Home /News /dharm-bhakti /

Numerology 08 May: આ અંકના લોકોને થશે આર્થિક લાભ, જાણો કેવું રહેશે તમારું ભાગ્ય?

Numerology 08 May: આ અંકના લોકોને થશે આર્થિક લાભ, જાણો કેવું રહેશે તમારું ભાગ્ય?

આ અંકના લોકોને થશે આર્થિક લાભ, જાણો કેવું રહેશે તમારું ભાગ્ય?

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે તમારા માટે દિવસ થોડો મુશ્કેલીઓ લઈને આવ્યો છે પરંતુ સમય પસાર થતાં બધુ બરાબર થઈ જશે. મુશ્કેલીઓ વચ્ચે પણ આર્થિક લાભ મળતો જણાશે

    માસ્ટર કલર : બ્લૂ અને પીળો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 9

    દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો



    નંબર 2 : તમારી સરળતા અને ઇમાનદારી તમને આજે સફળતાની નજીક લઈ જશે. પરંતુ તમારા ભોળપણનો કોઈ લાભ લઈ શકે છે  માટે સાવચેત રહો.

    માસ્ટર કલર : બ્લૂ

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: પ્રાણીઓને પીવાના પાણીની વ્યવસ્થા કરો

    નંબર 3 : દિવસ દરમ્યાન તમે ઉર્જાથી ભરપૂર જણાશો જે તમને કામમાં પણ મદદરૂપ થશે. આજે તમે કોઈ પણ સ્થિતિમાં તમે કામ કરી શકશો

    માસ્ટર કલર : કેસરી અને બ્લૂ

    શુભ દિવસ : ગુરુવાર

    લકી નંબર : 3 અને 9

    દાન: સૂર્યમુખીના તેલનું દાન કરો



    નંબર 4 : જૂના પડતર કામ આજે પૂર્ણ થતાં જણાશે. વિદ્યાર્થીઓએ આજે પોતાના અભ્યાસમાં ધ્યાન રાખવું જોશે. આજે લીલા શાકભાજીનું દાન કરવું લાભકારી રહેશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: ગરીબોને પગરખાનું દાન કરવું



    નંબર 5 : તમારા પ્રિય વ્યક્તિને તમારા મનની વાત કરવા માટે ખુબજ સારો દિવસ છે. આજે ટૂંકી યાત્રાનું પણ આયોજન થઈ શકે છે. કળાક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે.

    માસ્ટર કલર : એક્વા

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: અનાથ બાળકોમાં ફળનું દાન કરો



    નંબર 6 : આજે ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપી રહ્યું છે જેથી નવા સાહસો કે રોકાણ કરવા માટે દિવસ શ્રેષ્ઠ છે. પરિવારનો સાથ સહકા તમને ઘણો મદદરૂપ થશે.

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6 અને 9

    દાન: ગરીબોને ચોખાનું દાન કરો



    નંબર 7 : આજે આપ તમારી સાથે રહેતા લોકોનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકશો. વિજાતીય લોકો તરફથી ઘણી મદદ મળી શકે છે.

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 3

    દાન: રાંધેલા ભાતનું દાન કરો



    નંબર 8 : આજે લોકોને મદદ કરવામાં તમારો દિવસ  પસાર થશે અને દાન-પુણ્ય તમારા ભાગ્યને એક નવી ઊંચાએ લઈ જશે. આજે કારકિર્દી માટે લેવાઓ તમારો નિર્ણય યોગ્ય રહેશે.

    માસ્ટર કલર : પર્પલ

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: ગરીબોને છત્રીનું દાન કરો

    આ પણ વાંચો: Bharat Gaurav Train: બે દેશોને જોડશે પ્રથમ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન 'શ્રી રામાયણ યાત્રા'

    નંબર 9 : સકારીક્ષેત્રે કામ કરતાં લોકોને આજે ઘણો લાભ મળવા જઈ રહ્યો છે. આર્થિક વ્યવહારો આજે સરળતાથી પાર પડશે. નજીકના સબંધો આજે વધુ  મુજબૂત બનશે

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: મસૂરદાળનું દાન કરવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર