Home /News /dharm-bhakti /નારિયેળનું બીજ છે ભગવાન શિવનો આશિર્વાદ, આ રીતે ઉપાય કરવાથી થાય છે પુત્રની પ્રાપ્તિ

નારિયેળનું બીજ છે ભગવાન શિવનો આશિર્વાદ, આ રીતે ઉપાય કરવાથી થાય છે પુત્રની પ્રાપ્તિ

નારિયેળના બીજથી પુત્ર પ્રાપ્તિની છે માન્યતા

Santan Sukh : નારિયેળના બીજને પુત્રનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જેઓ સંતાન સુખથી વંચિત હોય અથવા પુત્ર રત્ન ઇચ્છતા હોય તે નારિયેળના બીજનો પ્રયોગ પૂરા વિધિ વિધાન સાથે કરે તો તેને સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે.

    નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. તે ધાર્મિક ક્રિયાઓ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કેટલાંક નારિયેળની અંદર બીજ પણ નીકળે છે જેને ભગવાન શિવનો આશિર્વાદ માનવામાં આવે છે. સાથે જ કેટલાંક નારિયેળના બીજને પુત્રનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.

    એવી માન્યતા છે કે જેઓ સંતાન સુખથી વંચિત હોય અથવા પુત્ર રત્ન ઇચ્છતા હોય તે નારિયેળના બીજનો પ્રયોગ પૂરા વિધિ વિધાન સાથે કરે તો તેને સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે.



    આ પણ વાંચો :  ધનતેરસ પર સોના-ચાંદીના બદલે ખરીદો 10 રૂપિયાની આ વસ્તુ, આખુ વર્ષ ધન-ધાન્યથી ભરેલુ રહેશે ઘર

    નારિયેળના બીજથી પુત્ર પ્રાપ્તિ માટે તમારે સોમવારના દિવસે એક ખાસ ઉપાય કરવાનો છે. સોમવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. હવે 'ઓમ નમ: શિવાય' મંત્રની એક માળાનો જાપ કરો. તે બાદ ભગવાન શિવને તમારી મનોકામના જણાવો. હવે નારિયેળને શિવલિંગ પાસે વધેરો. અહીં દેશી ઘીનો એક દીવો પણ પ્રગટાવો. હવે 'ઓમ નમ: શિવાય' મંત્રથી શિવજીનો ભાવપૂર્વક પાઠ કરો.



    તે બાદ નારિયેળનું બીજ શિવજીને ધરાવો. જો બીજ ન હોય તો ફક્ત નારિયેળ પણ શિવલિંગ પર રાખી શકાય છે. ધર્મ શાસ્ત્રોમાં નારિયેળ અને નારિયેળના બીજને શિવલિંગ પર ચડાવવાના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. હવે સાંજે નારિયેળ અથવા તેના બીજને ગંગાજળના પાત્રમાં નાંખી દો.



    આ પણ વાંચો : માન્યતા : પંચકમાં મૃત્યુ થાય તો પાંચ લોકોના જાય છે જીવ, રાવણનું પણ આ જ કાળમાં થયું હતું મોત

    બીજા દિવસે એટલે કે મંગળવારે સવારે કંઇપણ ખાતા પહેલા આ બીજ હનુમાનજીને ધ્યાન કરતાં ગાયના દૂધ સાથે ખાઇ લો. ધ્યાન રહે કે તમારે નારિયેળનું બીજ સુધી અને આખુ જ ગળી જવાનું છે. તેને ચાવવાનું નથી. નારિયેળના બીજના આ ઉપાયને તમારે સોમવારના જ દિવસે કરવાનો છે. જો ભૂલચૂકથી તમે સવારે પૂજાપાઠ કરી લો તો તમે સાંજે પણ આ ઉપાય કરી શકો છો.

    Disclaimer : આ ઉપાય માત્ર માન્યતાઓ પર આધારિત છે. News 18 ગુજરાતી આ ઉપાયની પુષ્ટિ નથી કરતું.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Astro, Astro Tips, Astrology, Astrology tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन