વ્રત-નિયમોથી 'શ્રીજી'ને રાજી કરવાનું પર્વ એટલે - ચાતુર્માસ

દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે.

News18 Gujarati
Updated: July 11, 2019, 6:10 PM IST
વ્રત-નિયમોથી 'શ્રીજી'ને રાજી કરવાનું પર્વ એટલે - ચાતુર્માસ
દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે.
News18 Gujarati
Updated: July 11, 2019, 6:10 PM IST
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

શુક્રવાર તા. ૧ર જુલાઈને રોજ અષાઢ સુદ એકાદશીએ ચાતુર્માસનો પ્રારંભ થતાં શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે ત્યારબાદ સૌ સંતો અને હરિભકતોએ ચાતુર્માસ અંગેના નિયમો ધારણ કરશે. દેશ વિદેશના ભકતો નિયમો ધારણ કરીને તેમના ફોર્મ વોટસેપના માધ્યમથી મોકલી આપશે.

દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે.

ચાતુર્માસનું માહત્મ્ય

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અષાઢ સુદ એકાદશીએ વિષ્ણુ પોઢે છે. તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. અને કારતક સુદ એકાદશી એ જાગે છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. આ ચાર માસ દરમ્યાન ભકતો નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં, એકટાંણા આદિ વ્રતો પણ કરે છે.

અષાઢ સુદ એકાદશીથી ભકતો ધ્યાન અને ધારણામાં, સ્તુતિ અને પ્રાર્થનામાં, જપ અને તપમાં, વંદન અને પૂજનમાં, શ્રદ્ધા સહિત અનેક વિધ-વિધ કાર્યો દ્રારા ભકિતમાં વિશેષ જોડાય છે. ભગવાનને શોધવા, જાગ્રત કરવા, તેનો સાક્ષાત્સંબંધ પામવા આ ચાર મહિના સુધી ભકતો તેમનું ભજન-કીર્તન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ શિક્ષાપત્રી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર ચાતુર્માસમાં સંતો - ભકતો અનેક નિયમો લઈને તેની ઉજવણી કરે છે.
Loading...

‘શરીરમ્‌ આદ્ય ખલુ ધર્મસાધનમ્‌...’ આ સૂત્ર સાથે આયુર્વેદે શરીરને અધ્યાત્મિક સાધનાનું મહત્વનું સાધન ગણ્યું છે. એટલે ઋતુ-ઋતુની સાધનાની સાથે સાથે ઋતુ-ઋતુમાં શરીરના સ્વાસ્થ્યની પણ સંભાળ લેવાનો આયુર્વેદ વિશેષ આગ્રહ રાખે છે.

તા. ૧ર જુલાઈથી તા. ૮ નવેમ્બર સુધી મોક્ષપ્રાપ્તિ અપવાનાર ચાતુર્માસનું મહાપર્વ આવી રહયું છે ત્યારે આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભકિત - આરાધના કરીને તેમને પ્રસન્ન કરવા માટે તૈયાર થઈ જઈએ.

અષાઢ સુદ એકાદશી એ ભગવાન પોઢે છે. તેથી તે એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેની પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. અને કારતક સુદ એકાદશી એ જાગે છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે.

ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં શ્લોક ૭૬ થી ૭૮ માં કહે છે કે,‘‘ ચાતુર્માસમાં સૌ ભકતોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જાઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે, ‘ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો. તેથી સહુ સંતો-ભકતો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્તાર્થે અંગીકાર અવશ્ય કરવા જાઈએ.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...