ગંગા સપ્તમી, શિવની જટામાંથી આ રીતે ધરતી પર આવી હતી ગંગા!

આ દિવસે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવાથી ભક્તના તમામ પાપ કર્મો નાશ થાય છે, અને મૃત્યુ બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે

News18 Gujarati
Updated: May 11, 2019, 10:28 PM IST
ગંગા સપ્તમી, શિવની જટામાંથી આ રીતે ધરતી પર આવી હતી ગંગા!
આ દિવસે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવાથી ભક્તના તમામ પાપ કર્મો નાશ થાય છે, અને મૃત્યુ બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે
News18 Gujarati
Updated: May 11, 2019, 10:28 PM IST
Ganga Saptami 2019 હિંદુ પંચાગ અનુસાર, ગંગા સપ્તમી 11મેના રોજ એટલે કે આજે છે. વૈશાખ શુક્લ સપ્તમીના દિવસે જ પરમપિતા બ્રહ્માના કમંડલમાંથી પહેલી વખત ગંગા અવતરિત થઈ હતી. ઋષિ ભાગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ગંગા ધરતી પર આવી હતી. કહેવાય છે કે, આ દિવસે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવાથી ભક્તના તમામ પાપ કર્મો નાશ થાય છે, અને મૃત્યુ બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પવિત્ર ગંગા તટ પર ભક્તોની ભારે ભીડ જમા થાય છે. સવારે ઉઠીને લોકો ગંગામાં સ્નાન કરી માં ગંગા પાસે સુખ-સમૃદ્ધીની કામના કરે છે. ત્યારબાદ ઋષિની પૂજા-અર્ચના કર્યા બાદ ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. તો જોઈએ ધરતી પર ગંગાના અવતરણની કથા.

આવી રીતે ધરતી પર આવી ગંગા
હિન્દૂ ધર્મ શાસ્ત્રની પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન વિષ્ણુના પગમાં પેદા થયેલા પરસેવાની બૂંદમાંથી માં ગંગાનો જન્મ થયો હતો. એક અન્ય માન્યતા છે કે ગંગાની ઉત્પત્તિ પરમપિતા બ્રહ્માના કમંડલમાંથી થઈ હતી. એવી પણ લોકવાયકા છે કે, આજના દિવસે જ રાધા-કૃષ્ણ રાસલીલા કરતા કરતા એક બીજામાં એટલા ખોવાઈ ગયા કે, બંનેએ પાણીનું રૂપ લઈ લીધુ. આજ નિર્મળ જળને બ્રહ્માએ પોતાના કમંડલમાં ધારણ કર્યું.

સર્વાધિક પ્રચલિત માન્યતા છે કે, ઋષિ ભાગીરથે રાજા સાગરના 60,000 દીકરાના ઉદ્ધાર માટે, તેમને કપિલ મુનીના શ્રાપથી મુક્તિ અપાવવા માટે અને ધરતીવાસીઓની પ્યાસ બુઝાવવા માટે કેટલાએ વર્ષો સુધી ગંગાની તપસ્યા કરી. ભાગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈ માં ગંગાએ પૃથ્વી પર આવવાનો સ્વિકાર કર્યો.

પરંતુ જ્યારે ધરતીએ ગંગાના અવતરણની વાત સાંભળીતો ગંગાના વેગ વિશે સાંભળી તે ડરથી કાંપવા લાગ્યા. ત્યારબાદ ઋષિ ભગીરથે ભગવાન શિવને પ્રાર્થના કરી કે, કૃપા કરીને ગંગાનો વેગ ઓછો કરો જેથી ધરતીને કોઈ નુકશાન ન થાય. ત્યારે ગંગા સપ્તમીના દિવસે જ ગંગા શિવની જટામાં સમાઈ ગયા અને તેમનો વેગ ઓછો થયો. ત્યારબાદ ભગવાન શિવની જટામાંથી થઈ માં ગંગા ધરતી લોકમાં અવતરિત થયા.
First published: May 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...