Home /News /dharm-bhakti /Numerology 2 September: આ લોકોએ વાતચીત દરમિયાન કોઈને હર્ટ ના થાય તેનું ધ્યાન રાખવું, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology 2 September: આ લોકોએ વાતચીત દરમિયાન કોઈને હર્ટ ના થાય તેનું ધ્યાન રાખવું, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1 - (1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  અન્ય લોકોના કારણે તમારી ઈમ્પ્રેશન ડાઉન થઈ રહી છે. દર્દીઓને સાવચેત રહેવાની ભલામણ કરવામાં આવે છે. આજે તમને તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે, પરંતુ ઓફિસમાં ટાર્ગેટ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવશે. સફળતા મેળવવા માટે ઓફિસમાં સિનિયર લોકો સાથે કામ કરો અને મીટિંગ માટે ટ્રાવેલનો પ્લાન કરો. ગ્રાહકો અને સંબંધીઓ સાથે સારા સંબંધ વિકસિત કરવા માટે આજે સારો દિવસ છે. કર્મચારીઓએ ડિપ્લોમેટીક બનવું પડશે. તમારા નોલેજનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવશે.

  માસ્ટર કલર: બેઈજ

  શુભ દિવસ: રવિવાર

  શુભ નંબર: 1

  દાન: પીળી દાળનું દાન કરો

  નંબર 2- (2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  આજે લાગણીઓથી ભરપૂર દિવસ છે. ભગવાન અને પરિવારના વડીલ સભ્યોના આશીર્વાદ માટે તમે આભારી રહેશો. આજનો દિવસ માસ કોમ્યુનિકેશન અને શોપિંગ સાથે શરૂ કરો. કરાર કરવા માટે આજે શુભ દિવસ છે. ડિપ્લોમેટીક વાતચીત કરવાથી કામ પૂર્ણ થશે. પ્રિયજનો સાથે ક્વોલટી ટાઈમ પસાર કરવા માટે આજે સારો દિવસ છે. આજે તમારા સપના વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહ્યા છે. આજે સફેદ કપડા પહેરવાથી નસીબ સાથ આપી શકે છે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: ભિક્ષુકો અને પશુઓને દૂધનું દાન કરો

  નંબર 3- (3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  બિનજરૂરી બાબતોને ભૂલીને આજનો દિવસ સારો પસાર થાય તેવી કોશિશ કરો. ડોક્યુમેન્ટની જાળવણી કરવા માટે આજે શુભ દિવસ છે. શિક્ષણ, જાહેર વક્તવ્ય, ડાન્સ, રસોઈ, ડિઝાઇનિંગ, અભિનય, બેંકિંગ, માર્કેટિંગ અથવા ઓડિટીંગમાં ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે પ્રતિભા દર્શાવવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. ફાઈનાન્સ અને યોગના વિદ્યાર્થીઓને સારા માર્કસ મળવાની સંભાવના છે.

  માસ્ટર કલર: પીચ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 9

  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  નંબર 4 (4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  વાતચીત દરમિયાન કોઈને હર્ટ ના થાય તે માટે તેમનું માન રાખવાનો પ્રયાસ કરો. આજે એક સાથે અનેક બાબતો થઈ રહી હોવાને કારણે આજનો દિવસ સારો છે. મોટાભાગનો સમય પૈસા કમાવામાં, કસરત, ઓડિટ, કાઉન્સેલિંગ અને માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ. મેન્યુફેક્ચરિંગ, મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, હીલિંગ, એક્ટિંગ, સ્પોર્ટ્સ અને પોલિટિક્સ ક્ષેત્રે સંકળાયેલા લોકોએ કોલાબોરેશન માટે અન્ય પાર્ટનર સાથે કામ કરવાનો વિચાર કરવો જોઈએ. અંગત સંબંધોમાં ગૂંચવણો ઊભી થવાથી નુકસાન થશે. આસપાસના લોકો સાથે થોડો સમય પસાર કરો.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: ગરીબોને લીલા અનાજનું દાન કરો

  નંબર 5- (5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  હંમેશા પ્રેક્ટીકલ રહો. આજે મીટિંગમાં એક્વા કલરના કપડા પહેરવાથી લાભકારક સાબિત મળશે. ઈન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન માટે હસતા મોઢે બહાર નીકળો. આજે મિલકત સંબંધિત યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. ટ્રાવેલ લવર્સ વિદેશમાં ટ્રાવેલ કરી શકે છે. આજે જીવનશૈલીમાં ડિસીપ્લીન જરૂરી છે. વ્યાવસાયિક અથવા અંગત ભાગીદારોનો વિશ્વાસ મેળવી શકશો અને જેથી તમારું જીવન સુંદર રીતે પસાર થશે. આજે જૂના મિત્રોને મળવાનો દિવસ છે.

  માસ્ટર કલર: એક્વા અને સી ગ્રીન

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: અનાથ બાળકોને લીલા ફળનું દાન કરો

  નંબર 6- (6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  અગાઉ બનેલ ઘટનાઓને લઈને તમારા ઈમોશન કંટ્રોલ કરો. તમે તમામ લોકો માટે ખાસ વ્યક્તિ હોવાને કારણે આજે કમિટમેન્ટ અને જવાબદારીઓ પૂર્ણ કરવાનો દિવસ છે. આજે તમને અનેક તક મળી શકે છે. પરિવાર, મિત્રો અને સહકર્મીઓનો સાથ મળવાથી તમને ખૂબ જ સારું લાગશે. તમે બિઝનેસ સંબંધિત યોગ્ય નિર્ણય લઈ શકશો. સંબંધોને મજબૂત કરવા માટે આજે ખૂબ જ સારો અને રોમેન્ટીક દિવસ છે.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ભિક્ષુકો અને બાળકોને સફેદ મિઠાઈનું દાન કરો

  નંબર 7- (7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  આજે તમારો દિવસ મૂંઝવણભર્યો હોઈ શકે છે. વધુ પડતી જવાબદારી લેવાનું ટાળો અને શેરમાર્કેટમાં રોકાણ કરો. હીલિંગ, કાયદો, તબીબી, મિડીયા, આયાત નિકાસ અને રાજકારણમાં કામ કરતી સ્ત્રીઓ માટે આજે સારો દિવસ છે. વિજાતીય પાત્રના સૂચનો સ્વીકારવાનો પ્રયાસ કરો. CA ની સલાહ લેવાથી એકાઉન્ટ્સનું યોગ્ય રીતે મેનેજ થઈ શકશે. લગ્નના પ્રસ્તાવો ધ્યાનમાં લેવા જોઈએ. ભગવાન શિવ મંદિરે જાવ અને શિવલિંગ પર અભિષેક કરવાથી આજે સારો દિવસ પસાર થઈ શકે છે.

  માસ્ટર કલર: સી ગ્રીન

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: મંદિરમાં કોપર અથવા બ્રોન્ઝના ટુકડાનું દાન કરો

  નંબર 8- (8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  આજે સોશિયલ નેટવર્ક બનાવો. તમે બિઝનેસમાં જોખમ લેવાની ક્ષમતા ધરાવતા હોવાને કારણે તમારે આજે આગળ વધવું જોઈએ. સપનાને સાકાર કરવા માટે આજે સારો દિવસ છે. પૈસાની મદદથી સમાધાનનો કાયદાકીય કેસોનું નિવારણ લાવી શકાય છે. તમારી ફ્લેક્સિબિલિટીને કારણે તમે બિઝનેસ ડીલ ક્રેક કરી શકો છો. વિદ્યાર્થીઓ અને સ્પોર્ટ્સમેને દાન કરવું જોઈએ. સફળતા મેળવવા માટે ભગવાનનો આભાર માનવો જોઈએ. આજે તમે કૌટુંબિક કમિટમેન્ટ અને વ્યાવસાયિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તેથી દિવસ યોગ્ય સંતોષ સાથે સમાપ્ત થશે. આજે વૃદ્ધાશ્રમમાં દાન જરૂરથી કરવું જોઈએ.

  માસ્ટર કલર: સી બ્લ્યૂ

  શુભ દિવસ: શનિવાર

  શુભ નંબર: 6

  દાન: જરૂરિયાતમંદોને ચંપલનું દાન કરો

  નંબર 9- (9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ)

  આજે સામાજિક સેવા કરવામાં દિવસ પસાર કરવો. વ્યાપારીક સંબંધો સફળતાપૂર્વક પૂર્ણ થશે. લિક્વિડ બિઝનેસ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, પોલિટિક્સ, મિડીયા, ફાઈનાન્સ કે ટ્રેનિંગ ઈન્ડસ્ટ્રીના લોકોને સફળતા પ્રાપ્ત થશે. સરકારી અધિકારીઓના પ્રશ્નોનું નિવરાણ આવશે. ડિઝાઈનિંગ અને મેડિકલ ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે સંકળાયેલા લોકોએ ઈન્ટરવ્યૂ આપવું જોઈએ. માતા-પિતાને આજે તેમના બાળકો પર ગર્વ થશે.

  માસ્ટર કલર: બ્રાઉન

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: મંદિરમાં બ્રાઉન રાઈસનું દાન કરો

  2 સપ્ટેમ્બરના રોજ જન્મેલા લોકો: સુદીપ, પવન કલ્યાણ, સ્વરૂપાનંદ સરસ્વતી, સાધના શિવદાસાની, ઈશાંત શર્મા, નંદામુરી હરિકૃષ્ણ
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन
  विज्ञापन