Home /News /dharm-bhakti /Chaturmas 2022: 10 જુલાઇથી થશે ચાર્તુમાસની શરૂઆત, આ 4 રાશિઓ પર રહેશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
Chaturmas 2022: 10 જુલાઇથી થશે ચાર્તુમાસની શરૂઆત, આ 4 રાશિઓ પર રહેશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
ચાર્તુમાસની (Chaturmas-2022) શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસથી (Ekadashi)થાય છે
Chaturmas 2022: ધાર્મિક માન્યતા છે કે જગતપતિ ભગવાન વિષ્ણુ આ 4 મહિનામાં ક્ષીરસાગરમાં શયન કરે છે અને નિંદ્રામાં રહે છે. આ 4 મહિનામાં કોઇપણ માંગલિક કાર્ય જેવા કે મુંડન સંસ્કાર, વિવાહ વગેરે થતા નથી
સર્વેશ શ્રીવાસ્તવ, અયોધ્યા : ચાર્તુમાસની (Chaturmas-2022) શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસથી (Ekadashi)થાય છે. જ્યોતિષાચાર્યના મતે 10 જુલાઇથી ચાર્તુમાસની (Chaturmas)શરૂઆત થઇ રહી છે. જે કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસ સુધી રહેશે. ધાર્મિક માન્યતા છે કે જગતપતિ ભગવાન વિષ્ણુ (lord Vishnu)આ 4 મહિનામાં ક્ષીરસાગરમાં શયન કરે છે અને નિંદ્રામાં રહે છે. આ 4 મહિનામાં કોઇપણ માંગલિક કાર્ય જેવા કે મુંડન સંસ્કાર, વિવાહ વગેરે થતા નથી.
આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ નિંદ્રામાં રહે છે અને આખી સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવને સમર્પિત રહે છે. ચાર્તુમાસના આ ચાર મહિના અંત્યત પવિત્ર માનવામાાં આવે છે. ધ્યાન, સાધના, યોગ, જપ અને તપ માટે આ 4 મહિનામાં માંગલિક કાર્ય થતા નથી. ચાર્તુમાસમાં 4 રાશિઓ પર ભગવાન વિષ્ણનું વિશેષ કૃપા રહેશે. ચાર્તુમાસમાં શ્રાવણનો મહિનો પણ આવે છે. આ 4 મહિનામાં મનુષ્ય જ્યારે સત્કર્મ કરે તો તેનું ફળ મળે છે. મોટા-મોટા સંત મુનિ અને ઋષિઓ આ ચાર્તુમાસમાં કઠિન તપસ્યા કરે છે.
વૃશ્ચિક રાશિ (Scorpio), મેષ રાશિ (Aries), ધનુ રાશિ (Sagittarius), મીન રાશિ (Pisces) પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. જેમાં મેષ અને વૃશ્ચિક રાશિ વાળા પર ભાગ્ય ચમકવાના વધારે ચાન્સ છે. મીન અને ધનુ રાશિ વાળા લોકો ઉપર વેપારમાં વૃદ્ધિ ભાગ્યોદયનું વિશેષ મહત્વ રહેશે.
જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને કારતક મહિનામાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે અને નિંદ્રામાં રહે છે. આ 4 મહિનામાં સૃષ્ટીની દેખરેખ ભગવાન શંકર કરે છે. જ્યારે ભગવાન વિષ્ણુ ચાર મહિના નિંદ્રામાં રહે છે તો તેને ચતુર માશા કહેવામાં આવે છે. ચતુર માશાનો અર્થ ચાર મહિના થાય છે.
ચાર્તુમાસમાં કેમ નથી થતા કોઇ માંગલિક કાર્યક્રમ
જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે જ્યારે ભગવાન વિષ્ણુ નિંદ્રામાં લીન રહે છે તો શુક્ર અસ્ત હોય છે. બધા ગ્રહ ગોચરની દ્રષ્ટી બદલાતી રહે છે. જેથી આ 4 મહિનામાં પવિત્ર કાર્ય થતા નથી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર