Home /News /dharm-bhakti /

કુમકુમ મંદિર દ્રારા ભગવાન સ્વામિનારાયણ ચેષ્ટાનું લોકાર્પણ કરવામાં આવ્યું

કુમકુમ મંદિર દ્રારા ભગવાન સ્વામિનારાયણ ચેષ્ટાનું લોકાર્પણ કરવામાં આવ્યું

કુમકુમ મંદિર - મણીનગર

સૌ સત્સંગીઓ પોતાના ઘરે રહીને જ ભગવદ્‌ સ્મરણ કરી શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર દ્રારા સ્વામિનારાયણ ભગવાનની સ્વભાવિક ચેષ્ટા ને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવી

    હાલ લોકડાઉનનો સમય ચાલી રહયો હોવાથી મંદિરમાં સત્સંગી હરિભકતો કોઈ મંદિરે દર્શન માટે આવી શકતા નથી. ઘરમાં રહીને સૌ હતાશા અને તનાવ અનુભવી રહયા હોવાથી સૌ સત્સંગીઓ પોતાના ઘરે રહીને જ ભગવદ્‌ સ્મરણ કરી શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વભાવિક ચેષ્ટા ને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવી અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું.

    જે હાલ, શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર થી વિના મૂલ્યે અપલોડ કરી શકે છે. આજે મોટી સંખ્યામાં તે ચેષ્ટાનો સૌ દેશ અને વિદેશના ભકતો લાભ લઈ રહયા છે.

    કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ચેષ્ટા ના પ્રોગ્રામ અંગે જણાવ્યું હતું કે, ચેષ્ટા તૈયાર કરવામાં આવી છે તેની એ વિશિષ્ટતા છે કે, સત્સંગીજનો આ ચેષ્ટા એક જ સ્ક્રીન ઉપર વાંચી શકાશે, શ્રવણ કરી શકાશે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન પણ કરી શકે છે.

    શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં કહયું છે કે, અમો એ જે જે ઉત્સવ સમૈયા અને લીલા કરી હોય તેને સંભારી રાખવી, જે આ લીલા સંભારશે તેને અંતકાળે હું તેડવા માટે આવીશ અને સનાતન શાશ્વવત એવું જે મારું અક્ષરધામ તેની પ્રાપ્તિ કરાવીશ.

    આ ચેષ્ટાના પદની રચના આજથી આશરે ર૦૦ વર્ષ પહેલા શ્રી પ્રેમાનંદસ્વામીએ કરી હતી ત્યારથી આ પદો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સત્સંગીઓ ગાય છે. આગામી દિવસોમાં વિદેશમાં વસતા યુવાનો આ ચેષ્ટાનો લાભ લઈ શકે તે માટે આ ચેષ્ટા અંગ્રેજી ભાષામાં પણ તૈયાર કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kumkum swaminarayan temple, Kumkum swaminarayan temple maninagar, Kumkum Temple in maninagar, Lord Swaminarayan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन