજનો દિવસ શુભ છે. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો, તેને તમે લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો. જો તમે રાજનીતિ સંકળાયેલા છો અથવા સરકારી અધિકારી છો, તો આજે તમે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ થશો. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં લખવાનું શરૂ કરતા પહેલા અને ઈન્ટરવ્યૂ આપતા પહેલા ગુરુમંત્રનો જાપ કરવો જોઈએ. સ્ત્રીઓએ સાંજે ગુરુ માટે દીવો પ્રગટાવવો જોઈએ.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: ગરીબોને અને પશુઓને કેળાનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4

  આસપાસના લીલા છોડને હંમેશા પાણી આપો. જો તમે સૉફ્ટવેર અથવા હાર્ડવેર ટેકનિકલ કંપનીમાં છો, તો નવી તકો મળવાની સંભાવના છે. આજનો દિવસ હાઈ મેનેજમેન્ટથી ભરપૂર છે, જેથી પરફેક્શન મળશે. હાઈ અંતર્જ્ઞાન પ્રાપ્ત કરવા કસરત કરવામાં સમય પસાર કરવો. મોટાભાગનો સમય પ્લાનિંગમાં જ પસાર કરવો જોઈએ. જો તમે સોલાર એનર્જી, મૂવી ડાયરેક્શન, આર્ટ મેન્યુફેક્ચરિંગ અને કુકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો આજે જ મશીનોથી સાવચેત રહેવું જોઈએ. પર્સનલ રિલેશનશીપ રોમેન્ટીક થઈ શકે છે. કૂલ રહેવા માટે તમારા ફ્રી ટાઈમમાં તમને ગમતું હોય તે કરો.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: પ્રાણીઓને ભોજનનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5-

  બ્રાન્ડ ઈમેજ જળવાઈ રહે તે માટે સિનિયર ઓફિસર્સ તરફથી ટીમ લીડ પોઝિશન ઓફર કરવામાં આવશે. ગ્રુપમાં કામ કરતા લોકો માટે આજે નેતૃત્વનો દિવસ છે, તેઓ સફળ નેતૃત્વ કરશે. તમારી સ્વતંત્રતાનો અયોગ્ય રીતે ઉપયોગ ન કરશો. તમારા સાથીદારો અને પરિચિતોથી સાવચેત રહો અને તેમની સાથે તમારા સિક્રેટ શેર ન કરો. પુરૂષો આજે લીલા અને સ્ત્રીઓ વાદળી કપડા પહેરે તે તેમનું નસીબ આજે કામ કરી શકે છે. આજે ટ્રાવેલ કરવાનું ટાળવું જોઈએ અને આજ સાદો ખોરાક જ ખાવો જોઈએ. મિલકત સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં રહેશે. રમતગમત ક્ષેત્રે જીત મળી શકે છે.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: મંદિરમાં શ્રીફળનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6

  તમને ઘર અથવા ઓફિસમાં સિનિયર લોકો દ્વારા પ્રેશર આપવામાં આવશે, આ પરિસ્થિતિ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. તમારે ભવિષ્યને આગળ વધવા માટે ચેલેન્જ અને તકોનો સ્વીકાર કરવો જોઈએ. આજના દિવસે તમને સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને તમે શ્રેષ્ઠ જીવનસાથી આપવા બદલ ભગવાનનો આભાર માનશો. માતાપિતાને તેમના બાળકો પર ગર્વ થશે. તમને પરિવાર, મિત્રો અને સહકાર્યકરોનો સપોર્ટ મળશે. ઓફિસમાં જવાબદારીઓ નિભાવવામાં અને પ્રેઝન્ટેશન આપવામાં સમય પસાર કરો. સરકારી ટેન્ડરોમાં જોખમ લેવામાં તમારું નસીબ તમારો સાથ આપશે. લક્ઝરી વસ્તુઓ, ઘરની સજાવટ, કપડા, વાહન, મોબાઈલ, ઘર અને શોર્ટ ટ્રીપ માટે પર ખર્ચ કરવા માટે આજે સારો દિવસ છે. ડોકટરો પ્રમોશન અથવા નવા કામની ઓફર માટે અરજી કરી શકે છે.

  માસ્ટર કલર: બેઈજ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને ઘઉંનું દાન કરો

  7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7

  બેગમાં હંમેશા તાંબા કે કાંસાનો સિક્કો રાખો. એક દિવસ માટે પૈસાની લેવડદેવડ કરવાનું ટાળો પણ આગળ ડોક્યુમેન્ટની પ્રોસેસ કરી શકો છો. મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય તો સાંજ સુધીમાં ડોકટરની સલાહ લેવી જોઈએ. આજના દિવસે પરિસ્થિતિ સાથે સમાધાન કરવું જોઈએ. વકીલની સલાહ લેવાથી પૈસાની બચત થઈ શકશે. સોફ્ટવેર સંબંધિત બિઝનેસ ડીલ સફળ થશે. લગ્નના પ્રસ્તાવ અંગે વિચાર કરવો જોઈએ. ભગવાન શિવના મંદિરે જવાથી અને ધાર્મિક વિધિ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: પીળો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: મંદિરમાં પીળા કપડાનું દાન કરો

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8

  બિઝનેસ મોડિફાય કરવા માટે પૈસાના પાવરનો ઉપયોગ કરો. શક્તિશાળી લોકો અથવા પૈસાના પાવરનો ઉપયોગ કરીને કાયદાકીય કેસોનો ઉકેલ લાવી શકાશે. જો કે નેટવર્કિંગથી આજે બિઝનેસ ડીલ કેન્સલ થઈ શકે છે. તમારું લાઈફ પાર્ટનર તમારી સમૃદ્ધિથી ઈમ્પ્રેસ થશે. વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે પ્રયાસ કરવો જોઈએ અને હાઈ ફી ચૂકવવી જોઈએ. તમારી બુદ્ધિમતાથી તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. રમતગમતમાં ખેલાડી પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરશે. ટ્રાવેલિંગના પ્લાન થોડા સમય પછી રાખવા જોઈએ.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: શનિવાર

  શુભ નંબર: 6

  દાન: જરૂરિયાતમંદોને ચંપલનું દાન કરો

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9

  મંગળ ગ્રહની ઊર્જા મેળવવા માટે ઓરેન્જ અથવા લાલ રંગના કપડા પહેરો. બાળકોના ભવિષ્યની યોજના બનાવવા માટે એક સારો દિવસ છે. સરકારી ટેન્ડર અને ડીલ પર સરળતાથી સહી કરવામાં આવશે. ગ્લેમર, સૉફ્ટવેર, સંગીત, મિડીયા અથવા શિક્ષણ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો લોકપ્રિયતા મેળવશે. ભાવિ રાજકારણીઓને આજે કેટલાક નવી ઓફર આપવામાં આવશે. પબ્લિક સ્પીચ, ઇન્ટરવ્યૂ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે આજનો દિવસ શુભ છે. સંગીતકારોના માતા-પિતાને આજે તેમના બાળકો પર ગર્વ થશે. ડોકટરો અને સર્જનોને પુરસ્કાર આપવામાં આવશે.

  માસ્ટર કલર: ઓરેન્જ ને લાલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: લાલ મસૂર દાળનું દાન કરો

  મીના કુમારી, સુનીલ છેત્રી, તાપસી પન્નુ, ક્રિષ્ના, ગુરિન્દર સિંહ, દિલ્હી ગણેશનો જન્મ 1 ઓગસ્ટના રોજ થયો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: DharmaBhakti, Gujarati Rashifal, Numerology, Numerology Suggestions, Rashi bhavishya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन