Christmas 2020: ખ્રિસ્તી ધર્મમાં ડિવોર્સ બાદ લગ્ન, ફાટેલા કપડા સહિત આ 10 વસ્તુઓ ઉપર છે કડક મનાઈ

Christmas 2020: ખ્રિસ્તી ધર્મમાં ડિવોર્સ બાદ લગ્ન, ફાટેલા કપડા સહિત આ 10 વસ્તુઓ ઉપર છે કડક મનાઈ
પ્રતિકાત્મક તસવીર

બાઈબલ (The Bible) અને કુરાનમાં (Quran) ગણા બધા નૈતિક મૂલ્યો એક-બીજા સાથે મેળ ખાય છે. જોકે, ખૂબ જ ઓછા લોકો આ બધા નિયમોનું પાલન કરતા હોય છે.

  • Share this:
    ધર્મભક્તિ ડેસ્કઃ મુસ્લિમોમાં કુરનાની જેમ ખ્રિસ્તી ધર્મના લોકોની આસ્થા બાઈબલમાં હોય છે. બાઈબલ (The Bible) અને કુરાનમાં (Quran) ગણા બધા નૈતિક મૂલ્યો એક-બીજા સાથે મેળ ખાય છે. જોકે, ખૂબ જ ઓછા લોકો આ બધા નિયમોનું પાલન કરતા હોય છે. ક્રિસમસના અવસે ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે.

    ટૂંકા કપડા અને મોંઘી વસ્તુઓ: બાઈબલના 2:9 અધ્યાયમાં સેન્ટ ટિમોથી કહે છે કે મહિલાઓનો પોતાનો પહેરવેશ યોગ્ય હોવો જોઈએ. એટલું જ નહીં ચમકદાર ઇયર રિંગ્સ, સોનાની ચેન કે મોંઘી ઘડિયાળો જેવી રિએસેમ્બલ ફેશન આઈટમો વર્જીત છે.



    માછલી અથવા સી ફૂડઃ લેવીકટ 10:11ના અધ્યાય પ્રમાણે નદી અથવા સમુદ્રમાં રહેનારા જીવો પાસે પાંખ હોતી નથી. આ જીવોને ખાવાથી બચો.

    તલાક બાદ લગ્નઃ 10:11-12 અધ્યાય કહે છે કે તલાક બાદ બીજા લગ્ન ન કરવા જોઈએ. એટલે કે તમારા છૂટાછેડા થયા છે તો બેચલર જ રહેવામાં ભલાઈ છે.

    પાર્ટનર સાથે સંબંધ તોડવો: 1 ક્રોથિએન્સના 7:10-11 અધ્યાય પ્રમાણે ફરીથી લગ્નની વાત વિચારવી તો દૂર પરંતુ લોકોએ છૂટાછેડ જ ન લેવા જોઈએ. આ અધ્યાયમાં એ પણ કહ્યું છે કે એક મહિલાને પોતાના પતિથી ક્યારે અલગ ન રહેવું જોઈએ.

    આ પણ વાંચોઃ-

    ફાટેલા કપડાઃ લેવીકટના 10:6 અધ્યાય પ્રમાણે તમારું માથું ક્યારે ખુલ્લુ ન હોવું જોઈએ અને તમારા કપડા ફાટેલા ન હોવા જોઈએ.

    ચર્ચમાં છોકરીઓને બોલવા ઉપર પાબંદીઃ 1 ક્રોથિએસના 14:34 અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને ચર્ચમાં બોલવાની આઝાદી નથી. જ્યાં સુધી તેમને બોલવા માટે ન કહેવામાં આવે ત્યાં સુધી તેમને ચુપ રહેવું જોઈએ. તેમને નિયમોનું પાલન કરવું જોઈએ.

    લગ્ન પહેલા સેક્સઃ હેબ્રિયૂઝના 13:4 અધ્યાય કહે છે કે પાર્ટનરની સાથે લગ્ન પહેલા સેક્સ કરવું પાપ છે. લગ્ન પહેલા સેસ્કને અનૈતિક ગણાવતી અનેક વાતોનો ઉલ્લેખ બાઈબલમાં કરવામાં આવ્યો છે.

    શેવ અથવા દાઢી ટ્રીમ કરવીઃ લેવીકટના 19:27 અધ્યાય કહે છે કે પુરુષોની દાઢી અથવા કોઈ માઉન્ટેન મેનની જેમ લાંબી અને ભરાવદાર દાઢી રાખવી જોઈએ.

    દારુ પીવા ઉપર ક્યાં છે મનાઈઃ લેવીકટના 10:09 અધ્યાય કહે છે કે જ્યારે તમે કોઈ કાર્યક્રમ અથવા સમારોહમાં જાઓ છોતો તમારે દારુ અથવા કોઈ પણ પ્રકારના સ્ટ્રોન્ગ પીણું ન પીવું જોઈએ.

    પીઠ પાછળ બુરાઈઃ લેવીકટના 19:16ના અધ્યાય પ્રમાણે તમારે ક્યારે કોઈની પીઠ પાછળ બુરાઈ કરવી ન જોઈએ. પછી ભલે તમે કેટલા ગુસ્સામાં કેમ ન હોય. કે પછી નશામાં પણ કેમ ન હોવ.
    Published by:ankit patel
    First published:December 24, 2020, 19:17 pm

    ટૉપ ન્યૂઝ