આ એક વસ્તુ ઘરમાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે હંમેશા

News18 Gujarati
Updated: November 4, 2018, 1:56 PM IST
આ એક વસ્તુ ઘરમાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે હંમેશા
પ્રતિકાત્મક તસવીર

કહેવાય છે કે જે ઘરમાં નિત્ય શંખધ્વનિ થતો હોય ત્યાં ક્યારેય લક્ષ્મીજીની ખોટ નથી રહેતી.

  • Share this:
શંખ ભારતીય ધાર્મિક માન્યતાઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. શંખથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઇ જાય છે. કહેવાય છે કે જે ઘરમાં નિત્ય શંખધ્વનિ થતો હોય ત્યાં ક્યારેય લક્ષ્મીજીની ખોટ નથી રહેતી. વ્યક્તિ તેમજ પરિવાર અખૂટ ઐશ્વર્યમાં આળોટતો રહે છે.

શંખ મુખ્ય રૂપે બે પ્રકારના હોય છે. એક દક્ષિણાવર્તી અને બીજો વામાવર્ત. તેમા જે દક્ષિણની તરફ ખુલે છે. તેને તંત્ર સાક્ષાત લક્ષ્મીજીનુ સ્વરૂપ માને છે. તે અંગે ઘણી માન્યતા છે કે આ શંખ મંત્ર સિદ્ધ ન થાય છતા પણ તેને ઘરમાં મુકવાથી દરેક પ્રકારનો અભાવ ખતમ થઈ જાય છે. ધનતેરસના દિવસે ઘરમાં જો આ શંખ લાવશો તો તમને જાણો કયા ફાયદા થશે.

આ પણ વાંચો: સોમવારે ધનતેરસઃ જાણો પૂજાવિધિ અને શુભ મુહૂર્ત વિશે

આ પણ વાંચો: ધનતેરસ પર SBIની ઓફર! સોનાના સિક્કા ખરીદવા પર મળશે ડિસ્કાઉન્ટ અને કેશબેક

આ શંખમાં પાણી ભરીને પૂજા સ્થાન પર મુકો અને પાણીને ઘરમાં છાંટો
  • નકારાત્મકતા દૂર થશે.

  • શંખમાં જળ ભરીને મહાલક્ષ્મીનુ પૂજન કરવાથી ઘરમાં બરકત રહે છે.

  • આ શંખને ઘરના પૂજા સ્થાનમાં મુકવાથી દરેક પ્રકારના સંકટ દૂર થાય છે.

  • જો આ શંખ સામે રોજ અગરબત્તી કરવામાં આવે તો યશ અને પ્રસિદ્ધિ વધે છે.

  • દિવાળીના દિવસે પૂજા કર્યા પછી આ શંખને તિજોરીમાં મુકવાથી ઘરમાં અક્ષય ધન આવે છે.

  • માન્યતા છે કે પૂજન પછી રોજ આ શંખમાં દૂધ ભરીને જો વાંઝણી સ્ત્રી પીવે તો તેને સંતાન સુખ મળે છે.

  • શંખનુ પૂજન અત્તર અને ગુલાલથી કરો. તેની સામે નૈવેદ્ય મુકો અને શ્રી સુક્તનો પાઠ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે.

First published: November 4, 2018, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading