Home /News /dharm-bhakti /Astro Tips: તાંબાની વીંટી પહેરવાના ચમત્કારી ફાયદા, માનવામાં આવે છે સૂર્ય અને મંગળની ધાતુ

Astro Tips: તાંબાની વીંટી પહેરવાના ચમત્કારી ફાયદા, માનવામાં આવે છે સૂર્ય અને મંગળની ધાતુ

તાંબાની વીંટીના ફાયદા

Copper Ring benefits: તાંબાને સૂર્ય અને મંગળની ધાતુ માનવામાં આવે છે. રત્ન શાસ્ત્રમાં તાંબાની રિંગને ખુબ ફાયદાકારક જણાવવામાં આવી છે. તો આવો જાણીએ તાંબાની વીંટી પહેરવાથી શું ફાયદા થાય છે.

ધર્મ ડેસ્ક: તાંબાના ધાતુથી બનેલી રિંગનું ચલણ ઘણું જૂનું છે. પ્રાચીન કાળથી તાંબાની રિંગ પહેરવાની પરંપરા ચાલી આવી છે. રત્ન શાસ્ત્રમાં તાંબાની રિંગને ખુબ ફાયદાકારક જણાવવામાં આવી છે. ગ્રહોના દોષ દૂર કરવા સાથે આ રિંગ સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી હોય છે. તાંબાને મંગળ અને સૂર્ય ગ્રહની ધાતુ માનવામાં આવે છે.

આવો જાણીએ તાંબાની વીંટી પહેરવાથી શું ફાયદા થાય છે.

1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તાંબાની વીંટી અથવા બંગડી પહેરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

2. તાંબાની વીંટી પહેરવાથી પેટ સંબંધિત તમામ વિકારો દૂર થાય છે.

3. આર્થરાઈટીસના દર્દીઓએ તાંબાની બંગડી અવશ્ય પહેરવી જોઈએ.

4. જ્યોતિષ શાસ્ત્રમાં રિંગ ફિંગરમાં તાંબાની વીંટી પહેરવાથી સૂર્ય દોષ દૂર થાય છે.

5. તાંબાની વીંટી પહેરવાથી મંગળના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.

6. તાંબાની વીંટી અથવા બ્રેસલેટ પહેરવાથી લોહી શુદ્ધ થાય છે. રક્ત પરિભ્રમણ બરાબર રહે છે.

7. તાંબાની વીંટી પહેરવાથી માનસિક અને શારીરિક તણાવ પણ ઓછો થાય છે.

આ પણ વાંચો: Astro Tips: ઘરમાં દેખાય આ 4 સંકેત, તો સમજી જાઓ બનવાની છે કોઈ અશુભ ઘટના



તાંબાના અન્ય ફાયદા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તાંબાનું વાસણ રાખવાથી સુખ અને શાંતિ મળે છે. તાંબાના વાસણમાં ભોજન અથવા પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. તેની શુદ્ધતા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે. જો ઘરનો મુખ્ય દરવાજો ખોટી દિશામાં બનેલો હોય તો તાંબાનો સિક્કો લટકાવવાથી તેનો વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.
First published:

Tags: Astro Tips, Dharm Bhakti