મુંબઈમાં ચિ.વિશાલ બાવા સાહેબના નવજાત પુત્રનો નામકરણ સમારંભ યોજાયો

ચિ. શ્રી લાલ ગોવિંદજી IVશ્રી વલ્લભાચાર્યજીના 19માં અગ્નિ કુલ વંશ છે.

News18 Gujarati
Updated: May 13, 2019, 6:38 PM IST
મુંબઈમાં ચિ.વિશાલ બાવા સાહેબના નવજાત પુત્રનો નામકરણ સમારંભ યોજાયો
ચિ. શ્રી લાલ ગોવિંદજી IVશ્રી વલ્લભાચાર્યજીના 19માં અગ્નિ કુલ વંશ છે.
News18 Gujarati
Updated: May 13, 2019, 6:38 PM IST
ગોસ્વામી ચિ. શ્રી ભૂપેશકુમારજી (શ્રી વિશાલ બાવા સાહેબ) અને એ.એસ. ઐશ્વર્ય-લક્ષ્મી (દીક્ષિતા વહૂજી) ના પુત્રનો નામકરણ સમારંભ આજે બપોરે, તિલકાયત આવાસ, મુંબઈ મુકામે રાખવામાં આવેલ હતો. આજ રોજ વલ્લભકુળના નવા વારસદારને નામ આપવામાં આવ્યું હતું. શ્રી લાલ ગોવિંદજી IV તેમનું વ્યવહારીક નામ (અધિકૃત દસ્તાવેજ પર) - અધિરાજ ગોસ્વામી.

વૈષ્ણવ સમાજ તેમને હવે પ્રેમથી સંબોધશે લાલ બાવા

બાળકને વલ્લભકુળના પરિવાર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતાં, એચ. એચ. શ્રીમાન તિલકાયત મહારાજ અને એ. એસ. રાજેશ્વરી બહુજી (જે), એ. એસ. પદ્મિની બેટિજી તેમના પતિ, એ.એસ. પ્રિયમવદા બેટિજી અને તેમના પતિ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સમસ્ત વલ્લભકુળનો વિસ્તૃત પરિવાર પણ આ પ્રસંગમાં ભાગ લેવા માટે મુંબઈ આવ્યો અને નવજાતને આશીર્વાદ આપ્યા હતાં.આજના આ દિવસે ગો.ચિ.શ્રી વિશાલ બાવા સાહેબ અને એ.એસ. દીક્ષિતા વહૂજીની ૧૦મી લગ્ન દિનની વર્ષગાંઠ હતી. તેમજ તેમના પ્રથમ સંતાન ચિ. હરિ વલ્લભી (આરાધિકા) રાજાનાં ત્રીજા જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો - તેમના પુત્રના નામાકરણ સમારંભ બાદ તેમના પુત્રીની આરતી ઉતારી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રીતે તિલકાયત આવાસમાં ત્રણ ગણી વધાઈ મનાવવામાં આવી હતી.


Loading...

તમેન જણાવી દઈએ કે, ચિ. શ્રી લાલ ગોવિંદજી IVનો જન્મ વિક્રમ સંવત 2075 ચૈત્ર કૃષ્ણ સપ્તમી એટલે કે 27 માર્ચ 2019ના રોજ થયો હતો. અને તેમનું છઠ્ઠી પૂજન મુંબઈમાં 1 એપ્રિલ 2019ના રોજ રાખવામાં આવ્યું હતું. ચિ. શ્રી લાલ ગોવિંદજી IVશ્રી વલ્લભાચાર્યજીના 19માં અગ્નિ કુલ વંશ છે.
First published: May 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...