Chaturmas 2022: ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ (Lord Vishnu) યોગ નિંદ્રામાં રહે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ (Lord Shiva)ના હાથમાં રહે છે. આ ચાર મહીના શ્રાવણ, ભાદગવો, આસો અને કારતક હોય છે. આ મહીનામાં ચાર દેવી-દેવતાઓની વિશેષ કૃપા વરસે છે. આ વખતે ચતુર્માસ 10 જુલાઇથી શરૂ થઇને 4 નવેમ્બર સુધી રહેશે.
માંગલિક અને શુભ કાર્યો દેવસયાની એકાદશી (Devsayani Ekadashi)થી બંધ હોય છે. આ પ્રતિબંધ ચાર મહિના (Chaturmass) સુધી ચાલે છે. તેને ચતુર્માસ કહેવામાં આવે છે. ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ (Lord Vishnu) યોગ નિંદ્રામાં રહે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ (Lord Shiva)ના હાથમાં રહે છે. આ ચાર મહીના શ્રાવણ, ભાદગવો, આસો અને કારતક હોય છે. આ મહીનામાં ચાર દેવી-દેવતાઓની વિશેષ કૃપા વરસે છે. આ વખતે ચતુર્માસ 10 જુલાઇથી શરૂ થઇને 4 નવેમ્બર સુધી રહેશે. તો ચાલો જાણીએ ચતુર્માસમાં આવનારા આ મહીનાઓનું ધાર્મિક મહત્વ શું છે.
શ્રાવણ માસ- ચતુર્માસનો પહેલો મહીનો શ્રાવણ માસ છે અને આ મહિનામાં દેવાધિદેવ મહાદેવની કૃપા ભક્તો પર રહે છે. શ્રાવણ મહીનામાં શિવ આરાધના અને તેમની ઉપાસના કરવાથી દરેક ઇચ્છા પૂરી થાય છે. ભગવાન શિવનો મહીનો હોવાથી આ માસમાં વૈવાહિક સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ જ મહીનામાં તમામ ગ્રહ બાધા અને દોષ પણ દૂર કરી શકાય છે. શ્રાવણનો મહીનો 14 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી રહેશે.
ભાદરવો- ભાદરવા મહિનામાં શ્રીકૃષ્ણની ખાસ કૃપા ભક્તો પર રહે છે. કહેવાય છે કે આ જ મહીનામાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા હતા. સંતાન પ્રાપ્તિ માટે આ મહીનો સર્વોત્તમ છે. આ ઉપરાંત સંતાનની પ્રગતિ, જીવનમાં પ્રેમ, આકર્ષણ અને સુખ શાંતિ માટે આ મહીનો ખૂબ જ શુભ છે. આ મહીનામાં ભગવાન કૃષ્ણની ઉપાસના કરવી જોઇએ. આ મહીનામાં શ્રીમદ ભાગવદનો પાઠ કરવો અત્યંત શુભ પરીણામ આપે છે. ભાદરવો માસ 13 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી ચાલશે.
આસો- આસો મહીનો શક્તિ પ્રાપ્તિનો મહીનો છે. આ મહીનામાં દેવીની આરાધના કરવામાં આવે છે. આસો માસમાં પિતૃની પણ પૂજા કરવામાં આવે છે. આસો માસમાં દેવી દુર્ગાની નવરાત્રિ આવે છે. જેમાં ભક્તો નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની ભાવપૂર્વક પૂજા કરીને કૃપા મેળવે છે. જીવનમાં દરેક જગ્યાએ સફળતા અને વિજયનું વરદાન આ મહિનામાં મળી શકે છે. આ મહિનામાં દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરવો જોઇએ. આ વર્ષે આસો માસ 11 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી રહેશે.
કારતક માસ- કારતક માસ હિંદૂ ધર્મમાં સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. આ મહિનો ચતુર્માસનો અંતિમ મહિનો છે. આ મહિનાથી દેવ તત્વ મજબૂત બને છે. આ દરમિયાન ધન અને ધર્મ બંને સંબંધિત પ્રાર્થના થાય છે. કારતક માસમાં તુલસીનું રોપણ અને વિવાહ સર્વોત્તમ હોય છે. આ મહીનામાં દિપદાન અને દાન કરવાથી અક્ષય શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે કારતક માસ 10 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી રહેશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર