છોટાઉદેપુરઃ વડોદરા અને પંચમહાલ એમ ત્રણ જિલ્લાના ત્રિકોણિયા સંગમ સ્થાન એવા હિડમ્બા વન મા અવેલા જાંબુઘોડા અભ્યારણમા ના જંગલમા સવ્યંભુ પર્વતની એક જ શિલામાથી પ્રસ્થાપિત 18 ફુટની હનુમાનજીની પ્રતિમા ધરાવતા ઝંડ હનુમાન મંદીર છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અંતરીયાળ અને જંગલ વિસ્તારમાં આવેલ ઝંડ ગામે એક પર્વત ઉપર સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાનની 18 ફૂટ ઊચી એક જ પત્થરની મુર્તી છે.એવું કહેવાય છે કે હનુમાન દાદાની આ એક જ મુર્તી એવી છે કે જેમા હનુમાન દાદા ના પગ નીચે શનીદેવની આખી મુર્તી હોય જેથી આ મહાત્મય મહાબલીના દર્શનાર્થે ગુજરાતભરમાથી શ્રધાળુઓ અહી આવી પોતાની મનોકામના પૂરી કરે છે.
અનોખુ મહાત્મય ધરાવતા ઝંદ હનુમાન મંદીરે દર શનિવારે જાણે કીડીયારુ ઉભરાય છે. આ મંદીર ની ખાસ વિશેષતા એ છે કે અહિ આવતા દર્શ્નાર્થીઓ અને ભક્તો પૈકી મોટાભાગના આદીવાસીઓ છે અને તેમની આ હનુમાન જી પ્રત્યેની શ્રદ્ધા પણ અતુટ છે. પોતાના ખેતરમા થયેલ પાકનો પ્રથમ તેઓ હનુમાનજીને ચઢાવો કરે છે. અને ત્યારબાદ પાક ને ઉતારે છે.
બોડેલી થી પાવાગઢ રોડ ઉપર થી આશરે 12 કીમી ના અંતરે આ મંદીર આવેલુ છે. આ મંદીરના મહંત ની વાત માનીએ તો આ વિસ્તાર હિડંબા વન તરીકે ઓળખાય છે. અહી પાંડવ યુગમા એટલે કે ઈ સ 1600 ની સદીમાં આ વિસ્તા માં હિડંબા નામની રાક્ષસનો દબદબો હતો અને તેજ સમયે અહી પાંડવો તેમના અજ્ઞાત વાસ દરમિયાન આવેલા અને અહી લાબા સમય સુધી પાંડવો રોકાયા હતા. પાડવોએ અહિ પસાર કરેલ અજ્ઞાત વાસ દર્મિયાનના કેટલાક પ્રાચિન અવશેષો આજે પણ અહીં મોજુદ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર