Home /News /dharm-bhakti /Chanakya Niti: સ્ત્રીઓને પસંદ આવે છે પુરુષોનું આ અંગ, જોતા જ થઇ જાય છે આકર્ષિત

Chanakya Niti: સ્ત્રીઓને પસંદ આવે છે પુરુષોનું આ અંગ, જોતા જ થઇ જાય છે આકર્ષિત

મહિલાઓને ખુબ પસંદ હોય છે આવા પુરુષો

Chankya Niti For Woman Life: આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્રમાં ઘણી બધી વાતો વર્ણવામાં આવી છે. જો તેને જીવનમાં ઉતારવામાં આવે તો, તમે આખું જીવન સુખમય વિતાવી શકો છો. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં મહિલાઓ અંગે પણ ગણુંબધું જણાવ્યું છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: આચાર્ય ચાણક્ય એક એવી મહાન હસ્તી હતા જેમને પોતાની વિદ્ધતા, બુદ્ધિમતા અને ક્ષમતાના બળ પર ભારતીય ઇતિહાસની ધારા બદલી નાખી. મોર્ય સામ્રાજ્યના સંસ્થાપક ચાણક્ય કુશળ રાજનીતિજ્ઞ, ચતુર, કુટનિતિજ્ઞ, પ્રકાંડ અર્થશાસ્ત્રીના રૂપમાં પણ વિશ્વવિખ્યાત હતા. આટલી સદીઓ ગયા પછી પણ જો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા સિદ્ધાંત અને નીતિઓ પ્રાસંગિક છે તો માત્ર એટલા માટે કારણકે એમણે પોતાના અધ્યયન, ચિંતન અને જીવનઅનુભવો દ્વારા અર્જિત અમૂલ્ય જ્ઞાનને પુરી રીતે નિઃસ્વાર્થ થઇ માનવીય કલ્યાણના ઉદ્દેશયથી જણાવ્યું.

ચાણક્ય નીતિનીતિ દ્વારા મિત્ર-શત્રુનો ભેદ, પતિ-પારાયણ અને ચારિત્રહીન સ્ત્રીઓ વચ્ચેનો ભેદભાવ, રાજાની ફરજ અને પ્રજાના અધિકારો અને જાતિ વ્યવસ્થાનું યોગ્ય નિદાન થાય છે. આચાર્ય ચાણક્યએ જીવનને સુધારવા માટે ઘણા સૂચનો આપ્યા છે. ચાંક્ય નીતિ અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં લાઈફ પાર્ટનર સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેથી સ્ત્રીઓ અને પુરુષો પોતાના માટે શ્રેષ્ઠ જીવન સાથી શોધવાનો પ્રયાસ કરે છે.

ચાણક્યએ પોતે પોતાની નીતિમાં જણાવ્યું છે કે મહિલાઓ કેવા જીવનસાથી ઈચ્છે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે પુરુષોના કેટલાક એવા ગુણ હોય છે જેને જોઈને મહિલાઓ આકર્ષિત થાય છે. તે આવા પુરૂષોને મેળવવાનો પણ પૂરો પ્રયાસ કરે છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના જીવનસાથીમાં આ ત્રણ ગુણો જરૂર હોય.

શાંત સ્વભાવ અને મજબૂત અવાજ

આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિની બોલવાની રીત જણાવે છે કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે અને તેને કેવા સંસ્કારો મળ્યા છે. મહિલાઓને આવા પુરુષો સૌથી વધુ ગમે છે જેઓ શાંત સ્વભાવના હોય છે અને જેનો અવાજ મજબૂત હોય છે. એવું માનવામાં આવે છે કે આવા પુરુષો ગંભીર અને જાણકાર હોય છે. તેઓ કોઈની સાથે દુર્વ્યવહાર કરતા નથી અને મહિલાઓનું પણ સંપૂર્ણ સન્માન કરે છે. તે જ સમયે, તેના અવાજના આધારે, તે દરેક જગ્યાએ એક છાપ છોડી દે છે.

આ પણ વાંચો: Chanakya Niti: જીવનમાં ભૂલથી પણ ન કરતા આ ચાર ભૂલ, નહીંતર બરબાદ થઇ જશો

વ્યક્તિત્વ પણ મહત્વનું

આચાર્ય ચાણક્યનું માનવું છે કે સ્ત્રી અને પુરૂષ બંને ઈચ્છે છે કે તેમનો લાઈફ પાર્ટનર દેખાવમાં સુંદર હોય, પરંતુ સ્ત્રીઓ સુંદરતા કરતાં વ્યક્તિત્વને વધુ મહત્વ આપે છે. સ્ત્રીઓ એવા લોકોથી દૂર રહેવા માંગે છે જે સ્વભાવે અહંકારી, ધૂર્ત કે લોભી હોય. સ્ત્રીઓને એવા પુરૂષો ગમે છે જેઓ પ્રમાણિક અને મહેનતુ હોય છે. એવું માનવામાં આવે છે કે આવા લોકો દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે.

આ પણ વાંચો: Chanakya Niti: દુનિયામાં સૌથી શક્તિશાળી છે આ વસ્તુ, સમજી લીધી તો થઇ જશે ઉદ્ધારસાંભળવાનો સ્વભાવ ધરાવતા પુરુષ

આચાર્ય ચાણક્ય અનુસાર દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેનો જીવનસાથી શ્રોતા સ્વભાવનો હોય અને તેની દરેક નાની-નાની વાત સાંભળે અને સમજે. મહિલાઓ તેમના પાર્ટનર સાથે તેમના દુ:ખ શેર કરીને દિલાસો મેળવે છે. બીજી બાજુ, સ્ત્રીઓ હંમેશા એવા પુરૂષોથી દૂર રહેવા માંગે છે જેઓ ફક્ત પોતાની જાતને જ મોટી સમજતા હોય.

(નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીના આધારે લખવામાં આવ્યું છે. ન્યુઝ 18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.)
First published:

Tags: Chanakya Niti, Chanakya Niti quotes, Dharm Bhakti