Home /News /dharm-bhakti /

Numerology 06 May: રમતવીરો માટે આજનો દિવસ રહેશે શ્રેષ્ઠ, જાણો કેવી રહશે આપની આજ

Numerology 06 May: રમતવીરો માટે આજનો દિવસ રહેશે શ્રેષ્ઠ, જાણો કેવી રહશે આપની આજ

રમતવીરો માટે આજનો દિવસ રહેશે શ્રેષ્ઠ, જાણો કેવી રહશે આપની આજ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : આજે મગજ કરતાં દિલની વાત સાંભળો. કોઈ પણ કોન્ટ્રાક્ટ પર કામ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજે સફેદ કપડાં પહેરવા લાભકારી રહેશે

  માસ્ટર કલર : સફેદ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 1

  દાન: આજે હળદરનું દાન કરવું  નંબર 2 :  તમારા ઇષ્ટદેવ, ગુરુ અને માર્ગદર્શક પર વિશ્વાસ રાખીને આગળ વધો. તમામ બિનજરૂરી વાતોને અવગણીને સત્યના માર્ગ પર ચાલવાની કોશિશ કરશો. સફળતા અવશ્ય મળશે.

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 9

  દાન: મંદિરમાં કંકુનું દાન કરવું

  આ પણ વાંચો: Guru Grah Upay: સુખ-સમૃદ્ધિનો કારક હોય છે બૃહસ્પતિ ગ્રહ, આ ઉપાયોથી તેને કરી શકાય છે મજબૂત

  નંબર 3 : આજનો દિવસ આપના માટે ભાગ્યના દ્વાર ખોલીને આવ્યો છે.  ફરવાના શોખીન લોકો માટે નવી નવી જગ્યાઑ પીઆર ફરવાના આયોજનો બનશે. વડીલોનું માર્ગદર્શન આપના માટે લાભકારી રહેશે

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ :  બુધવાર

  લકી નંબર : 5

  દાન: આશ્રમમાં ફળનું દાન કરવું  નંબર 4 : આજે આપના પાર્ટનરો સાથે સબંધો મજબૂત કરવાનો દિવસ છે. દિવસની શરૂઆત તમારા ગુરુ કે ઇષ્ટદેવના જાપ સાથે કરવી.  હિસાબ કિતાબ ચોખ્ખા રાખવા

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: તાંબા કે પિત્તળના ટુકડાનું દાન કરવું

  નંબર 5 : લાંબા સમયથી ચાલતી આવતી મુશ્કેલીઓનો આજે અંત થતાં ઘણી રાહત અનુભવશો. અંગત સબંધોમાં ચાલતા મન દુ:ખનો પણ અંત આવશે

  માસ્ટર કલર : ટીલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: ગરીબોમા અનાજનું દાન કરવું  નંબર 6 : સમાજ અને માર્કેટમાં તમારી સારી છબીને કારણે વેપાર ધંધામાં વૃદ્ધિ જણાશે. વિદેશ જવાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નજીકમાં સફળતા મળી જણાશે

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : શનિવાર

  લકી નંબર : 9

  દાન: ભિક્ષુકોને વસ્ત્ર દાન કરો

  નંબર 7 : સરકારી કર્મચારીઓને બઢતી કે બદલીના સારા સમાચાર મળી શકે છે. સંતાનોની પ્રગતિ કે સફળતા જોઈને વાળી વર્ગમાં ખુશીનો માહોલ જણાશે. ધંધા વેપારમાં નજીકના સમયમાં ઉતાર ચઢાવ જોવા મળે.

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 7

  દાન: મંદિરમાં કંકુનું દાન કરવું

  આ પણ વાંચો: ચંદ્રગ્રહણ પહેલા વૃષભ રાશિમાં સુર્યનું ગોચર, આ 3 રાશિનાં જાતકોની વધશે મુશ્કેલીઓ

  નંબર 8 :  ભવિષ્યના આયોજનનોને આજે  યોગ્ય દિશા આપવા માટે દિવસ ખુબજ શ્રેષ્ઠ છે.  તમે આપેલા વચનો આજે પુર્ણ થશે. વડીલ વર્ગની સલાહ આજે કામ લાગશે

  માસ્ટર કલર :  બ્લૂ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 5

  દાન: મંદિરમાં સૂર્યમુખીના તેલનું દાન કરો

  નંબર 9 :  રમત ગમત જગત સાથે સંકળાયેલા લોકો  માટે આજે સફળતાનો  દિવસ છે. સફળતા માટે તમારા કોચ કે ગુરુના આદેશનું પાલન કરો. બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે ઘણો લાભ થશે.

  માસ્ટર કલર : લાલ

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: ભિક્ષુકોને કેળાનું દાન કરવું
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર