23 જુલાઇથી ચતુર્માસનો આરંભ: 4 મહિના નહીં થઇ શકે શુભ કામ, આ વાતનો રાખો ધ્યાન

News18 Gujarati
Updated: July 22, 2018, 11:44 AM IST
23 જુલાઇથી ચતુર્માસનો આરંભ: 4 મહિના નહીં થઇ શકે શુભ કામ, આ વાતનો રાખો ધ્યાન
23 જુલાઇથી ચતુર્માસ શરૂ થવા જઇ રહ્યોછે અને તે 19 નવેમ્બર સુધી દેવ ઉઠી એકાદશી સુધી રહેશે. ચતુર્માસમાં તમામ માંગલિક કાર્ય અટકી જાય છે. આ દરમિયાન વિવાહ સંસ્કાર, જાતકર્મ અને ગૃહપ્રવેશ જેવાં શુભ કાર્ય ટાળવામાં આવે છે

23 જુલાઇથી ચતુર્માસ શરૂ થવા જઇ રહ્યોછે અને તે 19 નવેમ્બર સુધી દેવ ઉઠી એકાદશી સુધી રહેશે. ચતુર્માસમાં તમામ માંગલિક કાર્ય અટકી જાય છે. આ દરમિયાન વિવાહ સંસ્કાર, જાતકર્મ અને ગૃહપ્રવેશ જેવાં શુભ કાર્ય ટાળવામાં આવે છે

  • Share this:
ધર્મ ડેસ્ક: જો તમે કુવારા છો અને લગ્ન માટે હજુ સુધી કોઇ સુયોગ્ય વર કે કન્યા નથી શોધી શક્યા તો આફે આ કામ માટે હવે ઓછામાં ઓછુ 4 મહિના રાહ જોવી પડશે. 23 જુલાઇથી ચતુર્માસ શરૂ થવા જઇ રહ્યોછે અને તે 19 નવેમ્બર સુધી દેવ ઉઠી એકાદશી સુધી રહેશે. ચતુર્માસમાં તમામ માંગલિક કાર્ય અટકી જાય છે. આ દરમિયાન વિવાહ સંસ્કાર, જાતકર્મ અને ગૃહપ્રવેશ જેવાં શુભ કાર્ય ટાળવાંમાં આવે છે. કેમ ચતુર્માસમાં તમામ શુભ કામ કરવાની મનાઇ છે ચાલો કરીએ તેનાં પર એક નજર

શું છે ચતુર્માસ
ચતુર્માસ એટલે અષાઢ શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી શરૂથઇને ચાર મહિના સુધીનો સમય. હિન્દુ માન્યતા અનુસાર, આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહે છે. શાસ્ત્રો કહે છે કે આ સમયે ભગવાન ક્ષીર સાગર અનંત શૈય્યા પર શયન કરે છે. તેથી આ ચાર મહિનામાં શુભ કાર્ય સંપન્ન નથી થઇ શકતા. તે બાદ કાર્તિક માસમાં શુક્લ પક્ષની એકાદશી પર પ્રભુ નિદ્રામાંથી જાગે છે અને એકાદશીને દેવઉઠી એકાદશી અને પ્રબોધિની એકાદશી કહેવાય છે.

આ નિયમોનું કરો પાલન
ચતુર્માસમાં જમીન પર સુવુ અને સૂર્યોદય પહેલાં ઉઠી જવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં મોટાભાગનો સમય મૌન રહેવું જોઇએ. બની શકે તો દિવસમાં એક જ વખત ભોજન કરવું જોઇએ.

આ ચાર મહિનામાં શું ન કરવુંઆ સમય દરમિયાન માંસાહાર અને દારુનાં સેવનથી વર્જિત રહેવું. સહવાસ ન કરવો અને જુઠ્ઠુ ન બોલવું. પલંગ પર ન સુવુ જોઇએ. મધ કે અન્ય કોઇ પ્રકારનાં રસનો પ્રયોગ ન કરવો. રિંગણ, મૂળા અને પરવર ન ખાવા જોઇએ.

ચતુર્માસ પાછળનું વૈજ્ઞાનિક કરણ
ધાર્મિક જ નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ચતુર્માસમાં પરહેજ કરવો અને સંયમ રાખવાનું એક મહત્વ છે. આ સમયે વરસાદ હોવાને કારણે હવામાં ભેજ વધી જાય છે જેને કારણે બેક્ટેરિયા, કીડાં, મકોડા, જીવ-જંતુ જેવાની સંખ્યા વધી જાય છે. તેનાંથી બચવા માટે ખાવાં પીવામાં ખાસ પરહેજ રાખવામાં આવે છે.

જૈન ધર્મની માન્યતા
જૈન અને બૌદ્ધ ધર્મમાં ચતુર્માસનું ખાસ મહત્વ છે. સાધુ સંત આ દરમિયાન એક જ સ્થાન પર રહીને સાધના અને પૂજા કરે છે. જૈન ધર્મને અહિંસાનાં માર્ગ પર ચાલવાનો ધર્મ માનવામાં આવે છે. તે સિદ્ધાંતને અનુસાર, વરસાદની ઋતુમાં અનેક પ્રકારનાં કીડાં, સૂક્ષ્મ જીવ સ્ક્રિય થઇ જાય ચે. એવામાં મનુષ્યએ વધુ ચાલવું ફરવું ન જોઇએ. તેનાંથી જીવ હત્યાનું પાપ લાગી શકે છે.
First published: July 22, 2018
વધુ વાંચો
अगली ख़बर