વિદુર નીતિ: ધનવાન બનવા માંગો છો તો આજે જ કરો આ મહત્વનું કામ

News18 Gujarati
Updated: March 9, 2019, 12:48 PM IST
વિદુર નીતિ: ધનવાન બનવા માંગો છો તો આજે જ કરો આ મહત્વનું કામ
વિદૂર નીતિ

મહાતમા વિદુરે ધનવાન બનવા માટે કઇ વસ્તુઓનો ત્યાગ કરવાનું કહ્યું છે ચાલો તેનાં પર કરીએ એક નજર

  • Share this:
ધર્મ ડેસ્ક: મહાભારત કાળમાં મહાત્મા વિદુર હસ્તિનાપુરનાં રાજા ધૃતરાષ્ટ્ર (કૌરવોનાં પિતા)નાં મંત્રી હતાં. તેમણે ઘણાં નીતિગત અને ધાર્મિક વાતોથી કૌરવો અને પાંડવોને સમજ આપતાં. વિદુરને તે કાળમાં જે નીતિયો જણાવી હતી જો વર્તમાન સમયમાં તેનો અમલ કરવામાં આવે તો તેનાંથી વ્યક્તિ સુખી અને ધનની દ્રષ્ટિએ સંપન થઇ શકે છે.

મહાતમા વિદુરે ધનવાન બનવા માટે કઇ વસ્તુઓનો ત્યાગ કરવાનું કહ્યું છે ચાલો તેનાં પર કરીએ એક નજર

ફક્ત પોતાનાં જ કામ પર ફોકસ કરો- વિદુર કહે છે કે, જે લોકો ઇચ્છે છે કે તેમની પાસે ધનનાં ભંડાર હોય તેમણે ક્યારેય ઓફિસમાં તેમનાં સહકર્મીઓનાં સારા કામની ઇર્ષ્યા ન કરવી જોઇએ. કારણ કે જો એક વખત તે ભાવ મનમાં આવી જશે તો આપ આપની તરફ ઓછુ ધ્યાન આપી જે તે વ્યક્તિ તરફ વધુ ધ્યાન આપશો. તેનાંથી આપની પ્રગતિનાં જ માર્ગમાં અવરોધ આવશે.

રિસ્ક લેતા ડરો નહીં- વિદુર નીતિ અનુસાર, જે લોક ઇચ્છે છે કે તેમની પાસે ધનનાં ભંડાર હોય તેમણે નિડર હોવું જોઇએ. કારણ કે જો તે દરેક વાત પર ડરશે તો ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય કેવી રીતે લઇ શકશે. ધનની ચાહ રાખનારા કોઇપણ વ્યક્તિએ જોખમ કે અઘરાં નિર્ણય લેવાથી ડરવું જોઇએ નહીં. જોકે તેમણે આજનાં ફંડ્સ કે રોકણમાં સમજી વિચારીને રોકાણ કરવું.

આળસ છોડો- વિદુર નીતિ અનુસાર જે લોકો પાસે ધનનાં ભંડાર હોય તેવાં લોકોએ આળસનો ત્યાગ કરવો જોઇએ. આળસને કારણે જ લોકો પરિશ્રમ કરતા ખચકાય છે અને આળસુ લોકોની પાસે મા લક્ષ્મી નથી ટકતી. જો આપ પૈસા બનાવવા ઇચ્છો છો તો આળસ છોડીને પરિશ્રમ કરો.
First published: March 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...