રાત્રે જ કેમ કરવામાં આવે છે માં દુર્ગાની પૂજા

News18 Gujarati
Updated: October 2, 2019, 5:06 PM IST
રાત્રે જ કેમ કરવામાં આવે છે માં દુર્ગાની પૂજા
રાત્રિ સમયે દુર્ગાના શક્તિ સ્વરૂપમાં શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવાથી વિશેષ પરિણામ મળે છે

રાત્રિ સમયે દુર્ગાના શક્તિ સ્વરૂપમાં શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવાથી વિશેષ પરિણામ મળે છે

  • Share this:
શારદીય નવરાત્રિનો પ્રારંભ 30 નવેમ્બરથી શરૂ થઈ ગયો છે. ભક્તો દ્વારા નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની અલગ રીતે પૂજા કરવામાં છે. માતા દુર્ગાના નવ સ્વરૂપ છે. માતા શૈલપુત્રી, બ્રહ્મચરિણી, ચંદ્રઘંટા, કુશ્માન્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી અને માતા સિદ્ધિદત્રી. માતા દુર્ગાની પૂજા કરવાનું અલગ જ મહત્વ છે.

હિન્દુ કેલેન્ડર અનુસાર, શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને વિજયા દશમીના પ્રથમ નવ દિવસ સુધી રહે છે. તો જોઈએ પૂજાનું માહત્મ્ય

નવરાત્રિનું મહત્વ

નવરાત્રિ અર્થ એ થાય કે નવ રાત, આ શબ્દનો અર્થ વિશેષ રાત્રી થાય છે. આ સમય દરમિયાન, રાત્રિ સમયે દુર્ગાના શક્તિ સ્વરૂપમાં શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવાથી વિશેષ પરિણામ મળે છે. ખરેખર, રાતના સમયને પ્રાપ્તિ માટે ખૂબ જ યોગ્ય ગણવામાં આવે છે. એટલે જ રાતની ઉપાસના કરવાનું વધારે પસંદ કરવામા આવે છે જેથી સિદ્ધીઓ પ્રાપ્ત કરી શકીએ. એટલે મોટાભાગના તહેવારો રાત્રે ઉજવાય છે. નવરાત્રિ દરમિયાન, સાધક રાતમાં માતાની અલગ- અલગ સ્વરૂપોની પૂજા કરે છે જેથી આધ્યાત્મિક શક્તિ મેળવી શકાય.

શા માટે રાત્રે દુર્ગા પૂજા કરવી:

ભગવાનની પૂજા, ધ્યાન અને આધ્યાત્મિક ધ્યાનની ઉપાસના માટે રાત્રીનો સમય વધુ અગત્યનો છે, કારણ કે દિવસ દરમિયાન આપણું મન સ્થિર રહેશે નહીં અને મન ભટકતુ રહેશે, જેના કારણે પૂજા દરમ્યાન ભગવાનને યાદ કરતી વખતે આપણું ધ્યાન રહેશે નહીં. તેથી, રાત્રીનો સમય સાધના માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. રાતના સમય દરમ્યાન કોઈ પ્રકારનો કોઈ અવરોધ આવતો નથી. તેથી, જેથી સાધક રાત્રિમાં તન્મય થઇને મા દુર્ગાની આરાધના કરે છે.
First published: October 2, 2019, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading