શરુ થઇ રહી છે નવરાત્રિ, આવી રીતે કરો પૂજાની તૈયારીઓ

News18 Gujarati
Updated: October 2, 2018, 3:57 PM IST
શરુ થઇ રહી છે નવરાત્રિ, આવી રીતે કરો પૂજાની તૈયારીઓ
હિન્દુ પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રિની શરૂઆત આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે.

હિન્દુ પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રિની શરૂઆત આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે.

  • Share this:
શારદીય નવરાત્રિનો પ્રારંભ 10 ઑક્ટોબરથી થઇ રહ્યો છે. નવવત્રિમાં ભક્તજનો નવ દિવસ સુધી માતા દુર્ગાની અલગ અલગ નવ રૂપોથી આરાધના કરે છે. માતા દુર્ગાના નવ રૂપના આ પ્રકાર છે. માતા શૈલપુત્રી, બ્રહ્મચરિણી, ચંદ્રઘંટા, કુશ્માન્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી અને માતા સિદ્ધિદત્રી.

હિન્દુ પંચાંગ અનુસાર, શારદીય નવવત્રિની શરૂઆત આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે અને વિજયાદશમી પહેલા નવ દિવસ સુધી રહે છે.

નવરાત્રિ દરમિયાન આ રીતે કરો પૂજાની તૈયારી, જેથી છેલ્લા સમય પર તમે દરેક વસ્તુ પર સમય મેળવી શકો.

માતા દુર્ગાના શણગાર માટે: લાલ ચુંદડી, લાલ બંગડી, બિછીા, પાયલ, લાલ સિંદૂર, મહાવર, લાલ કલરની બિંદી, લાલ રિબિન, મહેંદી, લાલ નેલપોલિશ, હાર, કાન માટે કર્ણફૂલ, લાલ રંગની લિપ્સટીક

કળશ સ્થાપિત કરવા માટે: માટીનું કળશ, પાણીવાળુ નારિયેળ (જેટા) સાથે, અમૃત, મોલી, રોલી, ગંગા જળ, કેસર જાયફળ, એક સિક્કો, જવ, એક દહીં, એક દીવો, રુની વાટ.

જવ હોમવા માટે: માટીનું એક વાસણ, સાફ માટી જેમા કંઇક રાખી શકાય, જવઅખંડ જ્યોત માટે: માટીનો દીવો, ગાયનું ઘી, રુની વાટ, ચોખા, હવન સામગ્રી, કેરીની સુકી લાકડી, હવન સામગ્રી.
First published: October 2, 2018, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading