આજે શિવ ચતુર્દશી, વ્રતની વીધી અને નિયમ, તમામ મનોકામના થશે પૂર્ણ

શિવ ચતુર્દશીનું વ્રત કરવાથી વ્યક્તિ કામ, ક્રોધ, લોભ, મોહના બંધનથી મુક્ત થાય છે.

શિવ ચતુર્દશીના દિવસે ખાસ વીધી વિધાનથી ભગવાન શિવની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે

 • Share this:
  હિંદૂ પંચાગ અનુસાર, દર મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશીની તીથી ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આજે 1 જુલાઈ સોમવારે શિવ ચતુર્દશી મનાવવામાં આવી રહી છે. અષાઢ માહની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથીને શિવ ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભક્ત ભગવાનને પ્રસન્ન કરવા માટે ચતુર્દશીનું વ્રત કરે છે. શિવ ચતુર્દશીના દિવસે ખાસ વીધી વિધાનથી ભગવાન શિવની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિ કામ, ક્રોધ, લોભ, મોહના બંધનથી મુક્ત થાય છે. શિવ ચતુર્દશી વ્રતમાં શિવની સાથે માતા પાર્વતી, ગણેશ જી, કાર્તિકેય અને શિવગણોની પણ પૂજા થાય છે.

  શિવલિંગ પર જળ અને દૂધથી અભિષેક કર્યા બાદ બિલીપત્ર, સમીપત્ર, કુશા તથા દૂબ વગેરેથી શિવજી પ્રસન્ન થાય છે. અંતમાં ભાંગ, ધતૂરો તથા શ્રીફળ ભોલેનાથને ભોગ સ્વરૂપે ચઢાવવામાં આવે છે. શિવ ચતુર્દશીના દિવસે વ્રતી ભક્તોને પૂરો દિવસ નિરાહાર રહીને વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ.

  વ્રતની વીધી અને નિયમ
  શિવ ચતુર્દશીનું વ્રત કરનારા લોકોએ માત્ર એક સમય ભોજન કરવું જોઈએ. સવારે નિત્યકર્મ બાદ વ્રતનો સંકલ્પ લઈ ધૂપ, દીવો, પુષ્પ વગેરેથી શિવજીની પૂજા કરો. પૂજામાં ભાંગ, ધતૂરો અને બિલીપત્રનું કાસ મહત્વ છે. આ દિવસે જો ભક્તજન પૂરા શ્રદ્ધાભાવથી શિવ ચતુર્દશીનું વ્રત કરે છે, તેમના માતા-પિતાના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. તે જીવનના સમ્પૂર્મ સુખનો ભોગ કરે છે. આ વ્રતના મહિમાથી વ્યક્તિ દીર્ઘાયૂ, એશ્વર્ય, આરોગ્ય, સંતાન અને વિદ્યા વગેરે પ્રાપ્ત કરી અંતમાં શિવલોક જાય છે.

  મનોકામના પૂરી કરવા માટે મધ્ય રાત્રિમાં કરો આ મંત્રોનો જાપ:
  शंकराय नमसेतुभ्यं नमस्ते करवीरक
  त्र्यम्बकाय नमस्तुभ्यं महेश्र्वरमत: परमनमस्तेअस्तु महादेवस्थाणवे च ततछ परमू
  नमः पशुपते नाथ नमस्ते शम्भवे नमः
  नमस्ते परमानन्द नणः सोमार्धधारिणे
  नमो भीमाय चोग्राय त्वामहं शरणं गतः
  पाप होते हैं नष्ट:
  Published by:kiran mehta
  First published: