Home /News /dharm-bhakti /Chaturgrahi Yog: મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ, ચાર ગ્રહો મળીને ચમકાવશે આ લોકોનું ભાગ્ય

Chaturgrahi Yog: મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ, ચાર ગ્રહો મળીને ચમકાવશે આ લોકોનું ભાગ્ય

મીન રાશિમાં બન્યો ચતુર્ગ્રહી યોગ

Chaturgrahi Yoga in Pisces : જયારે એક સાથે ચાર ગ્રહ એક રાશિમાં હોય તો એના પ્રભાવમાં વૃદ્ધિ થશે. ગ્રહોની આ અદ્દબુધ યુતિને તમામ રાશિઓના જાતકો અને દેશ દુનિયા પર ભારે પડશે. જણાવી દઈએ કે 22 માર્ચે મીન રાશિમાં સૂર્ય, ચંદ્ર અને બુધની યુતિ થઇ. એવામાં કેટલીક રાશિઓ માટે શુભ અને સારા ફળની સંભાવના બની રહી છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: વૈદિક જ્યોતિષ અનુસાર સહધર્મી ગ્રહોની યુતિથી ગ્રહોનું બળ વધી જાય છે અને એમના શુભ ફળની વૃદ્ધિ થાય છે. જયારે એક સાથે ચાર ગ્રહ એક રાશિમાં હોય તો એના પ્રભાવમાં વૃદ્ધિ થશે. ગ્રહોની આ અદ્દબુધ યુતિને તમામ રાશિઓના જાતકો અને દેશ દુનિયા પર ભારે પડશે. જણાવી દઈએ કે 22 માર્ચે મીન રાશિમાં સૂર્ય, ચંદ્ર અને બુધની યુતિ થઇ. આ ચતુર્ગ્રહી યોગની ખાસિયત છે કે સૂર્ય ચંદ્ર અને ગુરુ એક બીજાના મિત્ર છે અને બુધ પણ ગુરુ સિવાય બધાને મિત્ર મને છે. એમાં પણ હુરુ ચંદ્ર અને બુધ શુભ ફળ આપવા વાળા માનવામાં આવે છે. એવામાં કેટલીક રાશિઓ માટે શુભ અને સારા ફળની સંભાવના બની રહી છે. તો ચાલો જાણીએ છે કે કઈ રાશિઓના જાતકોની ચતુર્ગ્રહી યુતિનું કારણે ધનલાભ અને ભાગ્યોદય થવાનું છે.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગની રચના સાનુકૂળ સાબિત થઈ શકે છે. તમારી કુંડળીના 11મા ભાવમાં આ યોગ બની રહ્યો છે. એટલે કે, આવકના ઘરમાં ગુરુ અને સૂર્ય તેના પરિબળોની હાજરી તમને જબરદસ્ત નફો આપી શકે છે. તમને ઘણા સ્ત્રોતો થી લાભ મળશે. અગાઉ કરેલા રોકાણ અથવા મહેનતનું ફળ નાણાકીય સ્વરૂપમાં પાછું મળશે. ઉદ્યોગપતિઓને તેમની લેણી રકમ મળશે. તમને શેરબજારમાં રોકાણ, સટ્ટા અને લોટરીમાં ફાયદો મળી શકે છે.

આ પણ વાંચો:  રાહુ કેતુની ઉલ્ટી ચાલ આ વર્ષે વધારશે 4 રાશિઓની મુશ્કેલી, સાવધાન રહેવાની જરૂરત

કર્ક

ચતુર્ગ્રહી યોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં બની રહ્યો છે. આ તમારા ભાગ્યનો સમય છે. નોકરી કે વેપારમાં પ્રગતિની તકો મળશે. નાણાકીય લાભ માટે તમારે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. વિદેશ પ્રવાસની યોજના બની શકે છે. બેરોજગાર લોકોને નોકરીની ઓફર આવી શકે છે. તેમજ વ્યાપારીઓને સારો નફો મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને પદ મળી શકે છે.

આ પણ વાંચો:  ચૈત્ર નવરાત્રિ પર બનશે મહાસંયોગ, પાંચ ગ્રહો આવશે એક સાથે, આ રાશિઓનું ચમકી ઉઠશે ભાગ્ય



કુંભ

કુંભ રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગની રચના શુભ સાબિત થઈ શકે છે. તમારી રાશિથી બીજા ઘરમાં આ યોગ બની રહ્યો છે. જે ધન અને વાણીનું સ્થાન ગણાય છે. એટલા માટે આ સમયે તમને અચાનક પૈસા મળી શકે છે. ઉપરાંત, વ્યવસાય અથવા મિલકતમાં રોકાણ કરવા માટે સમય ખૂબ અનુકૂળ છે. તમને દરેક કાર્યમાં સંપૂર્ણ સફળતા મળશે. તે જ સમયે, તમે તમારી વાણીથી તમારી સામેની વ્યક્તિને પ્રભાવિત કરી શકશો.
First published:

Tags: Dharm Bhakti, Guru Gochar, Zodiac signs