Home /News /dharm-bhakti /

Chaturmas 2022: ચાતુર્માસમાં આટલું કરવાથી ભગવાન વિષ્ણુ સાથે શિવજીની પણ કૃપા મળશે, થશે ધનલાભ

Chaturmas 2022: ચાતુર્માસમાં આટલું કરવાથી ભગવાન વિષ્ણુ સાથે શિવજીની પણ કૃપા મળશે, થશે ધનલાભ

ચાતુર્માસ 2022

કેટલાક લોકો આ સમય દરમિયાન રોજ સાધનામાં લીન થઈને દેવતાઓની ઉપાસના કરે છે. ચાતુર્માસના દરમિયાન માત્ર વિષ્ણુની જ નહીં, પરંતુ દેવોના દેવ ભગવાન શિવની તેમજ બીજા દેવતાઓની ઉપાસના પણ કરી શકો છો

    Chaturmas 2022: હિંદુ ધર્મમાં દરેક મહિનાનું આગવું મહત્વ હોય છે, અમુક મહિનાઓદેવીદેવતાઓ સાથે સીધો સંબંધ ધરાવે છે. એમાંથી જ એક છે ચાતુર્માસ. ચાતુર્માસનો સબંધ વિષ્ણુ ભગવાન સાથે હોવાનું મનાય છે. કેહવાય છે કે, અષાઢ મહિનામાં ચાતુર્માસની શરૂઆત થાય છે અને તે ચાર મહિના ચાલે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ નિંદ્રાની મુદ્રામાં ચાલ્યા જાય છે અને તે સીધા દેવઉઠની એકાદશી પર જ જાગે છે. ભગવાન વિષ્ણુ સાથે સબંધ હોવાના લીધે આ સમયગાળામાં લોકો અલગ અલગ પૂજા પાઠમાં લાગી જાય છે. કોઈ વ્રત રાખે છે તો કોઈ સાત્વિક ભોજન જ લે છે. આ ધાર્મિક સમયગાળામાં ધ્યાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

    કેટલાક લોકો આ સમય દરમિયાન રોજ સાધનામાં લીન થઈને દેવતાઓની ઉપાસના કરે છે. ચાતુર્માસના દરમિયાન માત્ર વિષ્ણુની જ નહીં, પરંતુ દેવોના દેવ ભગવાન શિવની તેમજ બીજા દેવતાઓની ઉપાસના પણ કરી શકો છો. શિવજીને પ્રસન્ન કરીને દરેક મનોકામના પૂર્ણ કરી શકાય છે. અહી દેવતાઓને પ્રસન્ન કરવાની પદ્ધતિ અંગે જાણકારી અપાઈ છે.

    ચાતુર્માસમાં કરો આ ઉપાય

    આ ચાર મહિના તમારે નિયમિત રૂપે મંદિરે જવું જોઈએ અને વચ્ચે વચ્ચે દાન પણ કરવું જોઈએ. તમે ઈચ્છો તો અન્ન અને વસ્ત્રનું દાન કરી શકો છો. આ સિવાય છાયા દાન પણ લાભકારી સાબિત થઈ શકે છે. મંદિરમાં સેવા આપવાથી પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે.

    ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. રોજ સવારે ઊઠીને સ્નાન કરી મંદિરે જઈને ભગવાન શિવની ઉપાસના કરો. આ દરમિયાન શિવજીને ગંગાજળ વાળું પાણી જરૂર અર્પણ કરો.

    આમ તો ભક્તિ અને ભજન માટે કોઈ ખાસ સમયની રાહ જોવાની જરૂર નથી હોતી, પરંતુ ચાતુર્માસ દરમિયાન ભગવાનની ભક્તિમાં શુભ કાર્યો અવશ્ય કરવા જોઈએ. તેનાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા મેળવીને સુખી જીવન વ્યતીત થઈ શકે છે.

    આ પણ વાંચોshanidev: શનિવારે જો દેખાય જાય આ 3 વસ્તુ, તો સમજી લો તમારા ભાગ્ય ઊઘડી ગયા

    ચાતુર્માસ દરમિયાન રોજ તુલસીના પવિત્ર છોડની પૂજા કરો અને જળ અર્પણ કરો. આ રીતે તમે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીજીને પણ પ્રસન્ન કરી શકશો. માતા લક્ષ્મીની કૃપા થવાથી તમને ધનની કમી રહેશે નહીં અને ધન લાભની તક વધશે.
    First published:

    Tags: Dharm Bhakti, Dharm News, ધર્મ, ધર્મભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन