Home /News /dharm-bhakti /સાંજે દીવો પ્રગટાવતી વખતે કરો આ ચાર લીટીના જાદુઇ મંત્રનો જાપ, ધન-સંપદામાં થશે વધારો

સાંજે દીવો પ્રગટાવતી વખતે કરો આ ચાર લીટીના જાદુઇ મંત્રનો જાપ, ધન-સંપદામાં થશે વધારો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, મંત્રોના જાપથી જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે.

Pooja Niyam : એવી માન્યતા છે કે જે રીતે દીવો અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. એ જ રીતે ભગવાનની સામે દીવો પ્રગટાવવાથી જીવનનો અંધકાર પણ દૂર થઈ જાય છે. મનુષ્યના જીવનમાંથી નકારાત્મકતા, ગરીબી, રોગ, દુઃખ દૂર થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

વધુ જુઓ ...
  Mantra Jaap: હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં દરરોજ સવારે અને સાંજે પૂજા-પાઠ કરવામાં આવે છે અને આ પૂજા પાઠમાં દીવો પ્રગટાવવો ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે કારણ કે દીવાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ ઘરની અંદર પ્રવેશી શકતી નથી.

  દીવાની ઉપર પ્રગટેલી જ્યોતિ ઉન્નતિ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે વિશેષ મંત્રનો જાપ કરવો લાભકારક જણાવવામાં આવ્યો છે. તે કયો મંત્ર છે? આ વિશે અમે તમને જણાવીશું.

  આ પણ વાંચો : ધનતેરસ પર સોના-ચાંદીના બદલે ખરીદો 10 રૂપિયાની આ વસ્તુ, આખુ વર્ષ ધન-ધાન્યથી ભરેલુ રહેશે ઘર

  દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ


  હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરવા માટે મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારનું શુભ કાર્ય કરતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જરૂરી માનવામાં આવે છે. આ જ રીતે જો સાંજના સમયે આપણે ઘરમાં દીવો પ્રગટાવીએ તો તેના માટે પણ પુરાણોમાં કેટલાંક મંત્રો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રોના ઉચ્ચારણથી જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે.

  દીવો પ્રગટાવતી વખતે કરો આ મંત્રનો જાપ


  શુભં કરોતિ કલ્યાણમ્ આરોગ્યમ ધનસંપદા।
  શત્રુબુદ્ધિવિનાશાય દીપકાય નમોસ્તુતે।।
  દીપો જ્યોતિ પરંબ્રહ્મ દીપો જ્યોતિર્જનાર્દન:।
  દીપો હરતુ મે પાપં સંધ્યાદીપ નમોસ્તુતે।।

  આ પણ વાંચો : માન્યતા : પંચકમાં મૃત્યુ થાય તો પાંચ લોકોના જાય છે જીવ, રાવણનું પણ આ જ કાળમાં થયું હતું મોત

  મંત્ર જાપના લાભ


  હિન્દુ માન્યતાઓ અનુસાર, દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવામં આવે તો તેનાથી મનુષ્યને લાભ પ્રાપ્ત થાય છે. આ મંત્રનો અર્થ એ છે કે આપણે જે દીવો પ્રગટાવ્યો છે, તેનાથી આપણું શુભ થાય, કલ્યાણ થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય, રોગોનો નાશ થાય અને દીવો પ્રગટાવવાથી ધન-સંપદામાં વૃદ્ધિ થાય. આપણા શત્રની બુદ્ધિનો અંત થાય. તેમને સદ્બુદ્ધિ મળે અને બ્રહ્મ સ્વરૂપ આ દીવો વ્યક્તિના પાપોનો નાશ કરે.

  એવી માન્યતા છે કે જે રીતે દીવો અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. એ જ રીતે ભગવાનની સામે દીવો પ્રગટાવવાથી જીવનનો અંધકાર પણ દૂર થઈ જાય છે. મનુષ્યના જીવનમાંથી નકારાત્મકતા, ગરીબી, રોગ, દુઃખ દૂર થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Hindu dharm, Hindu Mythology, Mantra, Money Mantra

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन