દિવાળીના દિવસે બની રહ્યો છે આ વિશેષ યોગ, આ 5 રાશિના જાતકોની આર્થિક તકલીફ થશે દૂર

દિવાળીનો દિવસ પાંચ રાશિના જાતકો માટે શ્રેષ્ટ

દિવાળીનો (Diwali 2021) તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી (Laxmi) અને ભગવાન ગણેશ (Ganesh)ની પૂજા કરવામાં આવે છે.

 • Share this:
  Diwali 2021: દિવાળીનો (Diwali 2021) તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી (Laxmi) અને ભગવાન ગણેશ (Ganesh)ની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે કોઈ તેમની પૂજા અને ભક્તિપૂર્વક ધ્યાન કરે છે, માતાજી તેમના પર ચોક્કસપણે તેમની કૃપા વરસાવે છે. તે પરિવારમાં પૈસા અને ભોજનની કોઈ કમી નથી.

  આ વખતે દિવાળી વધુ ખાસ બનવાની છે. આ વખતે દિવાળીના દિવસે ચાર ગ્રહોના સંયોગથી ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. દીપાવલીના દિવસે સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર તુલા રાશિમાં સાથે રહેશે. આ કારણે આ દિવાળી તમામ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે.

  મિથુન રાશિ

  મિથુન રાશિના પાંચમા ઘરમાં ચતુર્ગ્રહી યોગ રહેશે. મિથુન રાશિના લોકો માટે આ સ્થિતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન બૌદ્ધિક વિકાસ થશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ મેળવવાની શક્યતાઓ છે. આ ચતુર્ગ્રહી યોગ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે વધુ ફાયદાકારક સાબિત થશે.

  કર્ક રાશિ

  કર્ક રાશિના ચોથા ભાવમાં ચતુર્ગ્રહી યોગ બનશે. આનાથી ધનલાભ થવાના સંકેત છે. મા લક્ષ્મી તમારા પર અપાર આશીર્વાદ વરસાવશે અને વાહન સુખ મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે ક્યાંક રોકાણ કર્યું છે, તો હવે તમને તેનો લાભ મળી શકે છે.

  આ પણ વાંચો: આ 3 રાશિઓના લોકોના હોય છે ક્રિએટિવ વિચાર, સાથે રહેનારને પણ થશે મોટો ફાયદો

  કન્યા રાશિનો

  તમારા બીજા ઘરમાં આ યોગ બની રહ્યો છે, આવી સ્થિતિમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કરિયરને લઈને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારો અવાજ વધુ અસરકારક રહેશે.

  ધન રાશિ

  ધનુ રાશિના અગિયારમા ભાવમાં આ યોગ બનશે. આવી સ્થિતિમાં રોકાણમાં ઘણો ફાયદો થવાની આશા છે. જો તમે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો તો સારો નફો મળવાના સંકેત છે. આ દિવાળી પર યુવાનોને તેમના વડીલો તરફથી ઘણી બધી સરપ્રાઈઝ અને ભેટ મળી શકે છે.

  આ પણ વાંચો: Aaj nu Rashifal: આ રાશિના બેરોજગાર લોકોને મળશે રોજગારી, આજે થશે મોટો ફાયદો

  મકર રાશિ

  મકર રાશિના દસમા ભાવમાં ચાર ગ્રહોનો સંયોગ થશે. નોકરી કરતા લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. કરિયરમાં આવતા અવરોધો દૂર થશે. જો તમે કોઈપણ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ સમય તેના માટે યોગ્ય છે.

  (નોધ- આ જાણકારી ધાર્મિક આસ્થા અને માન્યતાઓ પર આધારિત છે આ માહિતીનું કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, આ માહિતી સામાન્ય રુચિને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવી છે.)
  Published by:kuldipsinh barot
  First published: