Ramadan 2019: રમઝાનનો ચાંદ દેખાયો, મંગળવારથી રોઝા શરૂ

News18 Gujarati
Updated: May 6, 2019, 8:00 PM IST
Ramadan 2019: રમઝાનનો ચાંદ દેખાયો, મંગળવારથી રોઝા શરૂ
રમઝાન 2019

ઈસ્લામ ધર્મના 9માં મહિનાને રમઝાન કહેવામાં આવે છે. ઈસ્લામમાં આ મહિનાને ખુબ પાક મહિનો માનવામાં આવે છે

  • Share this:
ઈસ્લામ ધર્મમાં રમઝાન મહિનાને પવિત્ર માનવામાં આવે છે અને તેનું ઘણું મહત્વ પણ છે. આ દરમ્યાન પૂરા એક મહિના સુધી મુસ્લિમ સમુદાયના લોકો રોઝા રાખે છે. રોઝા રાખનારા રોઝેદાર લોકો આ દરમ્યાન જીવનશૈલી અને ખાન-પાનને લઈ વિશેષ તકેદારી રાખવી પડે છે. આમાં સવારે સહરી બાદ આકો દિવસ ભુખ્યા રહેવાનું હોય છે અને સાંજે રોઝા તોડતા સમયે ઈપ્તારી સમયે જ જમી શકાય છે. આવો જાણીએ કે રમઝાન શું છે.

રમઝાન - ઈસ્લામ ધર્મના 9માં મહિનાને રમઝાન કહેવામાં આવે છે. ઈસ્લામમાં આ મહિનાને ખુબ પાક મહિનો માનવામાં આવે છે. આ દરમ્યાન મુસ્લિમ સમુદાયના લોકો રોઝા રાખે છે, તારાવીહની નમાજ અને કુરાન શરિફનો પાઠ કરે છે. જકાત અને દાન-પુષ્ય કરવા પર પણ સવાબ મળે છે.

ક્યારે છે રમઝાન - રમઝાનની તિથીને લઈ હજુ સંશય છે. આજે ચાંદના દિદાર થયા બાદ રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઈ. એવું માનવામાં આવે છે કે, આ મહિનામાં મુસ્લીમ લોકો 30 દિવસનો રોઝો રાખશે અને અંતિમ દિવસે ઈદના દિવસે રોઝો ખોલશે. તમને જણાવી દઈએ કે, રમઝાનનો ચાંદ દેખાઈ ગયો છે, અને આવતીકાલ મંગળવારથી પહેલો રોઝો શરૂ થશે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...