Home /News /dharm-bhakti /Numerology 1 september: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology 1 september: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

સફળતા મેળવવા માટે ભૂલ્યા વગર ભગવાન સૂર્યના આશીર્વાદ લો અને તેમને જળ અર્પણ કરો તથા ગરીબોને પીળા રંગનું ભોજન ખવડાવો. આસપાસના અનેક લોકો તમારી ઈર્ષ્યા કરે છે, જેથી સંધ્યાકાળે દૂધ અને પાણીથી સ્નાન કરો.

સફળતા મેળવવા માટે ભૂલ્યા વગર ભગવાન સૂર્યના આશીર્વાદ લો અને તેમને જળ અર્પણ કરો તથા ગરીબોને પીળા રંગનું ભોજન ખવડાવો. આસપાસના અનેક લોકો તમારી ઈર્ષ્યા કરે છે, જેથી સંધ્યાકાળે દૂધ અને પાણીથી સ્નાન કરો.

  નંબર 1: (1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  પરિવારના વડીલ સાથે સમય પસાર કરીને તમારા દિવસની શરૂઆત કરો. કામ પૂર્ણ કરવા માટે તમારી પાસે યોગ્ય જ્ઞાન છે, જેથી મેચ્યોરિટી સાથે કામ કરો. સફળતા મેળવવા માટે ભૂલ્યા વગર ભગવાન સૂર્યના આશીર્વાદ લો અને તેમને જળ અર્પણ કરો તથા ગરીબોને પીળા રંગનું ભોજન ખવડાવો. આસપાસના અનેક લોકો તમારી ઈર્ષ્યા કરે છે, જેથી સંધ્યાકાળે દૂધ અને પાણીથી સ્નાન કરો. રમતગમત ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે. જે મહિલાએ સિંન્ગિંગ ક્ષેત્રે સંકળાયેલી છે, તેઓ પોતાના મોહક અવાજથી લોકોનું દિલ જીતી લેશે.

  માસ્ટર કલર: પીળો
  શુભ દિવસ: રવિવાર અને સોમવાર
  શુભ નંબર: 1
  દાન: ભિખારીઓને અને પશુઓને કેળાનું દાન કરો

  નંબર 2 (2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  મૂડ સ્વિંગના કારણે આજનો દિવસ સારો નહીં રહે. જે લોકો લવ રિલેશનશીપમાં છે, તેમને સિરિઅસ રિલેશનશીપમાં આવવામાં સમસ્યા આવી શકે છે. પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ ના જળવાઈ શકે છે. બાળકો અને સંબંધીઓ સાથે સમય પસાર કરવાનો દિવસ છે. રોકાણ પર સારું રિટર્ન મળી શકે છે. લિક્વિડ, ઈલેક્ટ્રોનિક, મેડિસિન્સ અને આયાત નિકાસ, સોલાર એનર્જી, કૃષિ, કેમિકલ્સ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આજે વિશેષ જાહેરાત થઈ શકે છે.

  માસ્ટર કલર: ક્રીમ
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 2
  દાન: ભિખારીઓને અને પશુઓને પીવાના પાણીનું દાન કરો

  નંબર 3 (3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  મ્યુઝિશિયન અને રાજકારણીઓ માટે આજે સારો દિવસ છે. હસ્તકલાકારો, ડિઝાઇનર્સ, કવિતા, પત્રકારો અને વૈજ્ઞાનિકો આજે પોતાની ક્રિએટિવિટી દર્શાવે તો તેમનું નસીબ તેમને સાથ આપી શકે છે. વિદ્યાર્થીઓને આજે સફળતા મળી શકે છે. તમારા પ્રયત્નોની સરાહના કરવામાં આવશે, તુલસીની માળાનો જાપ કરો. લેખિત કમ્યુનિકેશનથી તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે આજે સારો દિવસ છે. સ્પોર્ટ્સમેન જૂની કોચની મદદથી રમતમાં જીત મળી શકે છે. રાજનેતા અને સરકારી અધિકારીઓ આજે લોકોનું ધ્યાન ખેંચી શકશે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં લખતા પહેલા અને ઈન્ટરવ્યૂ આપતા પહેલા ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. સ્ત્રીઓએ પરિવારની અન્ય સ્ત્રીઓનો આદર કરવો જોઈએ નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

  માસ્ટર કલર: ઓરેન્જ
  શુભ દિવસ: ગુરુવાર
  શુભ નંબર: 3 અને 1
  દાન: અનાથ આશ્રમમાં ઓરેન્જ કલરની પેન અને પેન્સિલનું દાન કરો

  નંબર 4 (4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  જો તમે ટેકનિકલ કંપનીઓમાં સોફ્ટવેર અથવા હાર્ડવેર ક્ષેત્રે સંકળાયેલા છો તો આજે તેમને નવી તક મળી શકે છે. આજનો દિવસ હાઈ મેનેજમેન્ટથી ભરપૂર છે, જેથી પરફેક્શનનું ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગનો સમય પ્લાનિંગમાં જ પસાર કરવો જોઈએ. સોલાર એનર્જી, મૂવી ડાયરેક્શન, આર્ટ મેન્યુફેક્ચરિંગ અને રસોઈ ક્ષેત્રે સંકળાયેલ વ્યક્તિઓએ મશીનથી સાવચેત રહેવું જોઈએ. પર્સનલ રિલેશનશીપમાં વધુ રોમેન્ટીક થઈ શકે છે. મન શાંત રહે તે માટે શાકાહારી ભોજનનું સેવન કરો અને તમારા શોખની બાબતોમાં સમય પસાર કરો.

  માસ્ટર કલર: ગ્રે અને ક્રીમ
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: મિત્રોને મનીપ્લાન્ટનું દાન કરો

  નંબર 5 (5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  ફોલોઅર્સની સંખ્યામાં વધારો કરવા માટે ગૃપના નેતાઓ માટે આજે સારો દિવસ છે. જીવનમાં શાંતિ જાળવી રાખવા સંબંધોમાં પ્રામાણિકતા રાખો. જે લોકો ગૃપમાં કામ કરે છે તે લોકો માટે આજે લીડરશીપનો દિવસ છે. તમારી સ્વતંત્રતાનો અયોગ્ય રીતે ઉપયોગ ન કરો. તમારા સાથીદારો અને પરિચિતોથી સાવધાન રહો અને તેમની સાથે તમારા સિક્રેટ શેર ના કરશો. વિશેષ મૂલ્યાંકનનો સામનો કરવા માટે મિત્રો અને સંબંધીઓ, ગ્લેમર મીડિયા, મોડેલિંગ, આયાત નિકાસ અને વિદેશી ચીજવસ્તુઓ અને રમતગમત ક્ષેત્રે સંકળાયેલા લોકોએ સમજદારીપૂર્વક વિચારવું જોઈએ. પુરુષો માટે લીલા અને સ્ત્રીઓ માટે સફેદ કપડા લાભકારક છે. લેખિત સંદેશાવ્યવહાર ના કરવો જોઈએ અને સાદા ખોરાકનું સેવન કરવું જોઈએ. મિલકત સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં રહેશે. રમતગમત ક્ષેત્રે સફળતા મળી શકે છે.

  માસ્ટર કલર: લીલો
  શુભ દિવસ: બુધવાર
  શુભ નંબર: 5
  દાન: બાળકો દૂધનું દાન કરો

  નંબર 6 (6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  લાંબા સમય સુધી સાથ આપી શકતા ના હોવાને કારણે આજે ચેલેન્જ અને તકની અવગણના કરવી જોઈએ. આજના દિવસે તણાવ અને થાક વર્તાઈ શકે છે. શ્રેષ્ઠ જીવનસાથી મળવા બદલ ભગવાનનો આભાર માનવો જોઈએ. માતા-પિતાને તેમના બાળકો પર ગર્વ થશે આજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આરાધના કરો. આજે ભાગીદાર સાથે રહેવું જોઈએ અને ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવું જોઈએ. તમારું તમારો સાથ આપતું હોવાથી સરકારી ટેન્ડરોમાં જોખમ લઈ શકો છો. વાહન, મોબાઈલ, મકાન ખરીદવા અથવા શોર્ટ ટ્રિપનું આયોજન કરવા માટે આજે સારો દિવસ છે.

  માસ્ટર કલર: એક્વા
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન કરો

  નંબર 7 (7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  પૈસાની લેવડદેવડમાં એક પગલું આગળ વધો અને આગળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા કરી શકો છો. જો મેડિકલ ચેકઅપ કરવાનું કહેવામાં આવ્યું હોય તો આજે સાંજે સુધીમાં કરાવી લેવું જોઈએ. આજના દિવસે પરિસ્થિતિ અનુસાર વર્તો. સિનિયર જે પણ સૂચન આપે તેનું અનુસરણ કરો. વકીલની સલાહ લેવાથી પૈસાની યોગ્ય બચત થઈ શકશે. સોફ્ટવેર અને ફર્નિચર, કપડાં, ઝવેરી, બાંધકામ અને રસાયણો સંબંધિત બિઝનેસ ડીલમાં સફળતા મળશે. લગ્નના પ્રસ્તાવો ધ્યાનમાં લેવા જોઈએ. ભગવાન શિવ મંદિરની મુલાકાત લો અને ધાર્મિક વિધિ કરાવો.
  માસ્ટર કલર: પીળો
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 7
  દાન: મંદિરમાં દિવેલિયાનું દાન કરો

  નંબર 8 (8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  આજના દિવસે નોનવેજ અને દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ. બિઝનેસ મોડિફાઈ કરવા માટે પૈસાના પાવરનો ઉપયોગ કરો. પૈસાના પાવરનો ઉપયોગ કરીને કાયદાકીય કેસોનું નિવારણ આવી શકે છે. નેટવર્કિંગથી બિઝનેસ ડીલ પાર પાડી શકાય છે. તમારું લાઈફ પાર્ટનર તમારા મની બેકગ્રાઉન્ડથી પ્રભાવિત થશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા ઈચ્છે છે તેમણે હાઈ ફી ચૂકવવી પડશે. ખેલાડીઓને આજે સફળતા મળશે. ટ્રાવેલની યોજનાઓ ટાળવી ના જોઈએ અને આજે દાન જરૂરથી કરવું જોઈએ.
  માસ્ટર કલર: લીલો
  શુભ દિવસ: શનિવાર
  શુભ નંબર: 6
  દાન: જરૂરિયાતમંદોને ચંપલનું દાન કરો

  નંબર 9 (9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ)
  આજે લોકપ્રિયતામાં વધારવાનો દિવસ છે. બાળકો માટે ભવિષ્યની યોજના બનાવવા માટે આજે સુંદર દિવસ છે. સરકારી ટેન્ડર અને ડીલ સરળતાથી એક્સેપ્ટ થઈ જશે. ગ્લેમર, સોફ્ટવેર, મ્યુઝિક, મીડિયા અથવા શિક્ષણ ઉદ્યોગના લોકોને સફળતા પ્રાપ્ત થશે. ભાવિ રાજકારણીઓને આજે નવા હોદ્દા આપવામાં આવશે. જાહેર ભાષણ, ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે આજે સારો દિવસ છે. જે માતા પિતાના બાળકો મ્યુઝીક સાથે સંકળાયેલા છે તેમને પોતાના બાળક પર ગર્વ થશે.

  માસ્ટર કલર: ઓરેન્જ
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  1 સપ્ટેમ્બરના રોજ જન્મેલા લોકો: સોનમ વાંગચુક, પદ્મા લક્ષ્મી, મનોજ પાહવા, રામ કપૂર, એસી પ્રભુપદા
  Published by:kiran mehta
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन